મનોરંજન

બોલીવુડની આ 5 પ્રખ્યાત હસીનાઓએ આપ્યો હતો જોડિયા બાળકોને જન્મ, નંબર 4ને તો આવ્યા હતા એક સાથે ત્રણ બાળકો

છેલ્લા કેટલાય દિવસોથી બોલીવુડની અભિનેત્રીઓના માતા બનવાના સમાચાર આવી રહ્યા છે. અનુષ્કા શર્મા, કરીના કપૂર જેવી દિગ્ગજ અભિનેત્રીઓએ પણ માતા બનાવની ખુશી સાથે પોતાની પ્રેગ્નેન્સીની તસવીરો પણ શેર કરી છે. માતા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. અને એમાં પણ જયારે કોઈ સ્ત્રી પ્રથમ વખત માતા બને છે તેની ખુશી જ કંઈક અલગ હોય છે. પરંતુ બોલીવુડમાં પણ અભિનેત્રીઓ એવી છે જેમને એકસાથે જ બમણી ખુશીઓ મળી હતી એટલે કે એમને જોડિયા બાળકોનો જન્મ થયો હતો. ચાલો જોઈએ એવી અભિનેત્રીઓ વિશે.

Image Source

1. લિસા રે:
ફિલ્મ કસુરમાં પોતાનો દમદાર અભિનય કરીને ઓળખ બનાવનારી અભિનેત્રી લિસા રેને લગ્ન બાદ બમણી ખુશી મળી હતી. તેના ઘરે બે જોડિયા દીકરીઓનો જન્મ થયો હતો. લિસા રે કેન્સરથી પણ પીડિત થઇ ગઈ હતી જેના કારણે તેને ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. જયારે તે સ્વસ્થ થઇ અને પાછી ફરવા માંગતી હતી ત્યારે જોઈએ એવું સ્થાન ના મળતાં લગ્ન કરીને જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું.

Image Source

2. સેલિના જેટલી:
બોલીવુડમાં પોતાની બોલ્ડ અદાઓ દ્વારા આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી સેલિના જેટલીએ ઘણી જ ફિલ્મોમાં કામ કર્યું છે. તેને વર્ષ 2011માં વિદેશી મૂળના બિઝનેસમેન પીટર હગ સાથે લગ્ન કરી લીધા અને ઇન્ડસ્ટ્રીને છોડી દીધી. લગ્ન બાદ તેને પણ બમણી ખુશી મળી અને તેને બે જોડિયા દીકરાઓનો જન્મ થયો. જેના નામ વિરાજ અને વેસ્ટિંગ છે.

Image Source

3. માન્યતા દત્ત:
અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત ભલે આજે ફિલ્મોમાંથી ઘણી દૂર હોય પરંતુ એક સમયે તેને પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મો દ્વારા જ કરી હતી. સંજય દત્ત સાથે લગ્ન કર્યા બાદ માન્યતાએ પણ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક દીકરો અને દીકરી છે.

Image Source

4. ફરાહ ખાન:
બોલીવુડની પ્રખ્યાત ડાન્સ ડાયરેક્ટર ફરાહ ખાને પોતાનાથી 8 વર્ષ નાના શિરીષ કુંદર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેને ડબલ નહીં પરંતુ ત્રણ ઘણી ખુશી મળી તેને એક સાથે જ ત્રણ બાળકોને જન્મ આપ્યો. ફરાહના ત્રણયે બાળકો હવે ખુબ મોટા થઇ ગયા છે. જેમાં એક દીકરી અને બે દીકરા છે.

Image Source

5. સની લિઓની:
એક સ્ટાર બનીને કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિઓનીએ બોલીવુડમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી. સની લિઓનીએ આજ સુધી કોઈ બાળકને જન્મ તો નથી આપ્યો પરંતુ લગ્ન બાદ તેને સેરોગેસી દ્વારા બે જોડિયા બાળકો છે અને ત્રીજી એક દીકરીને તેને દત્તક લીધી છે. એમ સની આજે ત્રણ બાળકોની માતા છે.