મનોરંજન

બોલીવુડની આ અભિનેત્રી ધાબા ઉપ્પર પોતું કરતા કરતા કરવા લાગી સ્ટન્ટ, વિડીયો જોઈને થઇ જશો હેરાન

કોરોના વાયરસ ના કારણે લાગેલા લોકડાઉનમાં સામાન્ય માણસોથી લઈને સેલેબ્રિટીઓ પોતાના ઘરની અંદર કેદ છે ત્યારે સામાન્ય માણસને પણ ઘરમાં બેઠા મનોરંજન મળી રહે તે માટે ઘણા સેલેબ્રિટીઓ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સતયહે જોડાય છે અને તેમને મનોરનાજન પૂરું પાડતા રહે છે.

એવી જ એક અભિનેત્રી અદા શર્મા દ્વારા પણ પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. તે અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાના અવનવા વિડીયો પોસ્ટ કરતી રહે છે અને ચાહકો દ્વારા તેના વિડીયો ને પસંદ પણ કરવામાં આવે છે, તેમજ તેના ઘણા વિડીયો શોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જાય છે.

હાલમાં જ અદા દાવર એક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે જેની અંદર તે પોતા ધાબા ઉપર પોતું કરતી નજરે આવે છે અને પોતું કરતા કરતા પણ તે સ્ટન્ટ કરતી દેખાઈ રહી છે. આ વિડીયો અદાએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો છે જેને જોતા જ ચાહકો ઉત્સાહમાં આવી ગયા અને તેમને સોશિયલ મીડિયામાં આ વિડીયો ઘણો જ શેર કર્યો છે.

આ વિડીયોની અંદર અદા સાડી પહેરી અને પોતું કરતી નજરે ચઢી રહી છે સાથે તેને વીડિયોના કેપશનમાં લખ્યું છે કે: “એક લડકી કો દેખા તો એસા લગા, ભાવના રેડ્ડી સ્ટાઇલ, ક્વોરેન્ટાઇનમાં વોશિંગ મશીન કેવી રીતે બને છે તે મને દુનિયાના બેસ્ટ કંન્દો વિદ્યુત દેવ સિંહ જામવાલે શીખવ્યું.”

અદા શર્માએ ગીતનું નવું વરઝ્ન બનાવતા લખ્યું છે કે “હો એક લડકી કો દેખા તો એસ લગા, જેસે કુંગ ફુ કી ચેમ્પ, શી ઇસ મિસિંગ ફેશન વીક રેમ્પ, સેજે પિયાનો કી તાન” અદા શર્માના આ વિડીયો ઉપર લોકો ખુબ જ કોમેન્ટ પાનમ કરી રહ્યા છે.

અદા શર્માએ 2008માં આવેલી હોરર ફિલ્મ “1920” દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મની સળફળતા બાદ અદાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. લોકડાઉનના કારણે તે પોતાના ઘરની અંદર જ કેદ છે, પરંતુ આ દરમિયાન પણ તે પોતાના ઘરમાં રહીને પોતાના ચાહકોને મનોરંજન પૂરું પાડી રહી છે.

અદા શર્માના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મોની વાત આવે છે ત્યારે હું બહુ ચુઝી બની જાઉં છું. વર્ષ 2008માં આવેલી ‘1920’ હોરર થી અદાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે ‘હમ હૈ રાહી કાર કે’, ‘કમાન્ડો’, ‘બાયપાસ રોડ’ અને ‘ફિર’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. મૂવીની ચૉઇસ વિશે અદાએ કહ્યું હતું કે ‘હા, ફિલ્મોને પસંદ કરવાની વાત આવે ત્યારે હું ચુઝી બની જાઉં છું. હું એવી ફિલ્મો કરવા માગું છું જેને હું જોવા માગતી હોઉં. મેં જેટલા પણ રોલ ભજ વ્યા છે એનાથી અલગ રોલ હું કરવા માગું છું. મેં ‘1920’થી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરી હતી. હું નસીબદાર છું કે અમારી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓને એ ચાન્સ નથી મળ્યો જે મને મારી પહેલી ફિલ્મમાં મળ્યો છે.

હું મારી દરેક ફિલ્મોમાં હટકે કામ કરવા માગું છું, કારણ કે લોકો પણ એ જ જોવા માગતા હોય છે કે અદા શર્મા શું અલગ કરવાની છે. એવામાં જો હું એક જ પ્રકારના રોલ કરીશ તો લોકો કહેશે કે આ તો કોઈ પણ કરી શકે છે. એથી વર્તમાનમાં શૉર્ટ ફિલ્મ જેમાં મેં કામ કર્યું છે જેવી કે ‘ટીંડે’, ‘મોહ’ અને music વિડિયો હોય, મારી એ જ ઇચ્છા હોય છે કે મેં જે પણ ભૂમિકા ભજવી છે એ અન્ય કલાકારો કરતાં અલગ હોય.’