જીવનશૈલી મનોરંજન

ટીવી જગતની તે 12 અભિનેત્રીઓ, જેને પોતાના પહેલા લગ્ન પર થાય છે અફસોસ

લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જેમાં માત્ર બે વ્યક્તિનું જ નહિ પણ મેં મન અને આત્માનું પણ મિલન થાય છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા મજબૂત લગ્ન બન્યા છે જેને લોકો આજે એક પ્રેમની મિસાલ માને છે. જ્યારે અમુકના જીવનમાં એવું પણ થયું કે તેઓને પોતાના પાર્ટનર સાથે પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો,

લગ્ન પણ થયા પણ અમુક જ સમયમાં અલગ પણ થઇ ગયા. આવી અભિનેત્રીઓ જો કે બીજા લગ્ન કરીને સુખી જીવન વિતાવી રહી છે પણ પોતાના પહેલા લગ્ન પર ખુબ જ અફસોસ કરી રહી છે.

Image Source

1. રેણુકા શહાણે:
‘રંગોલી’ શો ની ફેમસ રહી ચુકેલી અભિનેત્રી રેણુકા શહાણેએ પહેલા મરાઠી થીએટર અને ડાયરેક્ટર વિજય કેનકરે સાથે લગ્ન કર્યા હતા, પણ લગ્ન કઈ ખાસ ટકી ન શક્યા અને છૂટાછેડા થઇ ગયા, જેના પછી ણુકાએ અભિનેતા આશુતોષ રાણા સાથે વર્ષ 2001 માં લગ્ન કર્યા હતા. આજે બંન્ને સુખી જીવન વિતાવી રહ્યા છે.

Image Source

2. ગૌતમી:
ગૌતમીએ પહેલી વાર કમર્શલ ફોટોગ્રાફર મધુર શ્રોફ સાથે લગ્ન કર્યા હતા પણ અમુક જ સમયમાં બંન્નેના છૂટાછેડા થઇ ગયા. ‘ઘર એક મંદિર’ શો દરમિયાન ગૌતમી રામ કપૂરને મળી અને વર્ષ વર્ષ 2003 માં લગ્ન કર્યા હતા. આજે બંને સુખી જીવન વિતાવી રહ્યા છે.

Image Source

3. અર્ચના પૂરણ સિંહ:
અર્ચના પૂરણ સિંહના પહેલા લગ્ન અસફળ રહ્યા હતા, જેના પછી તેણે બીજા લગ્ન વિશે વિચાર્યું પણ ન હતું. પણ અર્ચના અને પરમીત સેઠી એકબીજાને જોતા જ પસંદ કરવા લાગ્યા હતા અને 4 વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા પછી વર્ષ 1992 માં લગ્ન કર્યા હતા. અર્ચના પરમીત કરતા ઉંમરમાં 7 વર્ષ મોટી છે.

Image Source

4. જેનિફર વિંગેટ:
ટીવી અભિનેત્રી જેનિફર વિંગેટે પ્રોફેશનલ જીવનમાં ખુબ કામિયાબી મેળવી પણ પર્સનલ જીવનમાં માત્ર ઠોકરો જ મળી. વર્ષ 2012 માં જેનિફરે અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જો કે આ કરનના બીજા લગ્ન હતા. લગ્ન લાંબા સમય સુધી ટકી ન શક્યા અને બંનેએ છૂટાછેડા લઇ લીધા. કરને એવું પણ કહ્યું હતું કે જેનિફર સાથે લગ્ન કરવા તેની સૌથી મોટી ભૂલ હતી. જેના પછી કરન સિંહે બિપાશા બાસુ સાથે લગ્ન કરી લીધા અને જેનિફર એકલી જ પોતાનું જીવન વિતાવી રહી છે.

Image Source

5. અશ્વિની કલસેકર:
અશ્વિની કલસેકરે વર્ષ 1998 માં નિતેશ પાંડે સાથે લગ્ન કર્યા હતા પણ 2002 માં છૂટાછેડા લઇ લીધા, જેના પછી અશ્વિનીએ વર્ષ 2009 માં પોતાના સાથી કલાકાર મુરલી શર્મા સાથે લગ્ન કર્યા હતા. આજે તેઓ સુખી જીવન વિતાવી રહ્યા છે.

