મનોરંજન

આ 6 એક્ટ્રેસોને પસંદ ના આવી મનોરંજનની દુનિયા, ધર્મ માટે બોલીવુડને મારી લાત

સના ખાન સહીત આ 6 અભિનેત્રીઓએ બોલીવુડની રંગીન ગ્લેમર દુનિયાને ઠોકર મારી અને સંસ્કારી ધાર્મિક બની ગઈ, જુઓ કોણ કોણ છે લિસ્ટમાં

એક્ટ્રેસ સના ખાન આજકાલ તેના લગ્નને લઈને ચર્ચામાં છે. સના ખાને ઇસ્લામ ધર્મના પ્રચાર-પ્રસાર માટે ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી હતી. બોલીવુડની વાત કરવામાં આવે તો અહીં અલગ-અલગ દેશમાંથી કલાકારો કામ કરવા આવે છે.

બૉલીવુડ સ્ટારનું બ્રેકગ્રાઉન્ડ જાણવામાં આવે તો દરેક માણસ અલગ-અલગ રસ્તા પર ચાલીને અહીં પહોંચ્યો હોય છે. આ સિતારો પૈકી ઘણી બૉલીવુડ હસીનાઓ પણ છે જે કરિયર છોડીને આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગઈ છે. જાણો કોણ-કોણ છે એ બૉલીવુડ એક્ટ્રેસ જેને એક્ટિંગ છોડીને આધ્યામિક માર્ગ અપનાવ્યો છે.

1.બરખા મદાન

 

View this post on Instagram

 

A post shared by IFFSA Toronto (@iffsatoronto)

બરખા મદાનએ વર્ષ 1994માં મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકી છે. વર્ષ 2012માં તેને ફિલ્મની દુનિયાને છોડવાનો ફેંસલો કર્યો હતો. આ બાદ તે બૌદ્ધ ધર્મની નન બની ગઈ હતી. બરખા મદાનને બૌદ્ધ ધર્મએ ઘણી પ્રભાવિત કરી હતી. ત્યારથી તે નન તરીકેની જિંદગી જીવી રહી છે.

2.સના ખાન

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

બિગ બોસથી નામ કમાનાર બોલિવૂડ અભિનેત્રી સના ખાને ગોવા, હલ્લા બોલ, જય હો જેવી તમામ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણીએ આ ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે, તે કેટલીક ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

ત્યારબાદ અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે કાયમ માટે બોલિવૂડની ચમકતી દુનિયાને અલવિદા કહી દીધું છે. સના ખાને નક્કી કર્યું હતું કે હવે તે ભગવાનના માર્ગે ચાલશે અને માનવતા માટે કામ કરશે. સના ખાને ગુજરાતના મૌલાના મુફ્તી અનસ સાથે નિકાહ કર્યા છે.

3.અનુ અગ્રવાલ

 

View this post on Instagram

 

A post shared by Rahul Roy (@officialrahulroy)

અનુની ફીચર ફિલ્મ ‘આશિકી’તો બધાએ જોઈ જ હશે. આ ફિલ્મમાં તેના રોલની ઘણી તારીફ કરવામાં આવી હતી. એક ઘટનાંને કારણે અનુની જિંદગી બદલાઈ ચુકી હતી. આ ફિલ્મમાં તે આત્મવિશ્વાસથી ભરપૂર લાગી રહી હતી. તેનો આત્મવિશ્વાસ જોઈને લાગતું હતું કે, તે બોલીવુડમાં કામ કમાશે પરંતુ સમયને આ મંજુર ના હતું. ધીમે-ધીમે અનુ અસફળ થવા લાગી હતી.

આ અસફળતાનું કારણ તેની પસંદ કરેલી ગંદી ફિલ્મની વાર્તાઓ હતી. તેની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો હતો આ કારણે લઈને હંમેશા માટે બોલીવુડને ટાટા- બાય-બાય કહી દીધું હતું. આ બાદ તે યોગા કરવા લાગી હતી. કહેવામાં આવે છે કે, 1996માં તેને બૉલીવુડ છોડી દીધું હતું. આ બાદ તે ગરીબ બાળકોને યોગ શીખવવા લાગી હતી.

