જીવનશૈલી મનોરંજન

લગ્નની સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ હતી આ અભિનેત્રીઓ, સૌથી સુંદર લાગી 5 નંબરની અભિનેત્રી

કહેવાય છે કે એક છોકરી દુલ્હનની સાડીમાં સૌથી વધારે સુંદર લાગે છે. પછી તે સામાન્ય છોકરી હોય કે કોઈ દિગ્ગ્જ અભિનેત્રી. લગ્ન દરેક કોઈનું સુંદર સપનું હોય છે. દરેક છોકરી ઇચ્છતી હોય છે કે લગ્નને લગતી તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય. આજે અમે બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ લગ્નની સાડીમાં ખુબ જ સુંદર દેખાઈ હતી, જાણે કે સ્વર્ગ માંથી અપ્સરા ઉતરી આવી હોય.

Image Source

1. માધુરી દીક્ષિત:
માધુરીએ અમેરિકાના હાર્ટ સર્જન શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં માધુરીએ લાલ અને ગોલ્ડન સાડી પહેરી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

2. પ્રીતિ ઝિન્ટા:
બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટાએ વિદેશી યુવક સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી પ્રીતિ ફિલ્મોથી દૂર છે. લગ્નમાં પ્રીતિએ લાલ રંગની લહેંગા ચોલી પહેરી રાખી હતી જે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાન કરેલી હતી. લગ્નમાં પ્રીતિ સુંદર પરી જેવી લાગી રહી હતી.

Image Source

3. સોહા અલી ખાન:
સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને કુનાલ ખેમુ સાથે વર્ષ 2015 માં લગ્ન કર્યા હતા, લગ્નમાં સોહાએ ગોલ્ડન કલરનો લહંગો અને પીચ કલરનો દુપટ્ટો ઓઢી રાખ્યો હતો, જે સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો હતો. જેમાં તે એકદમ રોયલ દુલ્હન લાગી રહી હતી.

Image Source

4. બિપાશા બાસુ:
મૂળ બંગાળની રહેનારી બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુએ વર્ષ 2016 માં અભિનેતા કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં બિપાશાએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો લાલ રંગનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ હતી. આ લહેંગાની કિંમત 4 લાખ જણાવવામાં આવી છે.

Image Source

5. દીપિકા પાદુકોણ:
દીપિકાએ વર્ષ 2018 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. લગ્ન પછી બંન્નેએ ત્રણ રીશેપ્શન પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. લગ્નમાં દીપિકાએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલી લાલ સાડી પહેરી હતી જેની કિંમત 8.95 લાખ જણાવવામાં આવી છે.

Image Source

6. પ્રિયંકા ચોપરા:
બોલીવુડની દેશી ગર્લ એ વિદેશી બોયફ્રેન્ડ નિક જૉનસ સાથે હિન્દૂ અને ક્રિશ્ચિયન રિવાજથી લગ્ન કર્યા હતા. હિન્દૂ રિવાજમાં પ્રિયંકાએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો લાલ લહેંગા ચોલી પહેરી રાખી હતી જેની કિંમત 18 લાખ જણાવવામાં આવી છે.

Image Source

7. અનુષ્કા શર્મા:
અભિનેત્રી અનુષ્કા શર્માના લગ્ન ક્રિકેટર વિરાટ કોહલી સાથે વર્ષ 2017 માં ઇટલીમાં થયા હતા. જો કે લગ્નમાં નજીકના લોકો જ શામિલ થયા હતા અને તેને પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. લગ્નમાં અનુષ્કાએ સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલી પિન્ક લહેંગા ચોલી પહેરી રાખી હતી જેમાં એમ્બ્રોડરી વર્ક કરેલું હતું. જેની કિંમત 30 લાખ જણાવવામાં આવેલી છે.

Image Source

8. કરીના કપૂર:
કરીના કપૂરે લગ્નમાં પોતાની સાસુ શર્મિલા ટૈગોરની સાડી પહેરી હતી જેને આજના સમય પ્રમાણે રીડીઝાઈન કરવામાં આવી  હતી. જો કે તેના રીશેપ્શનનો પિંક લહેંગો મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો હતો જેની કિંમત 50 લાખ જણાવવામાં આવી છે.

Image Source

9. સોનમ કપૂર:
બોલિવુડની ફેશન ડિવા સોનમ કપૂરે દિલ્લીના બીઝનેસમેન આનંદ આહુજા સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. લગ્નમાં સોનમે અનુરાધા વકીલ દ્વારા ડિઝાઇન કરેલો લાલ લહેંગો પહેર્યો હતો જેની કિંમત 70 લાખ જણાવવામાં આવી છે.

Image Source

10. ઐશ્વર્યા રાય:
અભિનેત્રી ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા છે. લગ્નને ભવ્ય બનાવવા પિતા અમિતાભ બચ્ચને પણ કોઈ ખામી રાખી ન હતી. લગ્નમાં ઐશ્વર્યાએ નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરેલી ગોલ્ડન સાડી પહેરી રાખી હતી જેની કિંમત 75 લાખ જણાવવામાં આવી છે.