ખેલ જગત મનોરંજન

બોલરોની ધોલાઈ કરતો ઈશાન આ હસીનાના પ્રેમમાં થયો ઘાયલ, 7 તસ્વીરો તો જુઓ

જબરું પણ…..ગર્લફ્રેન્ડનું ફિગર જોઈને કહેશો નસીબદાર છે આ ક્રિકેટર

સોમવારે રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થયો હતો. આ મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સની હાર થઇ હતી પરંતુ ટીમના યુવા બેટસમેન ઈશાન કિશને તેની બેટિંગથી બધાના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

Image source

ઈશાને આ મુશ્કેલ સમયમાં મુંબઈ ઇન્ડિયન્સને સંભાળી 58 બોલમાં 99 રન કર્યા હતા. ઈશાન કિશને  58 બોલમાં 9 છગ્ગા અને 2 ચોગ્ગા કર્યા હતા. તેની આ જબરદસ્ત બેટિંગના કારણે જ મુંબઈ ઇન્ડિયન્સ ટાઈ કરવામાં સફળ રહ્યું હતું.

સુપર ઓવરની બેટિંગ માટે તેને મોકલવામાં  આવ્યો ના હતો જેનાથી ફેન્સ હેરાન હતા. સુપર ઓવર કરવા છતાં પણ તે તેની ટીમને જીત અપાવી શક્યો ના હતો. મુંબઈની હારથી ઈશાન કિશન દુઃખી થઇ ગયો હતો. આ વચ્ચે કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડાઇએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈશાન આઉટ થઈને પરત ફરી રહ્યો છે. આ વીડિયોના કેપ્સનમાં લખ્યું હતું કે, મને ગર્વ છે તારી ઉપર બેબી. ઈશાન ક્રિશની ગર્લ ફ્રેન્ડ મિસ ઇન્ડિયા 2017માં ફાઇનલિસ્ટ રહી ચુકી છે.

વર્ષ 2018માં સુપર નેચરલ પણ રહી ચુકી છે. ઈશાન કિશન સાથે તેના અફેરની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. અદિતિએ 2018માં ‘ધ ટાઈમ્સ મોસ્ટ ડિઝાયરેબલ વુમન’ ના લિસ્ટમાં 12માં સ્થાને રહી હતી.

અદિતિએ મિસ દિવા સુપર નેશનલ 2018નો ખિતાબ જીત્યા બાદ ચર્ચામાં આવી હતી. અદિતિ એક મોડેલ હોવાની સાથે-સાથે તેની પોલેન્ડમાં મિસ સુપર નેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

અદિતિ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. અદિતિ ઇન્સ્ટાગ્રામ પૂર્વ તેની બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે. અદિતિના ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ 36 હજાર ફોલોઅર છે. અદિતીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો. ત્યાંથી તેને મોડેલિંગની શરૂઆત કરી હતી.

અદિતિ ફેમિના મિસ ઈંડિયા 2017 માટે ઓડિશન પણ આપ્યું હતું.જેના માટે તેની પસંદગી થઇ હતી. ડાબોડી બેટ્સમેન ઈશાન કિશન આ સમયે દેશનો બહેતરીન વિકેટકીપર તરીકે જાણીતો છે. ઈશાન કિશન મુંબઈ ઇન્ડિયન્સ ટિમ તરફથી રમે છે. જણાવી દઈએ કે, ઇશાન કિશન પટનાનો રહેવાસી છે.