મનોરંજન

બોલીવુડની આ 8 અભિનેત્રીઓ જેમને લીધી માર્શલ આર્ટ્સ અને બોક્સિંગની લીધી છે તાલીમ

કોઈનામાં તાકાત નથી કે આ 8 અભિનેત્રીઓને હાથ પણ અડાડે, માર્શલ આર્ટ્સની તાલીમ લીધેલી છે

લોકડાઉન દરમિયાન આપણે ઘણા અભિનેતાઓને પોતાના જ ઘરની અંદર ફિટનેસ કરતા અને ચાહકો સાથે જોડાતા જોયા, બોલીવુડમાં ઘણા એવા અભિનેતાઓ છે

જેમને માર્શલ આર્ટ્સ અને બોક્સિંગની તાલીમ લીધી છે. માત્ર અભિનેતાઓ જ નહીં ઘણી અભિનેત્રીઓએ પણ માશર્લ આર્ટ્સ અને બોક્સિંગની તાલીમ લઇ ચુકી છે. આજે આપણે એવી કેટલીક અભિનેત્રીઓ જોઈશું.

Image Source

1. અસીન:
આમિર ખાન સાથે ફિલ્મ ગજનીમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી અસિને પણ કલારીપયત્તુની ટ્રેનિંગ લીધી છે. આ એક પ્રાચીન માર્શલ આર્ટ્સ ફોર્મ છે અને તેને આ તાલીમ કેરળના કલારીપયત્તુ ગુરુ પાસેથી મેળવી છે. તેને આ તાલીમ ફિલ્મ 19th સ્ટેપ માટે લીધી હતી.

Image Source

2. દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણે ફિલ્મ “ચાંદની ચોક ટૂ ચાઇના” માટે જુજિત્સુમાં તાલીમ લીધી હતી. તે જાપાનની માર્શલ આર્ટનો એક પ્રકાર છે. અક્ષય કુમાર તેની સાથે આ ફિલ્મમાં જોવા મળ્યો હતો અને દીપિકાએ આ ફિલ્મમાં તેના બધા જ સ્ટંટ કર્યા હતા.

Image Source

3. જેકલીન ફર્નાન્ડિઝ:
જેકલીન ફર્નાન્ડીઝે પણ અસિનની જેમ કલારીપયત્તુની તાલીમ લીધી છે. આ સિવાય તેણે પોતાની ફિલ્મ રેસ 3 માટે મિક્સ્ડ માર્શલ આર્ટ્સની તાલીમ પણ લીધી હતી. આ ફિલ્મમાં તે સલમાન ખાનની વિરુધ્ધ જોવા મળી હતી.

Image Source

4. પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડાએ તેની ફિલ્મ દ્રોણ માટે માર્શલ આર્ટ્સની તાલીમ લીધી હતી. આ સિવાય તેણે પોતાની ફિલ્મ મેરી કોમ માટે સખત તાલીમ પણ કરી હતી. કારણ કે ફિલ્મ પ્રખ્યાત બોક્સરના જીવન પર આધારીત હતી, પ્રિયંકાએ વ્યાવસાયિક સ્તરે ફિલ્મ માટે બોક્સિંગની તાલીમ લીધી હતી.

Image Source

5. નરગીસ ફાખરી:
ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂર સાથે કામ કરનારી અભિનેત્રી નરગીસ ફાખરીએ પણ તેના એક પ્રોજેક્ટ માટે Muay Thaiમાં તાલીમ લીધી હતી. તે કોમ્બેટ સ્પોર્ટ્સ છે અને તે થાઈ બોક્સિંગના નામથી પ્રખ્યાત છે.

Image Source

6. દિશા પટની:
દિશા પટની તેની ફલ્મોની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. તે છેલ્લા કેટલાક સમયથી જીમની સાથે બોક્સિંગ પર પણ ખૂબ ધ્યાન આપી રહી છે અને ઘણીવાર ટ્રેનર સાથેના તેના બોક્સીંગ સેશનના વીડિયો પણ વાયરલ થાય છે.

Image Source

7. શિલ્પા શેટ્ટી:
શિલ્પા શેટ્ટી 90 ના દાયકાની સૌથી પ્રભાવશાળી અભિનેત્રીઓમાંની એક છે. શિલ્પા તેની ફિટનેસ માટે ખૂબ જ પ્રખ્યાત રહી છે. શિલ્પાને કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મળી ગયો છે અને તેને ખૂબ જ નાનપણથી જ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ શરૂ કરી હતી.

Image Source

8. કંગના રનૌત:
કંગના રનૌતે ફિલ્મ ક્રિશ 2 માં કામ કરતા પહેલા માર્શલ આર્ટ્સ અને કિક બોક્સિંગની તાલીમ લીધી હતી. કંગનાએ આ ફિલ્મમાં ઘણાં એક્શન સિક્વન્સ હતાં અને તેને આ સુપરહિરો ફ્રેન્ચાઇઝ ફિલ્મમાં ઋત્વિક રોશન સાથે કામ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.