નવા વર્ષે કમરતોડ મોંઘવારીનો માર. ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આજે ફરી એકવાર CNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે નાગરિકોના ખિસ્સા પર બોજ વધશે. ત્યારે અદાણી CNG ના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો ઝીંકાયો છે. અદાણી CNGના ભાવમાં કિલોએ 1.50 રૂપિયાનો વધારો કરાયો છે. આ નવો ભાવ વધારો આજથી લાગુ પડશે.
ગુજરાતમાં CNG ના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. હજી ગઈકાલે જ ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે અદાણી દ્વારા પણ CNG ના ભાવમાં વધારો ઝીંકાયો છે. આદાણી CNG દ્વારા આજે 1.50 રૂપિયાનો ભાવવધારો જાહેર કરવાામં આવ્યો છે. હજી ગત મહિને 3 ડિસેમ્બરના રોજ CNG માં 22 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે જ એક મહિનામાં અદાણી CNG 1.72 રૂપિયા મોંઘું થયું છે. આ સાથે હવે અમદાવાદમાં CNGનો ભાવ 80.48 રૂપિયા થઈ ગયો છે.
ક્યારે ક્યારે વધ્યો ભાવ ?
1 જુલાઈ, 2023 – 15 પૈસાનો વધારો
6 જુલાઈ, 2023 – 30 પૈસાનો વધારો
16 જુલાઈ, 2023 – 15 પૈસાનો વધારો
1 ઓગસ્ટ, 2023 – 15 પૈસાનો વધારો
2 ઓક્ટોબર, 2023 – 15 પૈસાનો વધારો
21 ફેબ્રુઆરી, 2024 – 1 રૂપિયાનો વધારો
3 ડિસેમ્બર, 2024 – 22 પૈસાનો વધારો
2 જાન્યુઆરી, 2025 – 1.50 રૂપિયાનો વધારો
રીક્ષાચાલકોની સ્થિતિ કથડી
CNG ના ભાવમાં વધારો થતા રીક્ષાચાલકોની સ્થિતિ કફોડી બની છે. રીક્ષાચાલકો માટે આ ભાવવધારો આકરો બની રહ્યો છે. અદાણીના આ ભાવવધારાના પગલે રીક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રીક્ષાચાલક એસોસિયેશન આ ભાવવાધારાનો વિરોધ કરી રહ્યો છે. સરકારમાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી.
મોંઘવારીથી જનતા ત્રસ્ત
દેશમાં સતત વધતી મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે અદાણીના CNGના ભાવમાં ફરી વધારો કરાયો છે.