‘આશ્રમ’ની પમ્મી પર ચઢ્યો બોલ્ડનેસનો રંગ, ફોટોશૂટ માટે પહેરી લીધો આટલો ટૂંકો ડ્રેસ

આશ્રમ શોમાં બાબા નિરાલા જેની પાછળ લટ્ટુ થયા તે હિરોઈને આ વેબ સિરીઝમાં ખુબ જ બીભત્સ સીન આપ્યા, અસલ જીવનમાં દેખાય છે આટલી હોટ

MX પ્લેયર પર રિલીઝ થયેલી સિરીઝ આશ્રમ સુપરહિટ રહી છે. આશ્રમની પહેલી સિઝનને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો હતો જેના બાદ મેકર્સે અન્ય બે ભાગ પણ રિલીઝ કર્યા. આ સિરીઝ જેટલી સુપરહિટ રહી છે એટલા જ સુપરહિટ સિરીઝના કલાકારો પણ રહ્યા છે જેમાંની જ એક અભિનેત્રી છે અદિતિ પોહનકર. અદિતિએ આશ્રમ સિરીઝમાં પમ્મી પહેલવાનનું પાત્ર નિભાવીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.સિરીઝમાં અદિતિની કલાકારીએ ખુબ પ્રશંસા મેળવી હતી.

સિરીઝમાં અદિતિ પણ બાબા નીરાલાની ઝપેટમાં આવી જાય છે અને તે બાબાની કાળી કરતૂતનો પર્દાફાશ કરવામાં લાગી જાય છે. સિરીઝમાં સીધી સાદી દેખાતી અદિતિ અસલ જીવનમાં એકદમ બોલ્ડ છે,જેનો અંદાજો તેના ઇન્સ્ટા એકાઉન્ટ પરથી લગાવી શકાય છે.અદિતિની બોલ્ડનેસ, સુંદરતા અને આકર્ષક ફિગર બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

અદિતિ પોતાના કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. અદિતિને હરવા ફરવાનો પણ ખુબ જ શોખ છે અને તે અવાર નવાર વેકેશન માટે દેશ-વિદેશમાં ફરતી રહે છે. એવામાં અદિતિની લેટેસ્ટ તસવીરોએ ચાહકોના હોંશ ઉડાવી દીધા છે.

અદિતિએ તાજેતરમાં જ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે અને ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. તસ્વીરોમાં અદિતિએ ડેનિમ શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે અને સાથે બૂટ્સ પણ પહેર્યા છે. આ આઉટફિટ સાથે અદિતિએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં પોનીટેલ બનાવી રાખી છે. ટેબલનો સપોર્ટ લઈને અદિતિ અવનવા પોઝ  આપી રહી છે અને તેની નશીલી આંખોમાં લોકો ડૂબી ગયા છે. અદિતિએ તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું છે.અદિતિની તસવીરો પરથી ચાહકો નજર નથી હટાવી શકતા અને ખુબ કમેન્ટ કરી રહ્યા છે.

અદિતિએ રિતેશ દેશમુખ સાથે મરાઠી ફિલ્મ ‘લય ભરી’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. આશ્રમની સાથે સાથે તેની વેબ સિરીઝ SHE પણ સૌથી વધારે જોનાર વેબ સિરિઝમાની એક છે.પોતાની વેબ સીરીઝને મળેલી સફળતા વિશે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં અદિતિએ કહ્યું હતું કે લોકોનો સિરીઝ પ્રત્યે આટલો પ્રેમ જોઈને તેને ખુબ જ ખુશી થઇ રહી છે. તેની સિરીઝનું શૂટિંગ નવ મહિના સુધી ચાલ્યું હતું અને જેવી રીતે લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવે છે તેવી જ રીતે અદિતિએ પણ શૂટિંગના સમયે પોતાના પ્પ્પાને ગુમાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

પપ્પાના નિધન બાદ અદિતિ માટે શૂટિંગ કરવું થોડું મુશ્કિલ હતું જેના પર અદિતિએ કહ્યું હતું કે,”પપ્પાના નિધન બાદ મને ખોટ જરૂર આવી હતી પણ મને તેનાથી વધુ મજબૂતાઈ મળી હતી. જયારે પપ્પાનું નિધન થયું ત્યારે મને યાદ છે કે મારા પપ્પાએ મને એકવાર કહ્યું હતું કે મને ખબર છે કે આ મુશ્કિલ હશે પણ તું એકદમ સ્ટ્રોંગ છે અને તારામાં તે હિંમત છે. તેના લીધે જ હું આગળ વધી શકી”.

 

View this post on Instagram

 

A post shared by Aaditi S Pohankar (@aaditipohankar)

Krishna Patel