મનોરંજન

જે ઉંમરમાં બાળકો સેરેલેક ખાય છે તે ઉંમરમાં અદિતિએ કરી દીધી હતી એક્ટિંગની શરૂઆત, જુઓ અત્યારની ગ્લેમરસ તસ્વીરો

હાલની 7 તસ્વીરો જોઈને કહેશો આ તો સ્વર્ગથી આવી પરી જેવી લાગે છે… જુઓ

એકતા કપૂરના હિટ ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’ માં રૂહીનો રોલ નિભાવીને ચર્ચામાં આવેલી અદિતિ ભાટિયા આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઇ છે. 29 ઓક્ટોબર 1999માં જન્મેલી અદિતિ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે. તે ઇન્સ્ટાગ્રામમાં તેની તસ્વીર શેર કરીને ફેન્સના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે.

20 વર્ષની અદિતિના ઇન્સ્ટાગ્રામ પર 55 લાખથી વધુ ફોલોઅર છે.અદિતિ ખુબસુરતી મામલે બૉલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. અદિતિએ બાળકલાકાર તરીકે પણ ઘણી સીરિયલમાં કામ કર્યું છે.

શું તમે જાણો છો કે, અદિતિએ સેરેલેક પીવાની ઉંમરમાં એક્ટિગનની દુનિયામાં પગ મૂકી દીધો હતો. જી હા. અદિતિએ 1 વર્ષની ઉંમરથી જ એક્ટિંગમાં ડેબ્યુ કર્યું હતું. અદિતિ જયારે 1 વર્ષની હતી ત્યારે તેને જાહેરાત મળવાનું શરૂ થઇ ગયું હતું અહીં જ તેની એક્ટિંગની શરૂઆત થઇ હતી.

અદિતિએ તેના કરિયરમાં ડેબ્યુ 5 વર્ષની ઉંમરમાં ટીવી શો હોમ સ્વીટ હોમથી કર્યું હતું.
અદિતિ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાં શાહિદ કપૂર અને અમૃતાની ફિલ્મ ‘વિવાહ’ અને શાહિદની ફિલ્મ ‘ચાન્સ પે ડાન્સ’ શામેલ છે.

આ સિવાય ‘ધ ટ્રેન’ ફિલ્મમાં ઇમરાન હાશ્મીની દીકરીના રોલમાં જોવા મળી હતી. આ સિવાય ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ ફિલ્મમાં સંજય દત્તની દીકરીનો રોલ નિભાવ્યો હતો.

અદિતિ ટીવી શો ‘ ઘર કી લક્ષ્મી બેટીયાં’ માં નજરે આવી હતી. નાની ઉંમરમાં અદિતિની એક્ટિંગથી લોકો ઈમ્પ્રેસ થઇ ગયા હતા. અદિતિ ટશન-એ-ઇશ્ક સીરિયલમાં પરિપક્વ એક્ટ્રેસમાં રૂપમાં જોવા મળી હતી.

અદિતિ ભાટિયાને સાચી ઓળખ તો 2016માં આવેલી સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’ થી મળી હતી. અદિતિ હાલ તો ટીવી સીરીયલથી દૂર છે. છેલ્લે તે ખતરા-ખતરા-ખતરામાં જોવા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ લોકપ્રિય અભિનેત્રી અદિતિ ભાટિયા કોરોનાને કારણે અમેરિકામાં ફસાઈ હતી. તમને જણાવી દઈએ કે અદિતીની મમ્મી પણ અમેરિકામાં જ છે અને તેઓનું કહેવું છે કે ત્યાંની સ્થિતિ ચિંતાજનક હતી. આ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું અમેરિકાના લોસ એન્જેલસની એક એક્ટિંગ વર્કશોપ અટેન્ડ કરવા ત્યાં ગઈ હતી અને કોવિડને લીધે બધું બદલાઈ ગયું. આ વર્કશોપ 5 માર્ચે પુરો થવાનો હતો. આ વર્કશોપ પુરો કરીને હું લોસ એન્જલસના મિત્રોને મળવા માટે ત્યાં જ રોકાઈ હતી.