મનોરંજન

આ 5 અભિનેત્રીઓએ જણાવ્યું કે લગ્નની કોઈ ઉંમર નથી હોતી, કોઈએ 40 વર્ષે તો કોઈએ 60 વર્ષે ફર્યા સાત ફેરા

અરરર….4 નંબર કપલે તો વૃદ્ધ અવસ્થામાં લગ્ન કર્યા

પ્રેમ, ઇશ્ક, લવ આ બધાની છેલ્લી મંજિલ લગ્ન જ હોય છે.  દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જિંદગીમાં તેના લગ્ન એકવાર તો જરૂર થાય અને તે પણ તેની પ્રેમી અથવા પ્રેમિકા સાથે. પરંતુ લગ્ન કરતા પહેલા બધાને સપના હોય છે કે તે પોતાની મંજિલ મેળવી લે, પોતાનું કરિયર સારું બનાવી લે અને પછી તે લગ્ન કરે. આમ કરિયર બનાવવામાં કયારેક ક્યારેક ઉંમર પણ નીકળી જાય છે પણ એવું માનવામાં આવે છે કે પ્રેમમાં ઉંમર માત્ર એક નંબર જ છે અને તે સાચું છે. બોલિવૂડની આ અભિનેત્રીઓએ સાબિત કર્યું છે કે ઉંમર તો માત્ર નંબર છે અને લગ્ન કરવાની કોઈ ફિક્સ ઉંમર નથી હોતી.

1. મનીષા કોઈરાલા:

Image Source

મનીષા કોઇરાલાએ 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તેમને નેપાળના બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. આમ છતાં પણ બંનેના લગ્ન લાંબા સમય સુધી ચાલી શક્યા નહીં અને બે વર્ષ પછી એટલે કે એ 2012માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

2. પ્રીતિ ઝિન્ટા:

Image Source

બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ઘણા લાંબા સમયથી બિઝનેસમેન નેસ વાડિયાને ડેટ કરી રહી હતી. અંતે તેને 29 ફેબ્રુઆરી 2016 લગ્ન કર્યા. લગ્ન સમયે પ્રીતિની ઉંમર 41 વર્ષની હતી.

3. ઉર્મિલા માતોડકર:

Image Source

‘રંગીલા’, ‘જુદાઈ’ જેવી બોલિવૂડની ફિલ્મમાં કામ કરનારી અભિનેત્રી ઉર્મિલાએ 42 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. ઉર્મિલાએ બિઝનેસમેન અને મોડલ મોહસિન અખ્તર સાથે લગ્ન કર્યા હતા. ઉર્મિલાના લગ્ન પણ ગુપચુપ રીતે થયા હતા. તેમની લગ્નની તસ્વીરો આવી ત્યારે લોકોને ખબર પડી હતી કે તેમને લગ્ન થઇ ગયા છે.

4. સુહાસિની મુલે:

Image Source

બોલિવૂડની ફેમસ અભિનેત્રી સુહાસિની ઘણા લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતી. પરંતુ 1990માં તેમનો સંબંધ તૂટી ગયો. પછી લાંબા સમય સુધી તેઓ સિંગલ રહી. તેના પછી 16 જાન્યુઆરી 2011માં સુહાસિનીએ અતુલ ગુડ્ડુ સાથે લગ્ન કરી લીધા. લગ્ન સમયે સુહાસિની અને અતુલ બંનેની ઉંમર 60 વર્ષ કરતા વધારે હતી.

5. નીના ગુપ્તા:

Image Source

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બધાઈ હો’થી ચર્ચામાં છવાયેલી અભિનેત્રી નીના ગુપ્તાનું જીવન કાયમ ચર્ચામાં જ રહ્યું છે. નીના એ 54 વર્ષની ઉંમરે વર્ષ 2008માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નીનાએ ઘણા લાંબા સમય સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટર વિવિયન રિચાર્ડને ડેટ કર્યું હતું.