તાલિબાનના કબ્જા બાદ બોલી બોલીવુડની મોટી અભિનેત્રી વરીના હુસૈન “મહિલાઓનુ જીવન…”

જે હિરોઈને સલમાને પોતાની ફિલ્મમાં લીધી એ બોલ્ડ હિરોઈને જુઓ શું શું કહ્યું

તાલિબાનના કબ્જામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનમાં હાલાત બગડતા જઇ રહ્યા છે. કાબુલ એરપોર્ટ પર થયેલ આત્મઘાતી હુમલાએ પુરી દુનિયાને હલાવીને રાખી દીધી છે. લોકો ડરને કારણે પોતાના ઘરોમાં બેઠેલા છે. મહિલાઓની તો ઘણી ખરાબ હાલાત છે. બોલિવૂડ ફિલ્મ “લવયાત્રી”થી ડેબ્યુ કરનારી અભિનેત્રી વરીના હુસૈન આ હાલાતથી પૂરી રીતે ગભરાયેલી છે.

વરીનાએ નેટવર્ક 18 ટીવી સાથે વાત કરતા કહ્યુ કે, ત્યાના હાલાત ડરાવી દેનાર છે તેને મિત્રોની ચિંતા જાહેર કરી. વરીના અફઘાનિસ્તાનથી છે, તેણે કહ્યુ કે, અફઘાનિસ્તાનની હાલાત જોઇ મારુ દિલ પૂરી રીતે તૂટી ગયુ છે. મારા ઘણા મિત્રો ત્યા રહે છે. તેમના માટે ઘણો ડર લાગી રહ્યો છે. સમજ આવી રહ્યુ નથી કે શુ કરવુ જોઇએ.

જયારે તેને પૂછવામાં આવ્યુ કે તાલિબાન તો સતત કહી રહ્યુ છે મહિલાઓના કામને ઇજ્જત આપશે શુ તેમના પર વિશ્વાસ કરી શકાય તો આ પર અભિનેત્રીએ કહ્યુ કે, તેમના પર કયારેય પર વિશ્વાસ ન કરી શકાય. કેટલાક દિવસ પહેલા જ મારી મિત્રનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યુ કે તેને ધમકાવવામાં આવી કારણ કે તેણે બ્લુ ચાદરી પહેરી હતી. તે પૂરી રીતે હિજાબથી કવર હતી. તાલિબાન જે બોલી રહ્યુ છે તેનાથી ઊંધુ કરી રહ્યુ છે.

તેની અંદર શ્વાસ લેવાનો પણ કેટલો મુશ્કેલ હોય છે. તમે તેને દબાવવાની કોશિશ કરી રહ્યા છો તે હાલાતમાં કોઇ કેવી રીતે કામ કરી શકે છે. માનવીય અધિકાર કયાં છે ? કોઇના કપડા.. કોઇનો હિજાબ એ તેની પોતાની પસંદગી છે. વરીનાએ જણાવ્યુ કે, કાબુલમાં થયેલ ધમાકા બાદ લોકો ડરેલા છે. તેણે કહ્યુ કે, મારી મિત્ર ત્યાંના હાલાતને લઇને ડરેલી છે. મહિલાઓની હાલત તો વધારે ખરાબ થઇ ગઇ છે.

વરીનાને જયારે સવાલ કરવામાં આવ્યો કે જો મહિલાઓ ઘરની બહાલ જાય છે તો તાલિબાનને કેવી રીતે જુએ છે, તેણે આ પર જવાબ આપતા કહ્યુ કે, તેમનું જીવન ખત્મ થઇ ગયુ. તે છોકરીઓ ભણેલી છે, તે આત્મનિર્ભર હતી. આ પહેલા પણ તે પોતાના હિજાબમાં રહેતી હતી. કંઇ નવુ નથી. પોતાના અધિકારોને લઇને મહિલાઓ 20 વર્ષ સુધી આત્મનિર્ભરતા માટે જે લડાઇ લડી તે ખત્મ થઇ હઇ. હવે તે બીજા દર્જાની નાગરિક બનીને રહી ગઇ છે.

વરીના માત્ર બોલિવૂડ ફિલ્મોમાં જ પગ જમાવી રહી નથી પરંતુ હવે તે ખૂબ જ જલ્દી દક્ષિણ ભારતીય સિનેમામાં પોતાના હુનરથી તે લોકોનું દિલ જીતવા જઈ રહી છે. અહેવાલ છે કે વરીના સાઉથ ઇન્ડિયન ફિલ્મો સાઇન કરી રહી છે અને ટૂંક સમયમાં તે એક મોટા પ્રોજેક્ટની જાહેરાત પણ કરી શકે છે. અભિનયની સાથે સાથે તે પોતાની ફેશન સેન્સ માટે પણ ખૂબ પ્રખ્યાત છે. વરીનાએ તેના જિમ લુકથી લઈને ટ્રેડિશનલ લૂક સુધી કહેર મચાવતી હોય છે. માત્ર આધુનિક ડ્રેસમાં જ નહીં પરંતુ સૂટ અને સાડીમાં પણ વરીનાની સ્ટાઇલ જોવા જેવી છે.

એક વખત વરીના માટે બોલીવુડની ફિલ્મોમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.વરીનાને તેના અફઘાની હોવાનું સહન કરવું પડ્યું હતું. વરીના અફઘાની હોવાને કારણે નિર્માતાઓ તેને ફિલ્મોમાં કામ આપવાનું ટાળતા હતા. વરીનાને ટ્રોલ કરવામાં આવતી હતી. લોકો તેને ટોણા મારતા હતા કે તે આતંકવાદીઓના દેશમાંથી આવી છે.

23 ફેબ્રુઆરી 1999ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલી વરીના હુસેન વ્યવસાથી અભિનેત્રી અને મોડેલ છે. વરીનાના પિતા ઇરાકના છે અને માતા અફઘાનિસ્તાનની છે. વરીનાને અફઘાની હોવાને કારણે બોલિવૂડમાં પોતાનો મોટો બ્રેક મેળવવામાં વિલંબ થયો હતો.

Shah Jina