પોલીસ અધિકારીના 11 ઠેકાણા પર રેડ, લગ્ઝરી કારો, સ્પોર્ટ્સ બાઈક અને રૂપિયાનો ઢગલો મળી આવ્યો

થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં આઈટી વિભાગે પાડેલી રેડમાં કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી હતી. ત્યાં એટલા બધા રૂપિયા કેશમાં મળી આવ્યા હતા કે તેને ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. હવે આવી જ ઘટના સામે આવી છે ઓડિસામાં. જ્યારે એક પોલીસ ઓફિસરના ઘરે રેડ પાડવામાં આવતા મોટી સંખ્યામાં પૈસા મળી આવ્યા છે.

ઓડિસામાં ઘણા દિવસોથી ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે આ કડીમાં એડિશનલ એસપી ઓફ પોલીસ ત્રિનાથ મિશ્રાના 11 ઠેકાણા પર કટક વિજિલેન્સની ટીમે રેડ પાડી હતી. જેમા 11.2 કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઝડપાયું છે. ત્યારબાદ પોલીસ ઓફીસરની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ રેડ અંગે માહિતી આપતા વિજિલેન્સના એસપી અક્ષ્યા મિશ્રાએ જણાવ્યું કે, આરોપી પાસે 4 ફ્લેટ અને 7 મોંઘી ગાડીઓ છે. કોઈ પણ વસ્તુનું પાકું બિલ પોલીસ અધિકારી પાસેથી મળ્યું નથી. તેમના જણાવ્યા પ્રમાણે પોલીસ ઓફીસરને લગ્ઝરી ગાડીઓનો ખુબ શોખ હતો. તેમની પાસેથી મોંઘી ગાડી અને સ્પોર્ટ્સ બાઈક કબ્જે કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહીને વિજિલેન્સના ડિરેક્ટર યશવંત જેઠવાએ પણ જરૂરી ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમની ટીમ બે પ્રકારે કામ કરે છે. જો કોઈ ઘટના અંગે તેમને પહેલા કોઈ માહિતી મળી જાય છે તો તે આધારે જ છટકું ગોઠવીને આરોપીને પકડી લેશે. જો બાદમાં ઈનપુટ મળે છે તો અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવે છે.

ત્રિનાથ મિશ્રા પાસે નવરંગપુરા જિલ્લાના ડાબુંગા સ્થિતિ તેના પૈતૃગ ગામમાં પણ ઘર છે. BMW X7 કાર છે. આ ઉપરાંત GTR 250 Hyosung Bike અને Royal Enfield Classic પણ તેમની પાસે છે. આ ઉપરાંત કટકના મધુપટવા પરિસરમાં સરકારી ઘર પણ તેમને મળ્યું છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા તપાસ એજન્સીઓએ ઓડિસા પોલીસ હાઉસિંગ એન્ડ વેલફેર કોર્પોરેશનની સામે પણ એક્શન લીધા હતા. ત્યારે અધિકારી પ્રતાપસિંહ સમાલની પાસેથી 14.88 કરોડની સંપત્તિ મળી આવી હતી.

YC