અદાણીએ CNGના ભાવમાં કર્યો જોરદાર વધારો…CNG કીટ નાખવા વાળા અફસોસ કરશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોંઘવારી ઘણી વધતી જઇ રહી છે. ત્યારે પેટ્રોલ-ડીઝલ, ઘરેલુ ગેસ અને શાકભાજી બાદ હવે CNGના ભાવમાં પણ વધારો થયો છે. આજે અદાણી CNG ગેસના ભાવમાં પ્રતિકિલો દિઠ રૂ.1.99નો વધારો થયો છે. ત્યારે હવે મધ્યમ વર્ગના લોકોના ખીસ્સા પર ભાર રહેશે. આ ઉપરાંત રિક્ષા-ટેક્સી ચાલકોનું પણ બજેટ ખોરવાશે. CNGમાં ભાવ વધારા બાદ રિક્ષાચાલકો દ્વારા 2 માંગ મૂકવામાં આવી છે. જેમાં CNG ગેસમાં સબસીડી આપવા અને ટેક્ષમાં ઘટાડો કરી CNGનો ભાવ ઘટાડવા માંગ કરાઇ છે.

રિક્ષાચાલકો દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આ માંગ નહિ સ્વીકારાય તો આગામી ચૂંટણીમાં અમદાવાદના 2 લાખથી વધુ રીક્ષાચાલકો પોતાનો પાવર બતાવશે. CNG ગેસમાં 1.99 રૂપિયા ભાવ વધ્યા છે. ત્યારે CNGનો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો અને હવે વધી તે 85.89 રૂપિયા આજથી લાગુ થયો છે.ઉલ્લેખનીય છે કે, સતત વધતી જઇ રહેલી મોંઘવારીએ તો જનતાની કમરતોડી નાખી છે. ઘરેલુ ગેસ, શાકભાજી, દૂધ પેટ્રોલ-ડીઝલ સહિત અનેક વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

મોંઘવારીને કારણે તો જનતા પણ પરેશાન થઇ ઘઇ છે. ત્યારે હવે અદાણી CNGએ ભાવમાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, CNGમાં સતત ભાવ વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હવે વધારે ફરક નથી રહ્યો. ત્યાં હવે કાર ખરીદનારા પણ પેટ્રોલ કારને CNGમાં કન્વર્ટ કરાવવી કે નહીં તેને લઈ મુઝવણમાં મૂકાયા છે.

CNGના ભાવમાં છેલ્લા ઘણા મહિનાથી વધારો થઇ રહ્યો છે અને 10 મહિનાની અંદર લગભગ 30 રૂપિયા જેટલો વધારો થઈ ચૂક્યો છે. ત્યારે પાછલા વર્ષની વાત કરીએ તો, ઓક્ટોબર માસમાં CNGનો ભાવ 56 રૂપિયા જેટલો હતો જે વધીને 85ને પાર થઈ ગયો છે.

Shah Jina