મનોરંજન

કરીનાથી લઈને ઐશ્વર્યા રાય સુધી, પ્રેગનેંન્સીમાં ઓછી ગ્લેમરસ નથી દેખાઈ 10 એક્ટ્રેસ, લુક જોઈને દીવાના થઇ જશો

પ્રેગ્નન્સીમાં જગજાહેર બેબી બમ્પ દેખાડ્યો આ 10 અભિનેત્રીઓએ

થોડા સમય પહેલા કરીના કપૂર અને અનુષ્કા શર્માઆ તેની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. કરીના બીજીવાર માતા બનવા જઈ રહી છે. તો બીજી તરફ અનુષ્કાનું આ પહેલું બાળક છે. બંને એક્ટ્રેસ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે બાળકને જન્મ આપશે.

કરીના પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ કામ પર પરત ફરી રહી છે. હાલ તો કરીના મુંબઈમાં એસાઇમેન્ટ પુરા કરી રહી છે. આ મહિનાના અંતમાં દિલ્લી જઈને આગામી ફિલ્મ ‘લાલસિંહ ચડ્ડા’ નું શૂટિંગ કરશે. અનુષ્કા હાલ તો ઘરે આરામ કરી રહી છે. જણાવી દઈએ કે, પ્રેગનેન્સી દરમિયાન એક્ટ્રેસો બેહદ ગ્લેમરસ નજરે આવી હતી.

પ્રેગનેન્સી દરમિયાન પણ એક્ટ્રેસો એ તેના ફેશન અને લુક્સ માટે કોઈ કસર છોડી ના હતી.
ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂરથી લઈને શિલ્પા શેટ્ટી અને કાજોલ જેવી એક્ટ્રેસ પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળી હતી.

Image source

કરીના કપૂરે પ્રેગનેન્સી દરમિયાન બેબી બમ્પ સાથે રેમ્પ વોક કર્યું હતું. આ બાદ અનેક ફોટોશૂટ કરાવ્યા હતા. આ શૂટમાં કરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Image source

કરીનાની જેમ તેની નણંદ સોહા અલી ખાન પણ પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી હતી. તેણે પોતાના ઘણા ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. આ સમય દરમિયાન સોહા અનેક ઇવેન્ટ્સમાં પણ જોવા મળી હતી.

Image source

શિલ્પા શેટ્ટીએ ક્યારેય તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કર્યો ના હતો. શિલ્પા પ્રેગનેન્સી દરમિયાન પતિ રાજ કુંદ્રા સાથે અનેક ઇવેન્ટ્સમાં શાનદાર આઉટફિટમાં નજરે ચડી હતી.

Image source

સમીરા રેડ્ડીએ કમાલ જ કર્યો હતો. સમીરાએ પહેરીને અંડરવોટર ફોટોશૂટ પહેર્યું હતું. સમીરા પ્રેગનેન્સી દરમિયાન ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ અંદાજમાં નજરે આવી હતી.

Image source

કરિશ્મા કપૂર પણ બેબી બમ્પ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી. પ્રેગનેન્સી દરમિયાન કરિશ્મા ઘરે બેસવાને બદલે ઘણા કાર્યક્રમોમાં શામેલ થઇ હતી. કરિશ્મા બેબી બમ્પ સાથે ઘણા સ્ટાઇલિશ આઉટફિટમાં નજરે આવી હતી.

Image source

ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેગનેન્સી દરમિયાન કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. આ સમય દરમિયાન તેણે ઘણા બહેતરીન ગાઉન પણ પહેર્યા હતા.

Image source

ટ્વિંકલ ખન્ના પ્રેગનેન્સી દરમિયાન બેબી બમ્પ સાથે ઘણી ઇવેન્ટ્સ અને શોમાં નજરે આવી હતી. ટ્વિન્કલે બેબી બમ્પ સાથે પણ ઘણા પોઝ આપ્યા હતા.

Image source

જેનીલિયા ડિસોઝાએ બેબી બમ્પ સાથે ઘણા શો અને ઇવેન્ટ્સમાં ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.

Image source

કાજોલ પ્રેગનેન્સી પિરિયડની મજા પણ લેતી હતી. તેને બેબી બમ્પ સાથે એકથી એક ચડિયાતા લુકમાં જોવા મળી હતી.

Image source

લારા દત્તા બેબી બમ્પ સાથે શોર્ટ ડ્રેસ કેરી કરતી હતી. આ ડ્રેસમાં તે એકદમ બોલ્ડ અને ખુબસુરત લાગી રહી હતી.