આ 5 અભિનેત્રીઓ કોરોના કાળમાં પ્રેગ્નન્ટ થઇ
2020નું વર્ષ દુઃખદ ભર્યું રહ્યું છે. 2020માં બોલીવુડમાં ઘણી દુઃખભરી ખબર સાંભળવા મળી છે. પરંતુ હવે બોલીવુડમાં ખુશખબરીની મોસમ આવી છે. ઘણા સિતારાઓ તેના ઘરમાં નાનકડા મહેમાનને વેલકમ કરશે. બોલીવુડની આ 5 એક્ટ્રેસ ‘માં’ બનવા જઈ રહી છે. હાલ તો આ એક્ટ્રેસ તેની જિંદગીમાં આવેલા ખુશનુમા મોડનો આનંદ માણી રહી છે.
આવો જાણીએ કોણ-કોણ એક્ટ્રેસ બાળકને જન્મ આપશે.
1.અનુષ્કા શર્મા
View this post on Instagram
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના માતા-પિતા બનવાની રાહ ફેન્સ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરીને વિરાટ અને અનુષ્કાએ આ ગુડ ન્યુઝને ફેન્સ સાથે શેર કર્યા હતા.
View this post on Instagram
પહેલી વાર માતા બનવા જઈ રહેલી અનુષ્કા તેની પ્રેગ્નેન્સીનો આનંદ માણી રહી છે. તે બેબી બંપ વાળી તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
2.કરીના કપૂર ખાન
સૈફ અલી ખાનની બેગમ કરીના કપૂર ખાન બીજી વાર માતા બનવા જઈ રહી છે. કરીનાને હાલ પાંચમો મહિનો ચાલી રહ્યો છે. આજકાલ કરીનાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો સાફ નજરે આવી રહ્યો છે.
View this post on Instagram
સૈફ અને કરીનાએ ઓગસ્ટ મહિનામાં ફેન્સ સાથે આ ખુશી શેર કરી હતી. આ કપલ જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બીજા બાળકનું સ્વાગત કરશે. સૈફ અને કરીના હાલ પટૌડી પેલેસમાં રહે છે. કરીના હાલ તેની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’ નું શૂટિંગ કરી રહી છે. કરીનાએ તેની પહેલી પ્રેગનેન્સી દરમિયાન પણ ઘણું કામ કર્યું હતું. કરીનાની પ્રેગ્નેન્સી ફેશન સ્ટાઇલ ચર્ચામાં રહે છે.
View this post on Instagram
3.અનિતા હસનંદાની
બૉલીવુડ અને ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની પહેલી વાર માતા બનવા જઈ રહી છે. અનિતા અને તેના પતિ રોહિત રેડ્ડીએ આ શાનદાર ખબરને અનોખા અંદાજમાં ફેન્સ સાથે શેર કરી હતી.
View this post on Instagram
અનિતા અને રોહિતએ એક વિડીયો બનાવ્યો હતો જેમાં ડેટિંગથી લઈને લગ્ન અને માતા-પિતા બનવા સુધીની સફરને દેખાડવામાં આવી છે.
4.અમૃતા રાવ
View this post on Instagram
લગ્નના ચાર વર્ષ બાદ એક્ટ્રેસ અમૃતા રાવ અને આર.જે અનમોલ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હાલમાં જ અમૃતા અને અનમોલ ખાર સ્થિતિ એક હોસ્પિટલની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
હોસ્પિટલની બહાર ઉભેલા અમૃતા અને અનમોલની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વ્હાઇટ ટી-શર્ટ અને શોર્ટ્સમાં અમૃતાનો બેબી બંપ તસ્વીરમાં નજરે આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ અમૃતા લોકડાઉન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ હતી. પરંતુ તેની પર્સનલ લાઈફને પ્રાઇવેટ રાખનારી અમૃતા અને અનમોલએ આ ગુડ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા ના હતા.
5.સાગરિકા ઘટગે
View this post on Instagram
‘ચક દે ઇન્ડિયા’થી દર્શકોના દિલમાં જગ્યા બનાવનારી સાગરિકા ઘટગે તેના પરિવાર સાથે આનંદ કરી રહી છે. રિપોર્ટ મુજબ, સાગરિકા અને ઝહીર ખાન તેના પહેલા બાળકને વેલકમ કરવાની તૈયારી કરી રહ્યા છે.
View this post on Instagram
પરંતુ આ કપલે હજુ સુધી આ ખબરને ઓફિશિયલ જાહેર નથી કરી. પરંતુ બંનેના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સાગરિકા હાલ પ્રેગ્નેન્ટ હોય પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.