જીવનશૈલી હેલ્થ

જાડા પતિ-પત્ની કઈ રીતે થઈ ગયા એકદમ ફીટ, 10 તસવીરો જોઈને તમે પણ કહેશો ‘જોરદાર’

આ ટિપ્સ ફોલો કરીને જાદુઈ રીતે જાડા પતિ-પત્નીએ વજન ઉતાર્યું, તમે પણ જાણો કામની વાત

મોટાપો ન ફક્ત તમારા શરીરને બીમાર કરે છે, પણ તે તમારા જીવનમાં બ્રેક પણ લગાવી દે છે. ક્યારેક સાંધામાં દુઃખાવો, ક્યારેક અપચો, ચાલવામાં મુશ્કેલી, ક્યારેક ઊભા રહેવામાં તકલીફ થવા લાગે છે અને પછી આ સ્થૂળતા ધીમે ધીમે તમારા જીવન પર ખૂબ જ ખરાબ રીતે અસર કરે છે અને બ્રેક લગાવી દે છે.

પરંતુ આ સ્થૂળતાને આવજો કહીને ફરીથી જીંદગીની રાહ પર ચાલવું જોઈએ. ત્યારે વજન ઘટાડવાની પ્રેરણા લેવા માટે આજે આપણે એક કપલ વિશે વાત કરીએ, જોધપુરની આ જોડીએ પોતાની જિંદગીને વેગ આપવા માટે આશ્ચર્યકારક કામ કર્યું. રાજસ્થાનના જોધપુરમાં મારવાડી દંપતીએ સ્થૂળતા ઘટાડીને જોરદાર ટ્રાન્ફોર્મેશન કરીને બતાવ્યું છે કે તમે પણ જોશો તો આશ્ચર્યમાં મુકાઇ જશો.

40 વર્ષીય આદિત્ય શર્માનું 72 કિલો વજન અને તેની પત્ની ગાયત્રી શર્માનું વજન 62 કિલો હતું. હવે ગાયત્રીનું વજન 10 કિલો ઘટી ગયુ છે અને આદિત્ય શર્માના સિક્સ પેક એબ્સ પણ બની ગયા છે.  આદિત્યએ 6 મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું.

રાજસ્થાનમાં ઘી અને તેલમાં ડૂબાડીને તૈયાર કરવામાં આવતી વાનગીઓની દરેકને ખબર છે. જેમ કે દાળ બાટી, ચુરમુ, કચોરી, ઘેવર, ગાંઠિયા, અને દાળ બાફલો જેવી પ્રસિદ્ધ વાનગી સ્થૂળતા વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. પરંતુ આ દંપતિએ આ હેલ્ધી વાનગીઓથી દૂર રહીને ઘણું વજન ઘટાડયું છે. આ વજન તેને કોઈ કોચ પાસેથી નહિ, પરંતુ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ઘટાડ્યું હતું. જાણીને નવાઈ લાગીને પરંતુ બિલકુલ સાચું છે.

તેઓ વોટ્સઅપ પર ફિટનેસ એડવાઇઝના ગ્રુપનો હિસ્સો બન્યા હતા. તેમને વજન ઘટાડવાનું એટલું જનુન ચડ્યું હતું કે વજન ઘટાડતા-ઘટાડતા ખુદ જ હવે ફિટનેસ કોચ બની ગયા છે. બંને જોધપુરમાં પોતાનું જિમ ખોલીને કમાણી કરી રહ્યા છે.

Image Source

આદિત્યએ એક અખબારને જણાવ્યું હતું કે, 2015માં વેઇટલોસ જર્ની શરૂ કરી હતી. સાચી માહિતી મળ્યા બાદ બંનેએ જિમમાં જવાનું શરુ કર્યું હતું.

દરરોજ દોઢથી બે કલાક જીમમાં પસીનો વહેડાવતાં હતા. વજન ઉઠવાથી એબ્સ બનવાનું શરૂ થઇ જાય છે. અને જેમ-જેમ ફેટ લોસ થાય છે તેમ તેમ મસલ્સ ડેવલપ થાય છે. સાથે જ સ્ટેમિના વધે છે. વજન ઘટાડવા માટે કાર્ડિયોની બદલે વેટ ટ્રેનિંગની સલાહ આપે છે.

આદિત્યએ જીમની એક્સરસાઈઝ બાબતે જણાવ્યું હતું કે, એક દિવસમાં 2 બોડી પાર્ટની એક્સરસાઇઝ કરવામાં આવે છે. પહેલા દિવસે બેક અને બાયસેપ, બીજા દિવસે ચેસ્ટ અને ટ્રાઈસેપ અને ત્રીજા દિવસે સોલ્ડર સાથે જ કંપાઉન્ડ લિફ્ટ, સ્કોટ્સ, ડેડ લિફ્ટ પણ કરાવતા હતા. અઠવાડિયામાં એક દિવસ બોડીને આરામ પણ આપવામા આવતો હતો. વજન ઘટાડવા માટે માટે ઓછા વજનથી એક્સરસાઇઝ ચાલુ કરી હતી. બાદમાં તે ક્ષમતા વધી ગઈ હતી. હવે હું 80 કિલો સુધી વજન ઊંચકી શકું છું.

સાથે જ ડાયેટ પ્લાન વિશે પણ કહ્યું હતું. બ્રેકફાસ્ટમાં અને લંચમાં સોયાચન્ક્સ અને પનીર ખાતા હતા અને રાતે જમવામાં રાઈસ અને સોયાચન્ક્સ ખાતા હતા. તેઓ આ જ ડાયેટ પ્લાનને સખતપણે અમલમાં મુકતા હતા. સાથે જ ચિટ ડેયઝ પર તેઓને જે ખાવું હોય તેઓ પોતાની જાતને રોક્યા વિના કે વિચાર્યા વિના ખાઈ લેતા હતા. આદિત્ય પોતાના સપ્લિમેન્ટ્સમાં મલ્ટીવિટામિન્સને પણ મહત્વ આપતો હતો.

પ્રોટીન માટે બંને ટાઈમ એક-એક સ્કૂપ પ્રોટીન પાવડરને પાણી સાથે ભેળવીને લેતા હતા. આદિત્યના કહેવા મુજબ પ્રોટીન બોડી માટે સૌથી જરૂરી છે. જેટલું વજન હોય તેનાથી બેગણું પ્રોટીન હોવું જોઈએ. જિમ જતા પહેલા તેઓ ફક્ત બ્લેક ટી જ પીવે છે.

Image Source

વજન વધારવું ખૂબ જ આસાન છે પરંતુ વજનને ઘટાડી પાતળા થવું સહેલું તો નથી જ. પરંતુ આ દંપતીએ સખત મહેનત કરી એમનું મેદસ્વીપણું દૂર કર્યું અને હંમેશાં માટે તંદુરસ્ત જીવનશૈલી પસંદ કરી. આજે આદિત્ય અને ગાયત્રી બંને એક સફળ ન્યુટ્રીશન કન્સલ્ટન્ટ છે અને પોતાના કલાયન્ટ્સને ઓનલાઇન ટ્રેનિંગ પણ આપે છે, જયારે ગાયત્રી ક્લાયન્ટને હેન્ડલ પણ કરે છે અને ડાયેટ પ્લાન્સ પણ બનાવે છે.