ભારતીય ટીવી જગતની લોકપ્રિય ધારાવાહિક મહાભારતનું પહેલીવાર પ્રસારણ 1988માં શરૂ થયું હતું, લોકડાઉનમાં મહાભારતનું પુનઃ પ્રસારણ પણ કરવામાં આવ્યું, અને દર્શકોએ તેને ખુબ જ મોટા પ્રમાણમાં નિહાળ્યું પણ ખરું મહાભારત બાદ નાના પડદા પર ઘણી અભિનેત્રીઓ દ્વારા દ્રૌપદીનો અભિનયકરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ આ અભિનયમાં સૌથી વધુ કોને પસંદ કરવામાં આવ્યા અને કી અભિનેત્રી ફ્લોપ રહી.

1. રૂપા ગાંગુલી:
મહાભારતમાં દ્રૌપદીનો મહત્વપૂર્ણ અભિનય રૂપા ગાંગુલીએ નિભાવ્યો હતો. રૂપાએ પોતાના દમદાર અભિનય દ્વારા દર્શકોના દિલ જીત્યા હતા. તેના અભિનયને દર્શકોએ ખુબ જ પસંદ કર્યો હતો અને તેને આ અભિનય દ્વારા ખુબ જ નામના પણ મળી હતી.

2. ફાલ્ગુની પરીખ
રામાનંદ સાગર રામાયણ બાદ 1993માં “શ્રી કૃષ્ણા” ધારાવાહિક બનાવી, આ ધારાવાહીકની અંદર અભિનેત્રી ફાલ્ગુની પરીખે દ્રૌપદીનો અભિનય કર્યો હતો. દર્શકો દ્વારા આ ધરાવાહિકની સાથે દ્રૌપદીના અભિનયને ખુબ જ પસંદ પણ કરવામાં આવ્યો હતો.

3. અશ્વિની કાલસેકર:
1997માં “એક ઔર મહાભારત”નું પ્રસાર કરવામાં આવ્યું હતું. આ ધરાવાહિકને ચન્દ્રપ્રકાશ દ્વિવેદીએ નિર્દેશિત કરી હતી. જેની અંદર અશ્વિની કાલસેકર દ્વારા દ્રૌપદીનો અભિનય કરવામાં આવ્યો હતો. પરંતુ આ શોની અંદર દર્શકોને તેનો અભિનય ખાસ પસંદ આવ્યો નહોતો.

4. મૃણાલ કુલકર્ણી:
વર્ષ 2001માં નાના પડદા ઉપર આવેલી “દ્રૌપદી” ધારાવાહિકમાં દ્રૌપદીનો અભિનય પ્રખ્યાત અભિનેત્રી મૃણાલ કુલકર્ણીએ કર્યો હતો. આ સિવાય પણ તે ઘણી ધારાવાહિકમાં નજર આવી ચુકી છે પરંતુ “દ્રૌપદી” ધારાવાહિકમાં તેનો અભિનય દર્શકોને ખુબ ગમ્યો હતો. અને તેને આ અભિનય દ્વારા સારી નામના પણ મળી હતી.

5. અનિતા હસનંદાની:
એકતા કપૂરે પણ વર્ષ 2008માં ધારાવાહિક “કહાનિયા હમારે મહાભારતકી” પ્રસારિત કરી હતી જેની અંદર અનિતા હસનંદાની દ્રૌપદીના પાત્રમાં જોવા મળી હતી. આ ધારાવાહિકમાં બધા જ અભિનેતાઓનો દેખાવ મોર્ડન રાખવામાં આવ્યો હતો, દ્રૌપદીના ખભા ઉપર પણ ટેટુ બનાવવામાં આવ્યું હતું, જેના કારણે દર્શકોએ આ ધરાવાહિકની ખુબ જ આલોચના કરી હતી.

6. પૂજા શર્મા:
વર્ષ 2013માં સ્ટાર પલ્સ ઉપર “મહાભારત”નું પ્રસારણ થયું. આ ધારાવાહિકમાં દ્રૌપદીના અભિનયમાં અભિનેત્રી પૂજા શર્મા હતી. તેના અભિનયને પણ દર્શકોએ ખુબ જ પસંદ કર્યો. તેના કરિયરને દ્રૌપદીના આ અભિનય દ્વારા સારો ફાયદો મળ્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.