હેલ્થ

શરીરના આ પોઇન્ટ્સને દરરોજ દબાવવો, સટસટ ઊતરશે વજન- વાંચો સ્પેશિયલ ટિપ્સ

આજના જમાનામાં દર ત્રીજો વ્યક્તિ મોટાપાનો શિકાર હોય છે વધતા વજનને કારણે લોકો સામે શરમથી ઝૂકી જવું પડે છે. આ સાથે જ ઘણી બીમારીનો ભોગ પણ બનવું પડે છે, મોટાપો ઓછો કરવાં માટે લોકો ડાયટિંગ, જિમિંગ અને વર્કઆઉટ કરવાની સાથે-સાથે કેટ-કેટલા ઉપાયો અજમાવે છે. આમ છતાં પણ તકલીફોનો સામનો તો કરવો પડે છે.

એક્યુપ્રેસરના પોઇન્ટને તો બધા કે લોકો જાણે છે. પરંતુ શું તમને ખબર છે કે, શરીરના અમુક પોઇન્ટને દબાવવાથી મોટાપો જલ્દી ઓછો થાય છે. એક્યુપ્રેસર એક પ્રાચીન ચીની પદ્ધતિ છે. જેમાં આખા શરીર પર વિશેષ દબાણ પોઇન્ટ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, એક્યુપ્રેસરથી તણાવ,માથાનો દુખાવો, ઊંઘની સમસ્યા નથી રહેતી. આ ટ્રેડિશનલ થેરાપીના ઉપયોગથી વિભિન્ન પ્રકારની શારીરિક અને માનસિક બીમારી દૂર થાય છે.

Image Source

જાણીને આશ્ચર્ય થશે કે એક્યુપ્રેશર માત્ર બિમારીઓને દૂર નથી કરતું પરંતુ પ્રાચીન ચિકિત્સા પ્રદ્ઘિતિથી મેટાબોલિઝમને વધારીને વજન ઘટાડવામાંપણ મદદ કરે છે. મહત્વની વાત છે કે એક્યુપ્રેશર માટે તમારે કોઇ આસિસ્ટન્ટ જરૂર નથી પડતી તમે જાતે જ પ્રેક્ટિસ કરીને ઇલાજ કરી શકો છો. આપણા શરીરમાં એવા ઘણા પૉઇન્ટ્સ છે જ્યાં તમે આંગળીથી પ્રેશર કરીને સરળતાથી વજન ઘટાડી શકો છે.

તમારા હોઠની ઉપરની બાજુ અને અને નાકની નીચેની જગ્યા પર આંગળીથી હલ્કુ પ્રેશર કરો. આ પ્રેશર પૉઇન્ટને શુઇગો સ્પોટના નામથી ઓળખવામાં આવે છે. નિયમિત રૂપથી આ સ્પોટ પર 2-3 મિનિટ સુધી મસાજ કરવામાં આવે તો મેટાબોલિઝમ સારુ થાય સાથે જ વજન ઘટે છે.

Image Source

કાનના નીચેના ભાગ પર આંગળથી પકડો અને તેણે ઉપરથી નીચે લાવે. ઉપર અને નીચે કરતા સમયે આંગળીની મદદથી પ્રેશર કરો. આ પૉઇન્ટને દરરોજ 2 મિનિટ સુધી દબાવતા રહો. ઇયર બૉલ નીચે સ્થિત આ પૉઇન્ટને દબાવવાથી ભૂખ નિયત્રિંત રહે છે અને વજન વધતુ નથી

તમારા હાથને થોડું વળાંક આપી તેને પોઇન્ટ જુઓ. આ પ્રેશર પોઇન્ટ તમારી કોણીની બરાબર એક ઇંચની નીચે છે. આ પોઇન્ટને દરરોજ 2 થી 3 મિનિટ માટે અંગુઠાથી દબાવો. તે આંતરડાઓના કાર્યને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે, જે મેદસ્વીતા ઘટાડે છે. અંગૂઠાના મધ્ય ભાગમાં પ્રેશર પોઈન્ટમાં બીજી બાજુની આંગળીથી દબાવો. તે થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરે છે અને મેટાબોલિઝ્મને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઓછામાં ઓછા બે મિનિટ માટે દરરોજ આ સમયે દબાણ બનાવો.

Image Source

એક પૉઇન્ટ તમારા પગ પાસે પણ આવેલો છે જેને દબાવવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે. પગની ઘૂંટીથી 2 ઇંચ ઉપર આ પૉઇન્ટ મળશે જેને એક્યુપ્રેશર મુજબ દબાવવાનું છે. આ પૉઇન્ટને તમારે 1 મિનિટ સુધી દબાવી રાખવાનો છે અને પછી ધીમે રહીને છોડાવવાનો છે. આવું દિવસમાં 2-3 વખત કરી શકો છો. તમને યોગ્ય પરિણામ મળશે.

Image Source

આ સિવાય શરીરમાં ઘણા પ્રેશર પોઇન્ટ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે, તે કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે આ બધા મુદ્દાઓ પર દબાણ આપો. એક્યુપ્રેશરની કોઈ આડઅસર થતી નથી, તેથી જ્યાં સુધી તમે તેને કરવામાં આરામદાયક છો ત્યાં સુધી તે થવું જોઈએ. ધ્યાનમાં રાખો કે એક્યુપ્રેશર એ વજન ઘટાડવાની માત્ર એક પૂરક ઉપચાર છે, તેથી તમારે તેનો ઉપયોગ વર્કઆઉટ વિકલ્પ તરીકે ન કરવો જોઈએ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.