મનોરંજન

એવી 6 અભિનેત્રીઓ કે જે બોલીવુડમાં ખરાબ રીતે ફ્લોપ રહી, કોઈ સાઉથમાં પરણી તો કોઈએ ધર્મ પરિવર્તન કર્યો…

બોલિવૂડ એવી ઇન્ડસ્ટ્રી છે જ્યા સેંકડો લોકો આવે છે, નસીબ અજમાવે છે અસફળ થતા પાછા જતા રહે છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ છે જે આવ્યા અને ગણતરીની ફિલ્મો કરી અને ફિલ્મો ફ્લોપ થતા કે તેમને વધુ કામ ન મળતા આ ઇન્ડસ્ટ્રી છોડીને જતા રહે છે. ઘણી અભિનેત્રીઓ એવી પણ છે જે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઈ અને આ ઇન્ડસ્ટ્રી છોડી દીધી કે પછી એમને કામ ન મળવાને કારણે તેમની અભિનયની કારકિર્દી ગણતરીની ફિલ્મો સુધી જ સીમિત રહી. તો આજે પણ એવી જ 6 અભિનેત્રીઓ વિશે વાત કરીશું કે જેમની ફિલ્મી કારકિર્દી ઘણી નાની રહી છે.

Image Source

આયેશા ટાકિયા: બોલિવૂડની સુંદર અભિનેત્રી આયેશા ટાકિયા ફિલ્મોમાં આવી તો ગઈ પણ એ પછી તેમને એ સફળતા ન મળી જે દરેક અભિનેત્રીની ઝંખના હોય છે. વર્ષ 2004માં ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર’ કારથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આયેશા ઘણી ફિલ્મોમાં જોવા મળી અને તેને સલમાન ખાન સાથે ‘મોસ્ટ વૉન્ટેડ’માં પણ જોવામાં આવી હતી. છેલ્લે તેને વર્ષ 2011માં ‘મોડ’ ફિલ્મમાં જોવામાં આવી હતી. વર્ષ 2009માં તેને ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા હતા અને તેમને એક દીકરો પણ છે.

Image Source

નમ્રતા શિરોડકર: અભિનેત્રી શિલ્પાએ શિરોડકરની નાની બહેન નમ્રતા શિરોડકરે વર્ષ 1998માં ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના 6 વર્ષ પછી વર્ષ 2004માં તેને છેલ્લી વાર ફિલ્મ ‘રોક શકો તો રોક લો’માં એક નેરેટરની ભૂમિકામાં જોવામાં આવ્યા હતા. તે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબૂ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ચુકી છે.

Image Source

અસીન: અસીને વર્ષ 2008માં અભિનેતા આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘ગજની’થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અસીન તામિલની સુપરહિટ અભિનેત્રી રહી ચુકી છે. પરંતુ વર્ષ 2015માં આવેલી ફિલ્મ ઓલ ઇઝ વેલ તેની છેલ્લી ફિલ્મ હતી. વર્ષ 2016માં તેને માઇક્રોમેક્સ કંપનીના કો-ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કરી લીધા હતા.

Image Source

ટ્વિકંલ ખન્ના: અભિનેત્રી ટ્વિકંલ ખન્નાની સુંદરતા પાછળ તો દરેક પાગલ હતા, તેમને વર્ષ 1995માં મેગાબ્લોકબસ્ટર ફિલ્મ ‘બરસાત’થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ 6 વર્ષમાં તેની કારકિર્દી ખતમ થઇ ગઈ. તેને છેલ્લી વાર વર્ષ 2001માં ફિલ્મ ‘લવ કે લિયે કુછ ભી કરેગા’માં જોવામાં આવી હતી. તેને વર્ષ 2001માં અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કરીને બોલિવૂડને અલવિદા કહી દીધું હતું.

Image Source

અમૃતા રાવ: અભિનેત્રી અમૃતા રાવે વર્ષ 2002માં ફિલ્મ ‘અબ કે બરસ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેને ઓળખ વર્ષ 2006માં આવેલી સુપરહિટ ફિલ્મ વિવાહથી મળી હતી. જો કે વર્ષ 2004માં તેને ફિલ્મ મેં હું નામાં પણ જોવામાં આવી હતી. અમૃતાએ હિટ ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક પ્યાર વ્યાર’માં પણ કામ કર્યું છે. તેને છેલ્લી વાર તાજેતરમાં જ આવેલી ફિલ્મ ‘ઠાકરે’માં જોવામાં આવી હતી. એ પછી વર્ષ 2016માં તેને પોતાના બોયફ્રેન્ડ અનમોલ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઇ ગઈ હતી.

Image Source

કિમ શર્મા: કિમ શર્માની ફિલ્મી કારકિર્દી સૌથી વધુ ફ્લોપ રહી છે. તેમની એક પણ એવી ફિલ્મ નથી કે જેનાથી તેને બોલિવૂડમાં ઓળખ મળી હોય. વર્ષ 2000માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મોહબ્બતેં’માં તેને એક પાત્ર ભજવતી જોવામાં આવી હતી. મોહબ્બતેં તેની ડેબ્યુ ફિલ્મ હતી. એ પછી વર્ષ 2006માં તેને છેલ્લીવાર ફિલ્મ ‘જિંદગી રૉક્સ’માં જોવામાં આવી હતી. તેને વર્ષ 2010માં અલી પંજાબી સાથે લગ્ન કરી લીધા હતા. જો કે આ લગ્ન લાંબા ન ચાલ્યા અને તેને અલી પંજાબી સાથે છૂટાછેડા લઇ લીધા. હાલ તે અભિનેતા હર્ષવર્ધન રહાણેને ડેટ કરી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.