મનોરંજન

આ રૂપસુંદરી યંગ અભિનેત્રીઓ નીકળી પરિણીત, નામ જાણીને હોંશ ઉડી જશે

ફિલ્મો માટે આ સુંદરીઓએ છૂપાવ્યા હતા પર્સનલ સિક્રેટ, અમુકને તો બાળકો હતા તો પણ જાહેર ન કર્યું અને પછી

ફિલ્મી દુનિયા ઘણી જ અતરંગી હોય છે આ દુનિયામાં કોણ કેવું હોય છે એ કોઈને ખબર નથી હોતી, આપણે તો તેમને પડદા ઉપર જ માણતા અને જાણતા હોઈએ છીએ, પડદા ઉપર તેમનો અભિનય જોવો આપણને ગમે છે, તેમના દુઃખમાં દુઃખી અને તેમના સુખમાં સુખી આપણે પડદાં ઉપર જોઈને થઇ જતા હોઈએ છીએ, પણ હકીકતમાં જયારે તેમના જીવન વિષે જણાવા મળે ત્યારે ખરેખર આપણને ઘણી જ આશ્ચર્ય થતું હોય છે.

Image Source

વાત  રિલેશનશીપની તો ઘણી અભિનેત્રીઓ અને અભિનેતાઓ પોતાના રિલેશનને લઈને લાઇમલાઇટમાં આવતા હોય છે તો ઘણા સ્ટાર્સ એવા પણ હોય છે જેમને પોતાનું રિલેશન જાહેર કરવું નથી હોતું, તે તેને લાઇમલાઇટમાં લાવવા નથી માંગતા. આવી જ કેટલીક અભિનેત્રીઓ છે જેમને પોતાના કેરિયર માટે પોતાના લગ્નની વાત પણ છુપાવી હતી અને તેમાંથી કોઈને તો બાળકો પણ હતા છતાં તે આ વાતને લઈને ક્યારેય લાઇમલાઇટમાં નથી આવી.

Image Source

1. રાધિકા આપ્ટે:
બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અને વેબ સિરીઝની ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી રાધિકા આપ્ટે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવવાનું ખાસ પસંદ નથી કરતી.  તેના ઘણા ચાહકોને હજુ પણ એ વાતની ખબર નહીં હોય કે તે પરિણીત છે. રાધિકાએ પોતાના લગ્નને ઘણા લાંબા સમય સુધી ખાનગી જ રાખ્યા હતા. તેને વર્ષ 2012માં વિદેશી મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કરી લીધા હતા. તે તેના પતિ સાથે લંડનમાં રહે છે.

Image Source

2. અદિતિ રાવ હૈદરી:
અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ 21 વર્હસની ઉંમરમાં જ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ આ વાત તેને જયારે બોલીવુડમાં એન્ટ્રી કરી ત્યારે છુપાવીને રાખી હતી. જોકે તેનું લગ્ન જીવન લાંબુ ચાલ્યું પણ નહીં અને હાલ બનેંના ડિવોર્સ પણ થઇ ગયા છે.

Image Source

3. સુરવીન ચાવલા:
સુરવીન ચાવલાએ વર્ષ 2015માં તેના બોયફ્રેન્ડ અને બિઝનેસમેન અક્ષય ઠકકર સાથે લગ્ન કરી લીધા હતા. તેને બે વર્ષના રિલેશન બાદ જ લગ્ન કરી લીધા હતા પરંતુ તેને ઘણા સમય સુધી પોતાના લગ્નની વાત છુપાવીને રાખી હતી અને એક દિવસ તેને જ અચાનક તસ્વીર શેર કરી અને બધાને ચોંકાવીને રાખી દીધા હતા. હાલ તેને એક દીકરી પણ છે.