“આદિપુરુષ”ની ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં મેકર્સ દ્વારા થઇ ગઈ મોટી ભૂલ, ટાઈટ સિક્યુરિટી અને મોબાઈલ જમા કરાવવા છતાં થયું લીક

“આદિપુરુષ”નું ટ્રેલર લોન્ચ થતા પહેલા જ ઓનલાઇન થયું લીક, અભિનેતા પ્રભાસે કરી ચાહકોને આ અપીલ… જુઓ વીડિયો

Adipurush Trailer Leaked : બૉલીવુડની સાથે સાથે સાઉથની (bollywood and south movies) ફિલ્મો પણ હવે દુનિયાભરમાં પ્રચલિત થવા લાગી છે. ત્યારે બોલીવુડના કલાકારોની જેમ સાઉથના કલાકારોએ પણ દુનિયાભરમાં નામના મળેવી છે. તેમની આવનારી ફિલ્મોને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે હાલમાં જ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહેલી ફિલ્મ “આદિપુરુષ” (adipurush) નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું.

“આદિપુરુષ” ફિલ્મના કલાકાર પ્રભાસ અને કૃતિ સેનન સાથે આખી આદિપુરુષ ટીમ ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે હૈદરાબાદમાં પહોંચી હતી. આ ટ્રેલરને લઈને સોશિયલ મીડિયા પર ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ગઈકાલે સાંજે AMB સિનેમામાં ચાહકો માટે એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના બાદ કેટલાક ચાહકોએ 9મી મેના રોજ મુંબઈમાં તેના ભવ્ય લોન્ચ ઈવેન્ટના એક દિવસ પહેલા ટ્રેલર ઓનલાઈન લીક કર્યું છે. “આદિપુરુષ” ટ્રેલરના ઘણા રેકોર્ડ કરેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેની પ્રારંભિક પ્રતિક્રિયાની સરખામણીમાં પ્રથમ પ્રતિક્રિયાઓ ખૂબ સારી રહી છે. એવું લાગે છે કે નિર્માતાઓએ VFXમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે અને ચાહકોને આ ભવ્ય વાર્તાને મોટા પડદા પર જોવાનું પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)

ઓનલાઇન ટ્રેલર લીક થયા બાદ તેને સોશિયલ મીડિયામાંથી હટાવી દેવા માટે અભિનેતા પ્રભાસે ચાહકોને વિનંતી પણ કરી હતી. ત્યારે આજે ટ્રેલર લોન્ચની ઇવેન્ટની સુંદર ઝલક બતાવતો વીડિયો અભિનેત્રી કૃતિ સેનેન દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં ચાહકોની મોટી ભીડ જોવા મળી રહી છે અને જય શ્રી રામના નારા પણ લગાવી રહી છે.

આ પહેલા પ્રભાસે ચાહકોને માહિતી આપી હતી કે “આદિપુરુષ”નું નવું ટ્રેલર 9મી મેના રોજ રિલીઝ થશે. તેણે ભગવાન રામ તરીકેના તેના લુકના નવા પોસ્ટર રિલીઝ કરીને અપડેટ શેર કર્યું અને લખ્યું, “જય શ્રી રામ… ટ્રેલર 9મી મે 2023ના રોજ રિલીઝ થઈ રહ્યું છે.” ત્યારે આજે ટ્રેલર સામે આવતા જ ચાહકો પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Niraj Patel