મનોરંજન

“કહાની ઘર ઘર કી”ની આ અભિનેત્રી 10 વર્ષ બાદ પહેલીવાર બનવા જઈ રહી છે મા, પોસ્ટ શેર કરી અને ચાહકોને આપી ખુશખબરી

10 વર્ષ બાદ પહેલીવાર માતા-પિતા બનાવના છે ટીવીના આ સ્ટાર કપલ, બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો જુઓ

2020માં ઘણા દુઃખદ સમાચારોની વચ્ચે કેટલીક ખુશ ખબરીઓ પણ સાંભળવા મળી રહી છે. બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓએ મા બનવાની ખબર સંભળાવી છે. ત્યારે હવે “કહાની ઘર ઘર કી” ધારાવાહિકની અભિનેત્રી અદિતિ મલિકે પણ ચાહકોને માતા બનાવની ખુશ ખબરી સંભળાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shirwaikar Malik (@additemalik)

અદિતિ અને તેનો પતિ અભિનેતા મોહિત મલિક બંને જલ્દી જ માતા પિતા બનવા જઈ રહ્યા છે. તેમના ઘરે જલ્દી જ એક નાનું મહેમાન આવશે. 10 વર્ષ બાદ પહેલીવાર તેમના ઘરમાં કિલકારી ગુંજવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Mohit Malik (@mohitmalik1113)

પોતાની પ્રેગ્નેસી વિશે અદિતિ મલિકે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને ખુશ ખબરી આપી છે. તેને મંગળવારના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી અને આ ખુશ ખબરી આપી હતી. આ તસ્વીરની અંદર અદિતિ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર  આવી હતી. પોતાની આ તસ્વીર શેર કરવાની સાથે તેને એક ખુબ જ ખાસ પોસ્ટ પણ લખી હતી.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shirwaikar Malik (@additemalik)

અદિતિએ પોતાની આ પોસ્ટની અંદર લખ્યું હતું કે, “અમારા પહેલા ભગવાન જાણતા હતા કે અમારે તારી જરૂર છે. અમારી આત્માઓ મળી, ચાલો એક સાથે આગળ વધીએ. બેબી મલિક” સોશિયલ મીડિયા ઉપર અદિતિની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકો તેને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. અદિતિ ઉપરાંત તેના પતિ મોહિતે પણ તેની તસ્વીરને શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohit Malik (@mohitmalik1113)

મોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની પત્નીની તસ્વીર શેર કરવાની સાથે લખ્યું છે કે હું જ્યારે તારા ઉપર હાથ રાખું છું, અમને પસંદ કરવા માટે આભાર માનું છું. આ ખુબ જ સુંદર અનુભવ માટે આભાર ભગવાન, જેનો અમે અનુભવ કરી રહ્યા છીએ. હું અમારી આ ક્ષણને બધા સાથે શેર કરીને ખુબ જ ખુશ છું.”