મનોરંજન

ખોટા સમય પર લગ્ન કરવાનું આ 10 હીરોઇનોને પડ્યું હતું મોંઘુ, હીટથી ફ્લોપમાં પછડાઈ ગઈ

બોલિવૂડમાં, લગ્નો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને સ્ત્રી-અભિનેત્રીના જીવનમાં. એવું માનવામાં આવે છે કે લગ્ન પછી, અભિનેત્રીઓની કારકિર્દી ખરાબ થઇ જાય છે. ફક્ત કેટલીક જ અભિનેત્રીઓ આ ઉદ્યોગમાં છે જેમને લગ્ન પછી સારી ફિલ્મની ઓફર મળી, તેમાંથી મોટાભાગની ફિલ્મ કારકીર્દિ ટકાવી રાખવામાં નિષ્ફળ ગઈ. અહીં એવી ટોચની અભિનેત્રીઓની યાદી છે કે જેમણે લગ્ન પછી તેમની કારકિર્દી નબળી પડી ગઈ અને નિષ્ફળતા મળી –

Image Source

1. ટ્વિંકલ ખન્ના – બોબી દેઓલની અપોઝીટ હિટ ડેબ્યૂ ફિલ્મ બરસાત આપ્યા પછી પણ ટ્વિંકલ ખન્નાને બોલિવૂડમાં જગ્યા બનાવવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેના અચાનક લગ્ન તેની કારકિર્દીના અંતની નિશાની સાબિત થયાં. લગ્ન કર્યા બાદ તેને ફિલ્મ લવ કે લિયે કુછ ભી કરેગા કરી પરંતુ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.

Image Source

2. નીતુ સિંહ – બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીમાંથી એક અભિનેત્રી એટલે નીતુ સિંહ, જે પોતાના સમયની ટોચની અભિનેત્રી હતી. તેણે ઋષિ કપૂર સાથે લગ્ન પછી ફિલ્મ જગતને ગુડ બાય કરી દીધું હતું, કારણ કે કપૂર ખાનદાનમાં મહિલાઓને બોલીવુડમાં કામ કરવાની છૂટ નહોતી.

Image Source

3. કરિશ્મા કપૂર – કરિશ્મા કપૂરે તેની કારકિર્દીની ટોચ પર પહોંચ્યા પછી સંજય કપૂર સાથે લગ્ન કર્યાં, જે સફળ રહ્યા નહીં. લગ્ન પછી તેણે ફિલ્મ ‘ડેન્જરસ ઇશ્ક’ દ્વારા કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો.

Image Source

4. વિદ્યા બાલન – પરિણીતા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી વિદ્યા બાલને સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરી લીધા છે. પણ લગ્ન પહેલા તેને કહાની, ડર્ટી પિક્ચર જેવી એવોર્ડ વિજેતા ફિલ્મો બાદ કરી પણ લગ્ન પછી વિદ્યા બાલનનું કરિયર એકદમ જ ડાઉન થઇ ગયું. તેની ચાર ફિલ્મો ઘનચક્કર, બોબી જાસૂસ, શાદી કે સાઈડ ઇફેક્ટ્સ, હમારી અધુરી કહાની સતત ફ્લોપ રહી. જેણે કારણે તેની ઇમેજ પર અસર થઇ.

Image Source

5. શિલ્પા શેટ્ટી – ફિલ્મ બાઝિગરથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કરી લીધા અને હવે તે એક દીકરાની મમ્મી છે. બોલિવૂડમાં શિલ્પાનું કરિયર એવરેજ જ રહ્યું છે. પણ લગ્ન બાદ તેને અભિનય કરવાનું બંધ કરી દીધું અને તેને ફિલ્મ પ્રોડ્યુસ કરવાની કોશિશ કરી પણ તેને પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ઢીંશ્ક્યાંઉ ખાસ સફળ ન થઇ. હવે શિલ્પા ફરીથી ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે.

Image Source

6. ઐશ્વર્યા રાય બચ્ચન – ઘણી બધી હિટ ફિલ્મો આપ્યા બાદ ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા અને એની સાથે લગ્ન કર્યા બાદ પણ તેને એટલીક ફિલ્મોમાં કામ કર્યું પણ એમાંથી મોટાભગની ફિલ્મો બોક્સઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી ન શકી.

Image Source

7. જેનેલિયા ડિસૂઝા – જાને તુ યા જાને ના ફિલ્મમાં જેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા એવી જેનેલિયા ડિસૂઝાએ રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા હતા અને અત્યારે તે બે બાળકોની માતા છે. લગ્ન બાદ તે કોઈ ખાસ ફિલ્મોમાં જોવા નથી મળી.

Image Source

8. માધુરી દીક્ષિત – બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત ધક ધક ગર્લ તરીકે જાણીતી છે. તેને કેલિફોર્નિયાના ડોક્ટર શ્રી રામ નેને સાથે લગ્ન કરી લીધા હતા અને પછી તે એમની સાથે વિદેશમાં જઈને વાસી ગઈ હતી. તેમના બે બાળકો થયા અને તેમના મોટા થયા બાદ માધુરી ફિલ્મોમાં ફરીથી આવી તો ખરી પણ તેમની ફિલ્મોમાં તેમનો જાદુ પહેલાની જેમ ન ચાલ્યો.

Image Source

9. અમૃતા સિંહ – સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહ તેમના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાં ગણાતી હતી. તેમને પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચીને પોતાના કરતા ૧૨ વર્ષ નાણાં સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા અને બોલિવૂડથી દૂર થઇ ગઈ. એ પછી તેમના ડિવોર્સ થયા અને બે બાળકોની માતા અમૃતાએ એ પછી ફરીથી અભિનય કરવાનું શરુ કર્યું તો ખરું પણ એ દર્શકો પર પોતાની છાપ છોડવામાં સફળ ન થઇ.

Image Source

10. સોનાલી બેન્દ્રે – કેન્સર સામે લડીને જીતીને ફરીથી સ્વસ્થ થયેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે પોતાના સમયની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવતી હતી. હિટ ફિલ્મો આપીને પ્રસિદ્ધિ પામેલી અભિનેત્રીએ ગોલ્ડી બહાલ સાથે લગ્ન કરી લીધા જે પછી તેમની કારકિર્દી લગભગ ખતમ જ થઇ ગઈ. ઘણી ફિલ્મો તેમને કરી પણ તેમનો જાદુ પહેલા જેવો ન રહ્યો.