4.મમતા કુલકર્ણી

90ના દાયકાની બૉલીવુડ એક્ટ્રેસ મમતા કુલકર્ણી તેની બોલ્ડ અદાઓથી દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. મમતાએ ફોટોશૂટ કરીને તહેલકો મચાવી દીધો હતો. જ્યારે પણ મમતા કુલકર્ણીનું નામ આપણા મગજમાં આવે છે ત્યારે આશિક આવારા (1993), વક્ત હમારા હૈ (1993), ક્રાંતિવીર (1994), કરણ અર્જુન (1995) જેવી ફિલ્મ્સના સીન ચાલવા લાગે છે, જેમાં તે બહેતરીન એક્ટિંગથી લોકોને દીવાના બનાવી દીધા હતા. મમતા કુલકર્ણીએ સફળ કારકિર્દી મેળવી હતી.

મમતાનું નામ અંડર વર્લ્ડ ડોન છોટા રાજન સાથે પણ જોડાયું હતું.પરંતુ થોડા સમય બાદ તેનું નામ ડ્રગ તસ્કરી કરતા વિજય ગોસ્વામી સાથે જોડાઈ ગયું હતું. આ બાદ મમતાએ બોલીવુડ સાથેના સંબંધોને સમાપ્ત કરીને આધ્યાત્મિકતા સ્વીકારવાનું નક્કી કર્યું હતું. 2013 માં પ્રકાશિત થયેલી તેની ઓટો બાયોગ્રાફી ઓફ યોગીનમાં તેને બોલિવૂડનો ત્યાગ કરવા અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાનાં કારણો આપ્યા હતા.

5.જાયરા વાસીમ

જાયરા વસીમને આપણે દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર જેવી ફિલ્મોથી જાણીએ છીએ જેમાં તેણે ત્રણ ખાન પૈકી એક આમિર ખાન સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મોમાં તેણે બાળ કલાકારોની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેમની અભિનય કુશળતાથી તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. 2019 માં કંઈક એવું બન્યું કે, જાયરા વસીમે ફિલ્મ ઉદ્યોગ છોડી દેવાનું નક્કી કર્યું. આ નિર્ણયથી દરેક વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા. કેટલાક લોકોએ એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય માટે કટ્ટરપંથી સંસ્થા જવાબદાર છે.

જોકે, જાયરાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. આ સાથે જ જવાબમાં તેણે કહ્યું કે તેને આ વ્યવસાયથી આનંદ નથી મળી રહ્યો અને આ વ્યવસાય તેના ધર્મના પાલન કરવામાં અવરોધો લાવી રહ્યો છે. જાયરા છેલ્લે ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી.

6.સોફિયા હયાત

 

View this post on Instagram

 

A post shared by Sofia Hayat (@sofiahayat)

મલ્ટિ-ટેલેન્ટેડ સોફિયા એક ગાયક, અભિનેત્રી અને લોકપ્રિય ટીવી પર્સનાલિટી હતી. તાજેતરમાં જ તેણે સુશાંત સિંહ રાજપૂત માટે અવાજ ઉઠાવ્યો હતો અને બિગ બોસનો બહિષ્કાર કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. જોકે તે પોતે બિગ બોસ સીઝન 7 ની સ્પર્ધક રહી ચૂકી છે. રિલેશનશિપમાં દગો થવાને કારણે તેણે સાધ્વી બનવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે પોતાનું નામ પણ બદલ્યું હતું. આધ્યાત્મિકતા અપનાવીને તે સોફિયા હયાતની બદલે Gaia Sofia Mother બની છે. સોફિયા ખુદને નન બતાવે છે.