રાખી સાવંતના 1.5 કરોડ પચાવી પાડ્યા આદિલે, રાખી સાવંતે પૈસા પાછા માગ્યા તો આદિલે કહ્યુ એવું કે…જુઓ વીડિયો

અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે, તેની પર્સનલ લાઇફ ઘણા વિવાદોમાં આવી ગઇ છે. અભિનેત્રીએ તેના પતિ પર દગો આપવાનો આરોપ લગાવ્યો છે. રાખી સાવંતે મંગળવારે તેના શૌહર આદિલ ખાન દુર્રાની વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે. પોલિસે આદિલને પૂછપરછ માટે હિરાસતમાં લીધો હતો. રાખીએ મીડિયા સામે ઘણી વાતોનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે, આદિલ તેના ઘરે પહોંચ્યો હતો અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો તે બાદ તેણે પોલિસને બોલાવી.

રાખીનું કહેવુ છે કે આદિલે તેના પૈસા લીધા અને છેતરપિંડી કરી. તેણે મીડિયામાં કેટલીક તસવીરો પણ જારી કરી હતી, જેમાં તેણે તેની ઇશાના નિશાન બતાવ્યા હતા. બીજી તરફ રાખીના ભાઇએ જણાવ્યુ હતુ કે, જ્યારે તેની માતાની મોત થઇ ત્યારે આદિલે તેની બહેનને મારી હતી. આદિલને જેલ હવાલે મોકલવામાં આવ્યો છે. રાખીએ કહ્યુ કે, તપાસ ચાલી રહી છે, તેનો ફોન પોલિસ પાસે છે. તેનું નિવેદન લેવામા આવી રહ્યુ છે.

મને આદિલ અંદર એમ કહી રહ્યો છે કે મારી સાથે પેચ અપ કરી લે. હાથ પગ જોડી રહ્યો છે પણ માફ નહિ કરુ. ત્યારે હવે આ બધા વચ્ચે આદિલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાખી આદિલને કહી રહી છે કે તે તેના 1.5 કરોડ પાછા આપે. તે બાદ આદિલ કહે છે કે 4 મહિનાની અંદર તે આપી દેશે પ્રોફિટ સાથે. પણ રાખી સાવંત કહે છે કે તેને માત્ર તેના પૈસા જોઇએ પ્રોફિટ નથી જોઇતો. આ વીડિયોમાં નજર માત્ર આદિલ જ આવી રહ્યો છે.

રાખી સાવંતનું કહેવુ છે કે આદિલનું તનુ ચંદેલ સાથે અફેર ચાલી રહ્યુ છે. જ્યારે રાખી બિગબોસ મરાઠીમાં હતી ત્યારે આદિલને 10 લાખ કેશ આપી ગઇ હતી, આ પૈસા રાખીની માતાના સારવારના બતા, જે આદિલે હોસ્પિટલમાં ખર્ચ ન કર્યા અને જપ્ત કરી લીધા. આ ઉપરાંત રાખીએ આદિલ પર 4 લાખ કેશ અને સોનાના ઘરેણા ઘરથી ચોરાવવાનો આરોપ લગાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina