મલાઇકા અરોરા અને જાહ્નવીથી લઇને ફાતિમા, કુબ્રા સેઠ સુધી જીમ બહાર સ્ટાઇલિશ લુકમાં સ્પોટ થઇ અભિનેત્રીઓ

જીમ બહાર શોર્ટ્સમાં દેખાઇ ફાતિમા તો કુબ્રાએ માસ્ક પહેરી આપ્યા પોઝ, બધી વખતની જેમ મલાઇકા અને જાહ્નવીએ ખેચ્યુ ધ્યાન

બોલિવુડ અભિનેત્રીઓ સ્ટનિંગ અને બોલ્ડ દેખાવવા સાથે સાથે તેમની હેલ્થનું ખૂબ ધ્યાન રાખે છે. અભિનેત્રીઓને અવાર નવાર જીમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવતી હોય છે. અભિનેત્રીઓ જીમમાં ખૂબ પરસેવો પાડે છે. બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા અને જાહ્નવી કપૂરને તો ઘણીવાર જીમ બહાર સ્પોટ કરવામાં આવે છે. તે બંનેના જીમ લુક સોશિયલ મીડિયા પર ખૂબ છવાઇ જતા હોય છે.

ત્યારે હાલમાં આ દિવસોમાં  આ અભિનેત્રીઓ ઉપરાંત કુબ્રા સેઠ અને ફાતિમા સના શેખને પણ સ્પોટ કરવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તો આવો જોઇએ આ અભિનેત્રીના લુક અને તેમની સ્ટાઇલિશ અને બોલ્ડ તસવીરો.

1.મલાઇકા અરોરા : મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. બધી વખતની જેમ ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તે ક્રોપ ટોપ અને જેગિંગમાં જોવા મળી હતી.

2.જાહ્નવી કપૂર : બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જીમ બહાાર જાહ્નવીનો દર વખતની જેમ બોલ્ડ અને ગોર્જિયસ અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે વ્હાઇટ શર્ટ સાથે બ્લૂ પેંટ પહેર્યુ હતુ.

3.ફાતિમા સના શેખ : ફાતિમા સના શેખ બોલિવુડની ખૂબસુરત અભિનેત્રીઓમાંની એક છે. ફાતિમાને અભિનયની દુનિયામાં આમિર ખાનની ફિલ્મ “દંગલ”થી ઓળખ મળી હતી. ફાતિમા તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. “દંગલ”ની સફળતા બાદ ફાતિમા સના શેખે આમિર ખાન સાથે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન”માં કામ કર્યું હતુ. ફાતિમાને પણ હાલમાં જીમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેનો ખુલ્લા વાળ અને મીની શોર્ટ્સમાં કેઝ્યુઅલ લુક જોવા મળ્યો હતો.

4.કુબ્રા સેઠ : અભિનેત્રી કુબ્રા સેઠ વ્હાઇટ ટોપ અને બ્લેક જેગિંગમાં નજર આવી હતી. આ લુક સાથે તેણે લો બન અને માસ્ક પહેર્યુ હતુ. તે કેમેરા સામે આ દરમિયાાન જોઇ પોઝ પણ આપી રહી હતી.

Shah Jina