અનુષ્કાની જેમ આ 8 અભિનેત્રીને પણ આવા કામ કરવાનો શોખ ચડેલો, જુઓ
બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ પોતાના પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, સાથે તે પોતાના સ્વાસ્થ્યનું પણ ખુબ જ ધ્યાન રાખે છે. મંગળવારે તેને ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી હતી જેમાં તે શીર્ષાસન કરતી જોવા મળી હતી. તેને સફળ બનાવવા માટે તેનો પતિ વિરાટ કોહલી તેની મદદ કરી રહ્યો હતો. માત્ર અનુષ્કા જ નહિ બીજી પણ ઘણી અભિનેત્રીઓ છે જેમને ગર્ભવસ્થા દરમિયાન યોગનો સહારો લીધો હતો, તેમની પણ ઘણી તસવીરો વાયરલ થઇ હતી.

અનુષ્કા ઉપરાંત કરીના કપૂર, સોહા અલી ખાન, લારા દત્તાથી લઈને એમી જેક્સન અને સમીરા રેડ્ડી પણ પ્રેગ્નેન્સી દરમિયાન પોતાના ડોક્ટરની સલાહ લઈને ઘણા યોગ આસન કરતા હતા. એટલું જ નહિ બાળકના જન્મ બાદ પોતાને ફિટ રાખવા માટે પણ અભિનેત્રીઓ યોગનો સહારો લેતા જોવા મળે છે.

સૈફ અલી ખાનની નાની બહેન અને કૃણાલ ખેમુની પત્ની સોહા અલી ખાને પ્રેગ્નેન્સી દરમિયાન યોગ કરતા પોતાની તસ્વીર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેને એક તસ્વીર શેર કરીને જણાવ્યું હતું કે તેને નવ મહિના સુધી પ્રેગ્નેન્સી દરમિયાન યોગ દ્વારા પોતાને ફિટ રાખી હતી.

કરીના કપૂર પણ 7 મહિનાની પ્રેગ્નેન્ટ છે અને આ દિવસોમાં તે પતિ સૈફ અલી ખાન સાથે હિમાચલ પ્રદેશમાં છે. કરીના પોતાની પ્રેગ્નેન્સીને લઈને ઘણી જ ચર્ચામાં છે. કરીના ના માત્ર પ્રેગ્નેન્સી દરમિયાન પરંતુ પોતાના શરીરને ફિટ રાખવા માટે તે ઘણા વર્ષોથી યોગ કરે છે. પોતાની પહેલી ડિલિવરી બાદ તેને વજન ઘટાડવા માટે યોગનો સહારો લીધો હતો.

અનુષ્કા શર્મા પણ પ્રેગ્નેન્સીમાં યોગનો સહારો લઈને પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. તેને ફોટો શેર કરતા લખ્યું હતું કે: “એક સ્ટેજ સુધી વળવા અને વધારે ઝુકવાની કસરતને છોડીને બાકી બધું જ કરી શકો છો. પરંતુ જરૂરી અને યોગ્ય સપોર્ટની સાથે. શીર્ષાસન માટે જે હું ઘણા વર્ષોથી કરી રહી છું, મેં દીવાલનો સહારો લીધો અને અતિરમુક્તિ સુરક્ષા માટે બેલેન્સ બનાવવામાં મારા પતિએ મારી મદદ કરી. આ મેં મારા યોગ ટીચર ઇકા શ્રોફની દેખરેખમાં કર્યું.”

એમી જેક્સન જયારે પોતાના પહેલા બાળક સાથે પ્રગ્નેન્ટ હતી ત્યારે તેને યોગા કરતા તસ્વીર શેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેને તસ્વીર શેર કરતા લખ્યું હતું કે: “દિમાગ, દિલ અને બોડીને ફિટ રાખવા માટે આવી હાલતમાં યોગ કરવું જરૂરી છે.”

પ્રેગ્નેન્સી દરમિયાન ફિટ અને સ્વસ્થ રહેવા માટે લારા દત્તા પણ નિયમિત યોગ કરતી હતી. તેને ઘણીવાર સોશિયલ મીડિયામાં પોતાના યોગ કરતી તસવીરો અને વિડીયો શેર કર્યા છે.

લીજા હેડને પણ જણાવ્યું હતું કે તેને પ્રેગ્નેન્સી દરમિયાન યોગ કર્યા હતા. તેનું કહેવું હતું કે આવી હાલતમાં યોગ કરવા બાળક અને સ્વાસ્થ્ય બંને માટે સારું છે. તેને પ્રેગ્નેન્સીમાં યોગ કરતા કેટલીક તસવીરો અને વિડીયો પણ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યા હતા.

સમીરા રેડ્ડીએ પણ બેબી બમ્પ સાથે પોતાની તસ્વીર શેર કરી હતી. તેને પ્રેગ્નેન્સી દરમિયાન તસ્વીર શેર કરવાની સાથે લખ્યું હતું કે: “તેના ખુબ જ હળવાશનો અનુભવ થાય છે અને શરીરને પણ આરામ મળે છે.”