આ 5 અભિનેત્રીઓ જેણે લગ્ન બાદ છોડી દીધુ બોલિવુડ અને વિદેશમાં વસાવ્યું ઘર

આ 5 અભિનેત્રીઓએ વિદેશમાં જઈને સંસાર માંડ્યો…

લગ્ન પછી ઘર વસાવવું એ બધી જ છોકરીઓના જીવનનો એક મહત્વપૂર્ણ નિર્ણય હોય છે. બોલિવુડ અભિનેત્રીઓ પણ આ નિર્ણયને એકદમ સારી રીતે વિચારીને અને ખૂબ જ સમજદારી પૂર્વક લે છે. બોલિવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે એનઆરઆઇ બિઝનેસ મેન સાથે લગ્ન કર્યા અને તેઓ બોલિવુડ છોડીને વિદેશમાં જતી રહી.

Image source

મીનાક્ષી શેષાદ્રી બોલિવુડની દામિની કહેવાતી મીનાક્ષી શેષાદ્રીએ લગ્ન બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યુ હતુ. વર્ષ 1995માં મીનાક્ષીએ એનઆરઆઇ ઇન્વેસ્ટમેન્ટ બેંકર સાથે લગ્ન કર્યા હતા અને તે પતિ સાથે વિદેશ જતી રહી હતી. હાલ મીનાક્ષી ટેક્સાસના પ્લાનોમાં રહે છે અને તે ડાન્સ સ્કૂલ ચલાવે છે. અમેરિકામાં રહેવા છતા પણ મીનાક્ષી ભારત અને બોલિવુડને ભૂલી નથી. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતી રહેતી હોય છે.

Image source

મુમતાઝ બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. દો રાસ્તે, આપકી કસમ, ખિલૌના, રોટી ઔર પ્રમ કહાની જેવી ઘણી ફિલ્મોમાં તેમની યાદગાર ભૂમિકા છે. તેમણે બિઝનેસ મેન મયૂર માધવાની સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન બાદ તેઓ વિદેશમાં જતા રહ્યા હતા. તેઓ ગ્લોબલ સિટીઝન છે. તેમની પાસે ભારત અને બ્રિટિશ નાગરિકતા છે.

Image source

સોનુ વાલિયા સોનુ વાલિયાને બોલિવુડની ખૂબસુરત અને બોલ્ડ અભિનેત્રીઓમાં ગણવામાં આવતા હતા. ફિલ્મ ખૂન ભરી માંગમાં તેમણે ઘણા પસંદ કરવામાં આવ્યા હતા. સોનુ વાલિયાએ યુએસ એનઆરઆઇ હોટેલિયર સૂર્ય પ્રતાપ સિંહ સાથે લગ્ન કર્યા હતા. જો કે, 2009માં સૂર્ય પ્રતાપ સિંહનું કિડની ફેલ થવાને કારણે નિધન થયું હતું. તેમની એક દીકરી પણ છે.

Image source

રંભા બોલિવુડ અને સાઉથની ઘણી હિટ ફિલ્મોમાં નજરે પડેલી અભિનેત્રી રંભાએ વર્ષ 2010માં કેનેડાના બિઝનેસ મેન ઇન્દ્રકુમાર સાથે લગ્ન કર્યા હતા. તેમના ત્રણ બાળકો પણ છે. તે પરિવાર સાથે હાલ ટોરંટોમાં રહે છે.

Image source

સેલિના જેટલી અભિનેત્રી સેલિના જેટલી બોલિવુડમાં વધારે નામ તો ન કમાઇ શકી પરંતુ તેમની ચર્ચાઓ પણ ઓછી ન હતી. ફેશન જગતમાં તેણે ઘણું નામ કમાયુ અને તેને 2001માં ફેમિના મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લઇ ખિતાબ પોતાને નામ કર્યો હતો. વર્ષ 2011માં સેલિનાએ બિઝનેસ મેન પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. હાલ તે અમેરિકામાં પરિવાર સાથે રહે છે.

Shah Jina