મનોરંજન

કરીના-અનુષ્કા જ નહીં આ 10 અભિનેત્રીઓએ પણ પ્રેગ્નન્સીમાં કરી હતી ફિલ્મની શૂટિંગ, કાજોલની સાથે બની હતી આ ઘટના

‘મા’ બનવું દરેક મહિલાનું સપનું હોય છે.કહેવામાં આવે છે કે એક મહિલા ત્યા સુધી સંપૂર્ણ માનવામાં નથી આવતી, જ્યાં સુધી તે મા ન બની જાય. જો કે એક મહિલાને ગર્ભાવસ્થાના સમયથી જ ઘણી બાબતોનો સંઘર્ષ કરવો પડે છે જ્યારે ખાસ કરીને મહિલા વર્કિંગ હોય. પણ આજે અમે તમને બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે ગર્ભાવસ્થાના કઠિન દિવસોમાં પણ કામ કર્યું હતું, અને ફિલ્મની શૂટિંગ કરી હતી. આવો તો જણાવીએ આવી અભિનેત્રીઓ વિશે.

Image Source

1. કરીના કપૂર ખાન:
બેગમ કરીના કપૂર ખાન જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. પ્રેગ્નેન્સીના દિવસોમાં આરામ કરવાને બદલે કરીનાએ શૂટિંગ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. ગર્ભાવસ્થામાં પણ કરીનાએ બે એડ ફિલ્મની શૂટિંગ કરી અને આમિર ખાન સાથેની પોતાની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની શૂટિંગ પણ દિલ્લીમાં પૂર્ણ કરી છે. આ સિવાય પહેલી ગર્ભાવસ્થાના સમયે પણ કરીનાએ પોતાના બૅબી બમ્પને છુપાવ્યા વગર જ સબ્યસાચી માટે રૅમ્પવોક પણ કર્યું હતું.

Image Source

2. જુહી ચાવલા:
જુહી ચાવલાએ વર્ષ 1995 માં બીઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ ‘આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા’ ની શૂટિંગના સમયે જુહી પહેલી વાર ગર્ભવતી થઇ હતી, છતાં પણ તેણે ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી હતી અને તે સયમે તેને અમેરિકાથી સ્ટેજ શો માટેની પણ ઓફર આવી હતી તે પણ જુહીએ પૂર્ણ કરી. જ્યારે જુહી બીજીવાર ગર્ભવતી થઇ ત્યારે તે ફિલ્મ ઝંકાર બિટ્સ ની શૂટિંગ કરી રહી હતી, અને શૂટિંગ પૂર્ણ પણ કરી હતી.

Image Source

3. હેમા માલિની:
આ લિસ્ટમાં અભિનેત્રી હેમા માલિની પણ શામિલ છે. વર્ષ 1979 માં હેમાએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને ફિલ્મ સત્તે પે સત્તાની શૂટિંગના સમયે તે ગર્ભવતી થઇ ગઈ હતી. છતાં પણ તેણે ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરી અને વર્ષ 1981 માં ઈશા દેઓલને જન્મ આપ્યો હતો.

Image Source

4. જયા બચ્ચન:
અમિતાભ અને જયા ની ફિલ્મ શોલે તમે ઘણીવાર જોઈ હશે પણ તમે એ જાણતા નહીં હોવ કે તે સમયે જયાં બચ્ચન 3 મહનાની ગર્ભવતી હતી. ફિલ્મની શૂટિંગ પૂર્ણ કર્યા પછી જયાએ દીકરી શ્વેતા બચ્ચનને જન્મ આપ્યો હતો.

Image Source

5. કોંકણા સેન શર્મા:
મિર્ચ અને રાઈટ યા રોન્ગ ફિલ્મની શૂટિંગ પૂર્ણ કરીને કોંકણાએ વર્ષ 2010 માં પોતાની ગર્ભવસ્થાની ઘોષણા કરી હતી. ગર્ભવતી હોવા છતાં પણ કોંકણાએ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લીધો હતો.

Image Source

6. માધુરી દીક્ષિત:
વર્ષ 1999 માં માધુરીએ અમેરિકાના સર્જન શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા હતા. શાહરુખ ખાનની દિલ્મ દેવદાસની શૂટિંગના સમયે માધુરી ગર્ભવતી થઇ ગઈ હતી છતાં પણ તેણે માર ડાલા ગીતનું શૂટિંગ કર્યું હતું જેમાં માધુરીએ 30 કિલોનો ભારે ભરખમ લહેંગો પહેરી રાખ્યો હતો.

Image Source

7. અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્મા પાસે હાલ તો કોઈ ફિલ્મ નથી પણ તેણે આગળના દિવસોમાં જ બેબી બમ્પ સાથે એક એડ ફિલ્મની શૂટિંગ કરી હતી. અનુષ્કા શર્મા સાત મહિનાથી ગર્ભવતી છે.

Image Source

8. સુરવીન ચાવલા:
સેક્રેડ ગેમ્સની બીજી સીઝનના સમયે સુરવીન ચાવલા ગર્ભવતી થઇ ગઈ હતી. આ સિરીઝમાં તેને ડિપ્રેસ અને શાતીર કિરદાર નિભાવવાનો હતો માટે ગર્ભવતી હોવાને લીધે તેને આ કિરદાર કરવામાં થોડી સમસ્યા પણ આવી હતી.

Image Source

9. શ્રીદેવી:
શ્રીદેવી વર્ષ 1997માં આવેલી ફિલ્મ જુદાઈના સમયે ગર્ભવતી થઇ ગઈ હતી. જો કે આ સમયે શ્રીદેવીના બોની કપૂર સાથે લગ્ન થયા ન હતા. ગર્ભવતી હોવા છતાં પણ શ્રીદેવીએ શુટીંગ પૂર્ણ કરી અને બૉની કપૂર સાથે લગ્ન કર્યા, જેના અમુક સમય પછી શ્રીદેવીએ જાહ્નવી કપૂરને જન્મ આપ્યો હતો.

Image Source

10. કાજોલ:
અભિનેત્રી કાજોલે અજય દેવગન સાથે લગ્ન કર્યા છે. ફિલ્મ કભી ખુશી કભી ગમની શૂટિંગના સમયે કાજોલ ગર્ભવતી થઇ ગઈ હતી પણ તેનું મીસ કૈરેજ થઇ ગયું હતું. જ્યા એક તરફ ફિલ્મ સારી કમાણી કરી રહી હતી તો બીજી તરફ કાજોલ હોસ્પટલમાં એડમિટ હતી. જેના પછી પણ બીજી વાર કાજોલનું મિસ કૈરેજ થઇ ગયુ હતું અને ત્રીજીવાર ગર્ભવતી થયા પછી કાજોલે ન્યાસા દેવગનને જન્મ આપ્યો હતો. ફિલ્મ વી આર ફેમિલીની શૂટિંગના સમયે કાજોલ બીજીવાર ગર્ભવતી થઇ હતી અને યુગ દેવગનને જન્મ આપ્યો હતો.