બૉલીવુડ એક્ટ્રેસ ખુબસુરતી અને ફિટનેસ મામલે તેનો કોઈ અંદાજ નથી. બૉલીવુડ એક્ટ્રેસની ફિટનેસ જોઈને ભારતની ઘણી યુવતીઓ ફિટ રહેવા માટે પસીનો વહેડાવે છે. એક્ટ્રેસને ફિટનેસ અને ખુબસુરતી એમ જ નથી મળતી તેના માટે તનતોડ મહેનત કરવી પડે છે. એક્ટ્રેસો ફિટ રહેવા માટે દરરોજ કલાકોના કલાકો જીમમાં પસીનો વહેડાવે છે. માનીએ કે બોલીવુડની યંગ એક્ટ્રેસ તો ફિટ હોય પરંતુ જે 2 -2 બાળકોની માતા બની ગઈ છે તે પણ યંગ એક્ટ્રેસને ફિટનેસ મામલે માત આપે છે. 2-2 બાળકોની માતા બન્યા બાદ પણ તેની ખુબસુરતી આગળ બધી બોલીવુડ એક્ટ્રેસ ફેલ છે.
આવો જાણીએ કોણ-કોણ છે આ લિસ્ટમાં શામેલ
માધુરી દીક્ષિત
View this post on Instagram
બોલીવુડની ધક-ધક ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિતે અમેરિકાના સર્જન ડોક્ટર શ્રી રામ નેને સાથે 1999માં લગ્ન કર્યા હતા. 90ના દાયકામાં પણ માધુરી દીક્ષિતનો ઝલવો હતો આજે પણ આટલા વર્ષો બાદ પણ તેની ખુબસુરતી ઓછી નથી થઇ. માધુરીને 2 બાળકો છે જેનું નામ અરિન અને રાયન છે. માધુરી દિક્ષીતની ઉંમર 51 વર્ષની હોવા છતાં પણ ખુબસુરતી મામલે આજની યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. આજે પણ માધુરીની ફિટનેસ પર લોકો ફિદા છે.
કાજોલ
View this post on Instagram
કાજોલ 90ના દાયકાનો જાણીતી એક્ટ્રેસી છે. કાજોલનું નામ એક સફળ એક્ટ્રેસમાં લેવામાં આવે છે. કાજોલે એક બાદ એક સુપરહિટ ફિલ્મ આપી છે. કાજોલે 1999માં અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. આજે કાજોલને 2 બાળકો છે. એક દીકરી ન્યાસા અને દીકરો યુગ. 44 વર્ષીય કાજોલ આજે પણ એટલી જ ખુબસુરત અને ચાર્મીંગ દેખાય છે જેટલી તે 20 વર્ષ પહેલા દેખાતી હતી.
રવીના ટંડન
View this post on Instagram
મસ્ત-મસ્ત ગર્લ એક્ટ્રેસ રવીના ટંડનનું નામ બોલીવુડની ખુબસુરત એન મશહૂર એક્ટ્રેસમાં શામેલ છે. 90ના દાયકામાં રવીના ટંડને ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. 90ના દાયકામા આવેલી ફિલ્મ ‘ મોહરા’ નું ગીત ‘ટીપ-ટીપ બરસા પાની’થી રવીનાએ યુવાઓના દલમાં જગ્યા બનાવી લીધી હતી. રવીના ટંડને 2004માં અનિલ ઠડાની સાથે લગ્ન કર્યા હતા. રવીનાના 2 બાળકો છે. જેના નામ રક્ષા અને રણબીર છે. 2 બાળકો હોવા છતાં પણ 45 વર્ષની રવીના ટંડન આજે પણ એટલી જ ખુબસુરત દેખાય છે.
ભાગ્યશ્રી
View this post on Instagram
બોલીવુડના ભાઈજાન સલમાન ખાન સાથે ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી લોકોના દિલમાં જગ્યા બનાવનારી ભાગ્યશ્રી બેહદ સુંદર એક્ટ્રેસ છે. 90ના દાયકાની ખુબસુરત એક્ટ્રેસ ભાગ્યશ્રીએ 1990,આ બિઝનેસમેન હિમાલય ડસાની સાથે લગ્ન કર્યા છે. આજે ભાગ્યશ્રી 2 બાળકોની માતા છે. ભાગ્યશ્રીને એક 23 વર્ષનો દીકરો છે જેનું નામ અભિમન્યુ છે જયારે 21 વર્ષની દીકરી છે તેનું નામ અવંતિકા છે. 49 વર્ષીય ભાગ્યશ્રી ને જોઈને કોઈ ના કહી શકે કે તે 2 બાળકોની માતા છે. આજે પણ તે ફિટનેસ મામલે એક્ટ્રેસોને ટક્કર આપે છે.
જુહી ચાવલા
View this post on Instagram
90ના દાયકાની મોસ્ટ ડિમાન્ડિગ એક્ટ્રેસ જુહી ચાવલા તેની એકિંટગના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. જુહી ચાવલાએ 1995માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જુહી ચાવલા બહુ ઓછી ફિલ્મોમાં નજરે આવી હતી. જુહી અને જયને 2 બાળકો છે જેનું નામ જાહ્નવી અને અર્જુન મહેતા છે. 2 બાળકો હોવા છતાં 51 વર્ષની જુહી ચાવલા આજે પણ ફિટનેસ મામલે સારી-સારી એક્ટ્રેસોને ટક્કર આપે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.