“મંદિરમાં આવું તો પતિ પત્ની પણ ના કરી શકે” કૃતિ સેનને મંદિરમાં કિસ કરવા પર ભડક્યા મંદિરના પૂજારી, જુઓ સમગ્ર મામલો
OM Raut-Kriti Sanon Kissing : દર્શકો જે ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોઈને બેઠા છે એ ફિલ્મ “આદિપુરુષ” હવે ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ઘણા વિવાદોમાં પણ આવી. પહેલા ફિલ્મના VFXને લઈને વિવાદ થયો હતો, જેના બાદ ટ્રેલર લોન્ચ થયું અને દર્શકોને પસંદ પણ આવ્યું. ત્યારે હવે ફિલ્મમાં સીતા માતાનું પાત્ર નિભાવી રહેલી કૃતિ સેનેનને કિસ કરવાને લઈને વિવાદ વકર્યો છે.
‘આદિપુરુષ’ ફિલ્મ નિર્માતા 7 જૂને તિરુપતિના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં ફિલ્મ અભિનેત્રી કૃતિ સેનનને ચુંબન કરતા જોવા મળ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો છે. તેલંગાણાના ચિલ્કુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારીએ તેની નિંદા કરી છે. આ સાથે આ અંગે વાંધો પણ ઉઠાવવામાં આવ્યો છે. મુખ્ય પૂજારીએ કહ્યું, “આ નિંદનીય છે. પતિ-પત્ની પણ એકસાથે મંદિરમાં નથી જતા. તમે હોટલના રૂમમાં જઈને આવું કરી શકો છો. તમારું વર્તન રામાયણ અને દેવી સીતાના અપમાન સમાન છે.”
તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા મંદિર પરિસરની બહાર કૃતિ સેનનને અલવિદા કહેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેણે કૃતિને કિસ કરી હતી. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પછી હોબાળો થયો હતો. બીજેપીના રાજ્ય સચિવ રમેશ નાયડુએ પણ તેની ટીકા કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
भगवान श्रीराम पर आदि पुरुष फिल्म बनाने वाले डाइरेक्टर ओम राउत और अभिनेत्री क्रिति सैनन नहीं जानते कि मंदिर प्रांगण में ‘गुडबाय किस’ अलाउड नहीं है। इस बात को लेकर तिरुपति मंदिर के प्रधान पुजारी ने आपत्ति जताई है और उन्होंने कहा कि आप होटल के कमरे में जाकर यह सब कर सकते हैं। pic.twitter.com/6nYt9sqhcP
— हम लोग We The People (@ajaychauhan41) June 8, 2023
ટીમ ‘આદિપુરુષ’એ 6ઠ્ઠી જૂને તિરુમાલા ખાતે ફિલ્મના અંતિમ ટ્રેલરનું અનાવરણ કર્યું હતું. બુધવારે ડિરેક્ટર ઓમ રાઉત અને કૃતિ સેનન તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. વાયરલ થયેલા એક વીડિયોમાં ફિલ્મ નિર્માતા ગુડબાય કહેતી વખતે કૃતિને ગાલ પર કિસ કરતા જોઈ શકાય છે. નેટીઝન્સના એક વર્ગને તે ગમ્યું નહીં.