ફિલ્મ ‘આદિપુરુષ’ના નિર્માતાઓનું મોટુ એલાન, સાંભળી ઝૂમી ઉઠશે રામ ભક્ત…

‘આદિપુરુષ’નું એક્શન ટ્રેલર લોન્ચ, સૈફ અલી ખાન રાવણ સાથે લડતા જોવા મળ્યા રામ, જમા થઇ હજારોની ભીડ, જુઓ વીડિયો

Adipurush final trailer: પ્રભાસ અને ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે તેનું એક્શન ટ્રેલર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. જેની હવે રાહ ખત્મ થઇ ગઇ છે. તિરુપતિમાં આયોજિત મેગા ઈવેન્ટમાં ફિલ્મનું એક્શન ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યાં ફિલ્મને સિનેમા હોલમાં રિલીઝ કરતા પહેલા તેનું એક્શન ટ્રેલર તિરુપતિમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

ફિલ્મનું એક્શન ટ્રેલર જોવા માટે તિરુપતિમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. ફિલ્મનું એક્શન ટ્રેલર 2 મિનિટ 24 સેકન્ડનું છે. આ પહેલા રિલીઝ થયેલા ટ્રેલરમાં લોકોને ભગવાન રામની ભાવનાઓ જોવા મળી હતી. ત્યાં હાલમાં રીલિઝ કરવામાં આવેલા એક્શન ટ્રેલરમાં લોકોને ભગવાન રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ જોવા મળ્યું. આદિપુરુષનું દમદાર ટ્રેલર ભગવાન રામની કહાની કહી રહ્યું છે. એક્શન ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે રાવણ માતા સીતાનું છેતરપિંડી દ્વારા અપહરણ કરે છે.

જ્યારે શ્રીરામને આ સમાચાર મળે છે, ત્યારે તે રાવણને કહે છે કે ‘હું ન્યાયના બે પગથી અન્યાયના દસ માથાને કચડવા આવું છું. હું મારી જાનકીને લેવા આવું છું. હું અધર્મનો અંત લાવવા આવું છું. ‘આદિપુરુષ’નું નવું ટ્રેલર તમને રામની ભક્તિમાં લીન કરે છે. રામ અને સીતાને સ્ક્રીન પર જોઈને ઘણા લોકો ભાવુક થઈ રહ્યા છે. પ્રભુ રામના પાત્રમાં પ્રભાસનો અભિનય હૃદય સ્પર્શી છે. ત્યાં માતા સીતાની ભૂમિકામાં ક્રિતી સેનન તેના અભિવ્યક્તિ સાથે બધું કહેતી જોવા મળી હતી.

સૈફ અલી ખાન પણ રાવણના રોલમાં સારો અભિનય કરતો જોવા મળી રહ્યો છે. ફિલ્મના VFX અદ્ભુત છે. જે રીતે ફિલ્મનું એક્શન ટ્રેલર જોવા માટે તિરુપતિના મેદાનમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. તે જોઈને કહી શકાય કે આદિપુરુષ ધાર્યા કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. ટ્રેલર દરમિયાનનો ભવ્ય સીન લોકોનો ફિલ્મ પ્રત્યેનો જુસ્સો દર્શાવે છે. કાર્યક્રમમાં પહોંચેલા લોકો જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા.

આદિપુરુષના એક્શન ટ્રેલર દરમિયાન કૃતિ સેનન, પ્રભાસ અને ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત હાજર રહ્યા હતા. ફિલ્મ પ્રત્યે લોકોનો પ્રેમ જોઈને ત્રણેય ખૂબ જ ખુશ થયા. આદિપુરુષ ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે એક મોટો નિર્ણય લીધો છે. સ્ક્રીનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ ખાલી રહેશે. આ આસન ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે. ભગવાન હનુમાન પ્રત્યે લોકોની આસ્થાની ઉજવણી કરવાના હેતુથી આ કરવામાં આવશે.

નિર્માતાઓના નિવેદનમાં લખ્યું છે- જ્યારે પણ રામાયણનો પાઠ કરવામાં આવે છે ત્યારે ભગવાન હનુમાન ત્યાં દેખાય છે. આદિપુરુષ એક મોટા બજેટની ફિલ્મ છે, જે 500 કરોડમાં બની છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં છે. જ્યારે ક્રિતી સેનન માતા સીતાનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે અને લક્ષ્મણ તરીકે સન્ની સિંહ જોવા મળશે. આ ફિલ્મ 16 જૂને 5 ભાષાઓમાં 126 દેશોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Shah Jina