કોઈકે પ્રેગ્નેન્સીમાં ગુમાવ્યુ બાળક તો કોઈએ પેદા ના કર્યુ સંતાન, ક્યારેય માતા બની શકી નહિ આ 6 અભિનેત્રીઓ
કહેવામાં આવે છે કે માતા બનવું એ દરેક મહિલાનું સપનું હોય છે. બોલિવૂડમાં અભિનેત્રીઓની વાત કરીએ તો ઘણી અભિનેત્રીઓએ માતા બન્યા પછી ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું તેમજ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જે ક્યારેય માતા બની શકી નહિ. તેમજ કેટલીક અભિનેત્રીઓએ સ્વેચ્છાથી માતા બનવાની ના પડી તો કેટલીકનું મિસકેરેજ થઇ ગયું. આજે અમે જણાવીશું એવી અભિનેત્રીઓ વિશે જે ક્યારેય માતા બની શકી નહિ.
1. મીના કુમારી : મીના કુમારીએ કમલ અમરોહી સાથે લગ્ન કર્યા હતા પણ મીનાએ શરત રાખી હતી કે તે ક્યારેય માતા બનશે નહિ. માતા બન્યા વગર જ મીના કુમારીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
2. મધુબાલા : મધુબાલાએ વર્ષ 1960માં કિશોર કુમાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી મધુબાલાને દિલની બીમારી થઇ ગઈ હતી અને ડોકટરે પ્રેગ્નેન્સી માટે વિચારવાની ના પડી હતી. માતા બન્યા વગર જ મધુબાલાએ વર્ષ 1969માં દુનિયાને અલવિદા કહી દીધું હતું.
3. સાયરા બાનો : સાયરા બાનોએ દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા બાદ પ્રેગ્નેન્ટ તો થઇ હતી પરંતુ તેનું મિસકેરેજ થઇ ગયું હતું. તેના પછી સાયરા બાનો ક્યારેય માતા બની શકી નહિ. તેણે અલ્લાહની મરજી સમજીને પોતાને સમજાવી લીધી હતી.
4. સાધના શિવદાસાની : કરિશ્મા કપૂરની માસી અને તેના જમાનાની મશહૂર અદાકારા રહેલી સાધના પણ ક્યારેય માતા બની શકી નહિ.
5. શબાના આઝમી : શબાના આઝમીએ જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શબાના આઝમીએ માતા ના બનવાનો નિર્ણય લીધો હતો. જોકે તેના સૌતેલા છોકરા ફરહાન અને ઝોયાને જ પોતાના બાળકો માની લીધા હતા.
6. સંગીતા બિજલાની : સંગીતા બિજલાનીએ છુટાછેડા લીધેલા ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હત. લગ્ન કર્યાના થોડાક વર્ષો પછી બંને અલગ થઇ ગયા હતા પરંતુ સંગીતા ક્યારેય માતા બની શકી નહિ.