મનોરંજન

માતા બન્યા પછી આ 5 એક્ટ્રેસનું બોલિવૂડમાં કરિયર સમાપ્ત થઈ ગયું હતું

ઉગતા સૂર્યને દરેક સલામ કરે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પણ આ જ રીતે કામ કરે છે. જે એક્ટિવ છે તે ચાલે છે, પરંતુ જેને આ ઇન્ડસ્ટ્રીમાંથી દુરી બનાવી લીધી. તે ભાગ્યે જ પાછા ફરવામાં સફળ થઇ શકે છે.

લગ્ન પછી ઘણી એક્ટ્રેસોએ તેમનું બોલિવૂડ કરિયરને અલવિદા કહી દીધું હતું. જ્યારે કેટલીક અભિનેત્રીઓ એવી છે જે લગ્ન પછી ઇન્ડસ્ટ્રીમાં પરત ફરી છે. પરંતુ માતા બન્યા પછી તેઓએ માતાની જવાબદારીને વધુ મહત્વ આપ્યું હતું. આજે આપણે એવી જ કેટલીક એક્ટ્રેસની વાત કરીએ જે માતા બન્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને ચાલી ગઈ હતી.

જેનીલિયા ડિસોઝા:

Image Source

જેનીલિયા ડિસોઝાએ વર્ષ 2003માં ફિલ્મ ‘તુઝે મેરી કસમ’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેને તમિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જુલાઈ 2012ના રોજ જેનીલિયાએ બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા. આજે જેનીલિયા અને રિતેશને બે બાળકો છે. જેનીલિયા છેલ્લે 2014 માં ફિલ્મ ‘જય હો’ માં કેમિયો રોલમાં જોવા મળી હતી.

ટ્વિંકલ ખન્ના:

Image Source

ટ્વિંકલ ખન્ના આજે પ્રોડક્શન કાર્યમાં એક્ટિવ છે. ‘લવ ફોર કુછ કરેગા કરેગા’ તેમની છેલ્લી ફિલ્મ હતી. તેજ વર્ષે તેને અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા. સંતાન થયા પછી ટ્વિંકલે તેની એક્ટિંગ કરિયરને અલવિદા કહી દીધું હતું.

લિસા હેડન:

Image Source

‘ક્વીન’ અભિનેત્રી લિસા હેડન આ દિવસોમાં તેના પરિવાર અને બે બાળકોને સંપૂર્ણ સમય આપી રહી છે. તે છેલ્લે 2016માં ફિલ્મ ‘એ દિલ હૈ મુશકિલ’ માં જોવા મળી હતી.

લારા દત્તા:

Image Source

લારા દત્તા છેલ્લે વર્ષ 2018માં ‘વેલકમ ટુ ન્યુ યોર્ક’ ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષ 2020માં તે વેબ સિરીઝ સોમાં જોવા મળી હતી, પરંતુ તેણે ફિલ્મોથી અંતર રાખ્યું છે. લારાએ 2011માં મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યાં હતાં અને બંનેને એક સંતાન છે.

સમીરા રેડ્ડી:

Image Source

વર્ષ 2002માં ‘દિલ તુઝકો દિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી સમીરા રેડ્ડી આજે ઈન્ડસ્ટ્રીથી દૂર છે. 2012માં તે છેલ્લે બોલીવુડની ફિલ્મ ‘ચક્રવ્યુહ’માં જોવા મળી હતી. સમિરાના આજે બે બાળકો છે.