ટીવી અને બોલિવુડની આ ખૂબસુરત હસીનાઓ પર છૂટાછેડા બાદ ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, તસવીરો જોતા જ ઉડી જશે હોંશ

છૂટાછેડા બાદ બહુ ખુલી ગઈ છે આ હીરોઈનો! બોલ્ડ પાડવાનો શોખ જાગ્યો છે, જુઓ

Actresses Bold After Divorce : ટેલિવિઝન અને બોલિવૂડ ઘણી એવી હસીનાઓ છે જે એક્ટિંગ સિવાય પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતી છે. પણ છૂટાછેડા પછી આ હસીનાઓ એટલી બોલ્ડ થઇ ગઇ છે કે કહેવું જ શું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા અરોરાઃ બોલિવૂડમાં પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતી મલાઈકા અરોરાનો બોલ્ડ લુક અવાર નવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અને અરબાઝ ખાને 18 વર્ષ સુધી સાથે રહ્યા બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. જો કે, અલગ થયા પછી પણ મલાઈકા અને અરબાઝ વચ્ચે એકબીજાને લઈને કોઈ મતભેદ નથી. અરબાઝ ખાને અને મલાઇકાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

18 વર્ષ સુધી એકબીજા સાથે રહ્યા બાદ બંનેએ વર્ષ 2016માં અલગ થવાનું નક્કી કર્યું અને પછી વર્ષ 2017માં છૂટાછેડા લઈ લીધા. અરબાઝ અને મલાઈકાને એક પુત્ર છે જેનું નામ અરહાન ખાન છે. અરબાઝથી અલગ થયા બાદ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને રિપોર્ટ્સ અનુસાર અરબાઝ ઇટાલિયન મોડલ-એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે.

કરિશ્મા કપૂરઃ કરિશ્મા કપૂર સોશિયલ મીડિયા પર ક્યારેક બિકીની પહેરીને તો ક્યારેક શોર્ટ ડ્રેસ પહેરીને ફોટા શેર કરતી રહે છે. અભિનેત્રીની આ તસવીરો જોતા જ વાયરલ થઈ જાય છે. 90ના દાયકાની બોલીવુડની ટોચની અભિનેત્રી કરિશ્મા કપૂરે વર્ષ 2003માં દિલ્હી સ્થિત બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન 13 વર્ષ સુધી ચાલ્યા પણ બંનેએ અણબનાવને કારણે આખરે વર્ષ 2016માં છૂટાછેડા લઇ લીધા.

જો કે તેમના છૂટાછેડા સરળ નહોતા. તેમને કોર્ટની ઘણી શરતો સ્વીકારવી પડી હતી. છૂટાછેડાની સાથે જ કરિશ્મા અને સંજય વચ્ચે તેમના બંને બાળકોની કસ્ટડીનો મામલો પણ ચાલી રહ્યો હતો અને પરસ્પર સંમતિથી કોઈ પર પહોંચી શકાયું ન હતું. બાદમાં કોર્ટે બંનેની સામે કેટલીક શરતો મૂકી હતી, જે સ્વીકાર્યા બાદ જ છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા. કરિશ્માને તેના બાળકોની કસ્ટડી મળી હતી. જો કે પિતા સંજય કપૂરને બાળકોને મળવાનો અધિકાર હતો.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr)

સુઝૈન ખાનઃ હ્રતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન પણ દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ક્યારેક તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે એવા એવા લુકમાં જોવા મળે છે કે દરેક જગ્યાએ તેની ચર્ચા થાય છે. જણાવી દઇએ કે, હ્રતિક રોશન અને સુઝૈન ખાને વર્ષ 2004માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પરંતુ 14 વર્ષ સાથે રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr)

તેમના છૂટાછેડાના નિર્ણય બાદ તો સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર હ્રતિકે સુઝાનથી અલગ થવા માટે લગભગ 380 કરોડ રૂપિયાની એલિમની ચૂકવી હતી. જે બાદ આ છૂટાછેડા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા છૂટાછેડા કહી શકાય. જો કે, તેમના છૂટાછેડાનું સાચું કારણ ક્યારેય બહાર આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

શ્વેતા તિવારીઃ શ્વેતા તિવારી પણ અવાર નવાર તેની બોલ્ડનેસથી ચાહકોને પ્રભાવિત કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક કરતા વધુ બોલ્ડ લુકના ફોટો શેર કરતી રહે છે. અભિનવ કોહલી સાથે લગ્ન કરતા પહેલા શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા બાદ શ્વેતા અને રાજા ચૌધરીના 2007માં છૂટાછેડા થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

જે બાદ અભિનેત્રીએ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા અને ત્રણ-ચાર વર્ષ પછી તેણે તેના બીજા પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. શ્વેતા તિવારીએ કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે અભિનવ કોહલી માત્ર તેની સાથે જ નહીં પરંતુ તેની પુત્રી સાથે પણ ખરાબ વર્તન કરતો અને તેનું શોષણ કરતો. આખરે 2019માં શ્વેતાના તેના બીજા પતિ સાથે પણ છૂટાછેડા થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

રશ્મિ દેસાઈઃ રશ્મિ દેસાઈ ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. પરંતુ અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેની સંસ્કારી વહુની ઈમેજને તોડીને બોલ્ડ લુક શેર કરે છે, જો કે, તેને ઘણીવાર આના માટે ટ્રોલ પણ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai (@imrashamidesai)

જણાવી દઇએ કે, ‘ઉતરન’ ફેમ અભિનેત્રી રશ્મિ દેસાઈએ નંદિશ સાથે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને એક વર્ષ પણ નહોતું થયું કે તેમના ઝઘડાના સમાચાર હેડલાઇન્સમાં હતા. લગભગ 4 વર્ષમાં પરિણામ છૂટાછેડા સુધી પહોંચી ગયુ. છૂટાછેડાના સમાચારથી અભિનેત્રીના ચાહકો ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1)

જેનિફર વિંગેટઃ ટીવી પર પોતાનો ચાર્મ ફેલાવનાર અભિનેત્રી જેનિફર વિંગેટ પણ છૂટાછેડા પછી વધુ હોટ બની ગઈ છે. અભિનેત્રીએ વર્ષ 2014માં કરણ સિંહ ગ્રોવરથી છૂટાછેડા લીધા હતા. વર્ષ 2014 સુધીમાં કરણ સિંહ ગ્રોવરે ટીવીની દુનિયામાં 14 વર્ષની સફર પૂર્ણ કરી હતી. કરણે 14 વર્ષમાં ટીવીની દુનિયામાં ખાસ સ્ટારડમ હાંસલ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1)

2015માં કરણે બિપાશા બાસુ સાથે ફિલ્મ અલોન દ્વારા ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ 1 વર્ષ પહેલા જ શરૂ થઈ ગયું હતું. ખાસ વાત એ છે કે કરણે આ ફિલ્મ મળવાના માત્ર 2 વર્ષ પહેલા જ 2012માં પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા. અલોન ફિલ્મના શૂટિંગ દરમિયાન કરણે લગ્ન કર્યા અને આ દરમિયાન કરણના બિપાશા સાથેના સંબંધોની અફવાઓ ઉડવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by Jennifer Winget (@jenniferwinget1)

જે બાદ જેનિફરે છૂટાછેડા માટે અરજી કરી અને બંને અલગ થઇ ગયા. છૂટાછેડા પછી એવા અહેવાલો આવ્યા હતા કે બિપાશા બાસુ સાથે કરણ સિંહ ગ્રોવરનું અફેર તેમના છૂટાછેડાનું કારણ હતું.

Shah Jina