વેક્સિનની અછતને લઇને અદાર પૂનાવાલાએ કરી દીધી મોટી વાત, જાણો વિગત

અદાર પૂનાવાલાએ કર્યો કોરોના રસીને લઇને કર્યો મોટો ખુલાસો

કોરોના વાયરસનો કહેર ઘણો ખતરનાક સાબિત થઇ રહ્યો છે. કોરોના વિરૂદ્ધ લડાઇમાં એકમાત્ર હથિયાર વેક્સિન જણાવવામાં આવી રહી છે. પરંતુ દેશમાં કેટલાક રાજય અને જિલ્લા એવા છે જયાં વેક્સિનની કમીની ફરિયાદો મળી રહી છે.

દેશભરમા 1 મે થી વેક્સિનેશન અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થયો છે, પરંતુ રસીના અભાવએ આ અભિયાનની ગતિ ધીમી કરી દેવામાં આવી છે. દરમિયાન,ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસી કોવિશિલ્ડ બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ આદાર પૂનાવાલાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જુલાઈ સુધી દેશમાં વેક્સિનનો અભાવ રહી શકે છે.

અદાર પૂનાવાલાએ કહ્યું કે એક જ દિવસમાં 60-70 મિલિયન ડોઝથી વધારીને 100 મિલિયન ડોઝ સુધી ઉત્પાદન ક્ષમતા પહોંચવામાં જુલાઇ સુધીનો સમય લાગી જશે. વેક્સિનની ઘટ એવા સમયે થઈ રહી છે કે જ્યારે કેન્દ્ર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, સીરમ ઇંસ્ટિટયૂટ દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. આ કંપની ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને એસ્ટ્રાજેનેકા દ્વારા નિર્મિત વેક્સિન કોવિડશિલ્ડનું ઉત્પાાદન કરી દેશ અને દુનિયામાં વિતરિત કરી રહી છે.

Shah Jina