ફિલ્મી દુનિયા

બોલીવુડમાં કામ કરવું આ 5 અભિનેત્રીઓ પડ્યું હતું ભારે, કામના બદલામાં મળી હતી શારીરિક સંબંધો બાંધવાની ઓફર

શરમજનક: રાત ગુજારવાની શરત પર મળી કામની ઓફર, આ 5 હસીનાઓ થઇ છે કાસ્ટિંગ કાઉચની શિકાર

ફિલ્મી દુનિયા જેટલી સારી લાગે તેટલી જ વધારે ડરામણી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અને થોડા વર્ષો પહેલા ચાલેલા #MeeToo કેમપેઇન અંતર્ગત ઘણી અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચ બન્યાની ફરિયાદ કરી હતી.

બોલીવુડમાં કામ મેળવવું પણ એટલું સરળ નથી. ઘણા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર એવા હોય છે જે કામના બદલમાં કંઈક આશાઓ રાખે છે, ખાસ અભિનેત્રીઓ માટે કામના બદલમાં તેમના શરીરની માંગણી કરે છે. આજે અમે તમને એવી જ 5 અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમને કામના બદલામાં શારીરિક સંબંધો બાંધવાની વાત કહેવામાં આવી હતી.

Image Source

1. કલ્કિ કોચલન:
બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવનાર અભિનેત્રી કલ્કિ કોચલન ડાયરેક્ટર અનુરાગ કશ્યપની પહેલી પત્ની હતી. તેને પણ જણાવ્યું હતું કે પોતાના કેરિયરમા તેને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેને કહ્યું હતું કે “હું ભારતમાંથી નથી તો મારો સરળતાથી ફાયદો ઉઠાવીને મારુ શોષણ કરી લેશે.” પરંતુ તેને ક્યારે સમજોતો ના કર્યો.

Image Source

2. સુરવીન ચાવલા:
સુરવીન ચાવલા બૉલીવુડ, ટીવી શો અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચુકી છે. સાથે જ તેને એ વાત પણ જણાવી હતી કે તેને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું પડ્યું હતું.  પરંતુ તેને આમ કરવાથી ચોખ્ખી ના પડી દીધી હતી. જો કે તેને બોલીવુડમાં આવા મુદ્દાઓનો સામનો નથી કર્યો.

Image Source

3. રાધિકા આપ્ટે:
બોલીવુડની ટેલેન્ટેડ અભિનેત્રીઓમાંની એક અભિનેત્રી રાધિકા આપ્ટેએ બૉલીવુડ સાથે તમિલ, બંગાળી, તેલુગુ અને મલિયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2018માં આવેલી ફિલ્મ પેડમેન દ્વારા તેને ખ્યાતિ મળી. રાધિકાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને કાસ્ટિંગ કાઉચનું શિકાર થવું પડ્યું હતું.

Image Source

4. એલી અવરામ:
એલી અવરામે પણ જણાવ્યું હતું કે કરિયરની શરૂઆતના દિવસોમાં નિર્દેશકોએ તેને પોતાની સાથે સુવા માટે ઈશારો કર્યો હતો. સાથે જ તેને બોડી શેમિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. અને ઘણી જ નાની હોવાના કારણે તેને કહેવામાં આવ્યું હતું કે તે અભિનેત્રી નહીં બની શકે.

Image Source

5. ટીસ્કા ચોપડા:
ટીસ્કા ચોપડાએ બોલીવુડની ઘણી બધી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. એ સાથે જ તે હાલમાં ઘણી વેબ સિરીઝમાં પણ નજર આવી ચુકી છે. ટીસ્કાએ જાહેરમાં જ એક વાત જણાવી હતી કે તેને પોતના કેરિયરની શરૂઆતમાં એક ફિલ્મમાં કામ કરવા માટે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.