Image Source

6.રશ્મિ દેસાઈ:
રશ્મિ દેસાઈ અને નંદીશ સિંધુની મુલાકાત સિરિયલ ‘ઉતરન’ના સેટ પર થઇ હતી. જેના પછી બંન્ને એકબીજાની નજીક આવી ગયા અને વર્ષ 2012 માં લગ્ન કરી લીધા, પણ લગ્ન કઈ ખાસ ન ટક્યા અને વર્ષ 2015 માં અલગ થઇ ગયા. ચર્ચાએ પણ થઇ હતી કે તે સમયે નંદીશ કોઈ બીજી મહિલાને ડેટ કરી રહ્યા હતા. જેના પછી બિગ બૉસ -13 ના સેટ પર રશ્મિ અને અરહન ખાનના રિલેશનની પણ ખુબ ચર્ચા રહી હતી.

Image Source

7. માનિની ડે:
‘જસ્સી જૈસી કોઈ નહિ’ ની અભિનેત્રી માનીની અને મિહિર મિશ્રા વચ્ચે ટીવી શો સંજીવની ના સેટ પર પ્રેમ થયો હતો અને વર્ષ 2004 માં લગ્ન પણ કર્યા હતા. જો કે પછી બંન્ને અલગ થઇ ગયા હતા.

Image Source

8. શ્રદ્ધા નિગમ:
વર્ષ 2008 માં ગુરુદ્વારામાં થયેલા કરન સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમના લગ્ન માત્ર આઠ મહિના જ ટક્યા હતા. ત્યારે બંન્ને વચ્ચેની તિરાડ ‘ઝલક દિલખલાજા’ની કોરિયોગ્રાફર નિકોલ સાથેની કરનની નજીકતા માનવામાં આવી હતી.

Image Source

9. જુહી પરમાર:
વર્ષ 2009 માં ટીવીના ફેમસ કપલ જુહી પરમાર અને સચિન શ્રોફાએ લગ્ન કર્યા હતા, પણ જલ્દી જ બંન્નેને લાગવા લાગ્યું કે આ લગ્ન તેઓની સૌથી મોટી ભૂલ હતી, જેના પછી વર્ષ 2011 માં તેઓ અલગ થઇ ગયા. જો કે તેઓની એક દીકરી સમાયરા પણ છે.

Image Source

10. રિંકુ ધવન:
‘કહાની ઘર ઘર કી’ ની અભિનેત્રી રિંકુ ધવન અને કિરણ કરમાકર એ લગ્ન કર્યા પણ 15 વર્ષ પછી બંન્ને વચ્ચે ખટાશ આવી ગઈ, આજે તેઓ અલગ રહે છે અને પોતાના લગ્ન પર અફસોસ કરી રહ્યા છે. કહાની ઘર ઘર કી શો માં બંન્ને ભાઈ-બહેનના કીરદારમાં હતા.

Image Source

11. ડિમ્પી ગાંગુલી:
રાહુલ મહાજન અને ડિમ્પી ગાંગુલીની વર્ષ 2009 માં રિયાલિટી શો ‘રાહુલ દુલહનીયા લે જાયેંગે’ ના સેટ પર મળ્યા હતા અને આ જ શો માં તેઓએ લગ્ન પણ કરી લીધા હતા. એક વર્ષ પછી ડિમ્પીએ રાહુલ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને બંનેએ છૂટાછેડા લઇ લીધા, જેના પછી ડિમ્પીએ રોહિત રૉય સાથે લગ્ન કર્યા.

Image Source

12. શ્વેતા તિવારી:
વર્ષ 1998 માં શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા જેના પછી વર્ષ 2007 માં શ્વેતાએ રાજા પર ઘરેલુ મારપીટનો આરોપ લગાવ્યો હતો અને બંન્ને અલગ થઇ ગયા. તેઓની એકે દીકરી પલક ચૌધરી પણ છે. જેના પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને તેઓનો એક દીકરો પણ છે. જો કે આ લગ્ન પણ ટકી ન શક્યા. હાલ શ્વેતા એકલી જ પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે.