જ્યોતિષ શાસ્ત્ર

અધિકમાસમાં 7 કાર્ય કરવા જોઈએ…. આ કામ કરશો તો શરીરને ખૂબ જ સ્વસ્થ રાખશે અને અઢળક ફાયદાઓ થશે

અધિકમાસમાં 7 કાર્ય કરવા જોઈએ..

1. ભગવાન વિષ્ણુની પૂજા
પુરૂષોત્તમ મહિના ને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળ્યા હોવાથી આ સમયમાં કરેલી પૂજા અનેક ગણું પુણ્ય આપે છે.. વિધિવત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ…

2. દાન-પુણ્ય કરવુ

અધિકમાસમાં દાન-પુણ્યનું ખુબ જ મહત્વ છે તમારા દ્વારા આપવામાં આવેલા એક રૂપિયાનું, પુણ્યનું સો ગણું થઈને તમને મળે છે.. આ સમયે દીવો, વસ્ત્રો અને ભગવદગીતા ગ્રંથનું દાન, ખૂબ જ લાભદાયક છે… કહેવાય છે કે દીપ નું દાન કરવાથી ખૂબ જ પ્રગતિ થાય છે વંશ આગળ વધે છે..

3 . નિષ્કામભાવે અનુષ્ઠાન કરવું
આ સમયે નિષ્કામભાવે અનુષ્ઠાન કરવાથી લાખ ઘણું પુણ્ય મળે છે… વાતાવરણમાં ધાર્મિક ઉર્જા હોવાને લીધે મન પ્રફુલ્લિત રહે છે.. દેવી પુરાણ અનુસાર જો તમે દાન આપી શકવા સક્ષમ નહોતો સંત ઋષિમુનિઓની સેવા પૂજા કરવી.. આ સમયે પ્રાણઘાતક બાબતોથી બચવા માટે રુદ્ર જાપ કરવો ખૂબ જ જરૂરી છે..

4. આમળા અને તલનો પ્રયોગ

આમળા અને તલના મિશ્રણને શરીર પર લેપ કરી લગાવવાથી ખૂબ ફાયદો થાય છે.. તે શરીરને ખૂબ જ સ્વસ્થ રાખશે..બની શકે તો આંબળાના વૃક્ષની નીચે ભોજન કરવું

5. કથા સંભળાવવી

પુરૂષોત્તમ મહિનામાં કથા સાંભળવી અને કથા સંભળાવવા ખૂબ જ મહિમા છે.. આ સમયે વિષ્ણુ સહસ્ત્રનામ શ્રીસૂક્તનો પાઠ ખૂબ જ લાભદાયી છે..
એકાદશી માહાત્મ્ય ને કથા સાંભળવાથી બધા જ મનોરથ પુરા થાય છે..

6. મંત્ર જાપ
અધિકમાસમાં મંત્ર જાપ કરવાથી લાખ ઘણું પુણ્ય મળે છે… ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો.. તમારી પાસે ગુરુ મંત્ર હોય તો તેનો પણ મંત્રજાપ સતત ચાલુ રાખવા જોઈએ..

7. ઉપાસના વિધિ
આ સમયે ઉપવાસ કરવો.. પૂજા કરવી અને જમીન પર સૂવું.. તેનાથી ભક્તિ માં ધ્યાન રહેશે..