આ 5 તસ્વીરો જોઈને લોકોના હોંશ ઉડી ગયા, બોલ્યા કે અરરર સાવ આવા ડ્રેસ હોય
બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમના સુંદર દેખાવ અને અભિનયના કારણે તે આજે બોલીવુડમાં રાજ કરે છે. તેમની સ્તાઈલ અને તેમની ફેશનના લોકો દીવાના હોય છે. પરંતુ તમને કદાચ ખબર નહિ હોય કે આવી ફેશનેબલ અભિનેત્રીઓની વચ્ચે કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમને ફેશન વિશેની ઊંડી સમજ જ નથી અને તે ગમે ત્યાં કંઈપણ પહેરીને ચાલી જાય છે. જેના કારણે તેમને ટ્રોલ પણ થવું પડે છે. કેટલાક લોકો તો તેમની તસવીરો જોઈને કોમેન્ટ પણ કરે છે કે :હવે તો ચેન્જ લાવો મેડમ” તમને નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. ચાલો જોઈએ એવી કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓ વિશે.
1. ઉર્વશી રૌતેલા:

સ્ટાઈલિશ દેખાવવાના ચક્કરમાં ઘણીવાર ઉર્વશી રૌતેલા પોતાના ડ્રેસિંગ સેન્સમાં એક્સપિરિયન્સ કરવાનો નથી ભૂલતી. પરંતુ તે ઘણીવાર એ ભૂલી જાય છે કે તે કઈપણ પહેરે તેને સારું જ લાગવાનું છે, દર વખતે આ એક્સપિરિયન્સ કરવાની જરૂર નથી હોતી.
2. રાની મુખર્જી:

અભિનેત્રી રાની મુખર્જી બોલીવુડની સફળ અભિનેત્રી છે. તેનો અભિનય પણ બધાને પસંદ આવે છે. પરંતુ એટલો જ ખરાબ તેનો ડ્રેસિંગ સેન્સ છે. તે કોઈપણ સમારંભમાં કંઈપણ પહેરીને ચાલી જાય છે. જેના કારણે તેના ડ્રેસિંગ સેન્સને લઈને ઘણા લોકો કોમેન્ટ પણ કરતા હોય છે. ઘણીવાર તો એવી પણ લાગે છે કે તે નાઈટ ડ્રેસ પહેરીને ચાલી આવી છે. ઘણીવાર તો તે જે સાડી પહેરે છે તેની પસંદગી પણ એટલી ખરાબ હોય છે કે લોકો કહેવા મજબુર થઇ જાય છે, કે પસંદ બદલી લે અથવા પોતાને બદલી લે.
3. વિદ્યા બાલન:

વિદ્યા બાલન પણ અભિનયમાં અવ્વલ છે. પરંતુ તેને પહેરેલી બોરિંગ સાડી લુકમાં એવી કોઈ વાત નથી હોતી કે લોકો તેના ડ્રેસિંગ સેન્સની પ્રસંશા કરે. તેને વેસ્ટર્ન ડ્રેસ પણ સારા નથી લાગતા અને ના તો તેને આવી ફેશન સેન્સ છે.
4. નેહા ધૂપિયા:

નેહા ધૂપિયા પણ હંમેશા અલગ અલગ કારણોને લઈને ટ્રોલ થતી જોવા મળે છે. ઘણીવાર તે તેની કૉમેન્ટને લઈને તો ઘણીવાર તેના ડ્રેસિંગ સેન્સને લઈને ટ્રોલ થયા જ કરે છે.
5. સોનાક્ષી સિંહા:

સોનાક્ષી ફિલ્મોમાં તો વધારે કઈ કરી નથી શકી પરંતુ ફેશન વર્લ્ડમાં પોતાના ખરાબ ડ્રેસિન્ગ સેન્સને લઈને ચર્ચામાં આવે છે. કોઈપણ ઇવેન્ટમાં તે ક્યારેય નોર્મલ નથી લાગતી. એવું લાગે છે કઈ વધારે પડતું કરવાના ચક્કરમાં તે ડિસ્કો બોલ બનીને આવી જાય છે. તો કયારેક જોકર જેવા કપડામાં પણ જોવા મળે છે. જેને લઈને પણ તે ટ્રોલ થાય છે.