મનોરંજન

હોટેલના રૂમમાંથી મળ્યો 28 વર્ષની એક્ટ્રેસ વીજે ચિત્રાનો મૃતદેહ, થોડા દિવસ પહેલા જ કરી હતી સગાઈ

2020ને પુરા થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા હજુ પણ ખરાબ સમાચાર રોકાવવાનું નામ નથી લેતા. મનોરજંન ઉદ્યોગમાંથી એક બાદ એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. હાલમાં જ સાઉથની એક્ટ્રેસએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Chitra kamaraj (@chithuvj)

સાઉથ એક્ટ્રેસ વીજે ચિત્રાએ સુસાઇડ કરવાની ખબર સામે આવી છે. વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વીજે ચિત્રાની ઉંમર 28 વર્ષની હતી. માહિતી મળી રહી છે કે, ચેન્નાઇના નસરપેટમાં એક હોટેલ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. હોટેલના રૂમમાંથી તેનો મૃતદેહ મળ્યો છે. વીજે ચિત્રાએ હાલમાં જ ચેન્નાઇના એક મશહૂર બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઈકરી હતી. એબીપી ન્યુઝને મળેલી માહિતી અનુસાર, ચિત્રા તેના મંગેતર સાથે રહેતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Chitra kamaraj (@chithuvj)

ચિત્રા પાંડિયન સ્ટોર્સ સીરિયલમાં તેના રોલ માટે જાણીતી છે. જે હાલ વિજય ટીવી પર પ્રસારિત થાય છે. ચિત્રા આ સીરિયલમાં મુલઈની ભૂમિકામાં છે. રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, ચિત્રા ડિપ્રેશનમાં હતી અને જેને લઈને આ પગલું ભર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Chitra kamaraj (@chithuvj)

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિત્રા ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ કર્યા પછી રાતે અઢી વાગ્યે હોટલમાં પરત આવી હતી. તે તેના મંગેતર સાથે હોટલમાં રોકાઈ હતી. પોલીસને આપેલા નિવેદનમાં હેમંતે જણાવ્યું હતું કે હોટલ આવ્યા બાદ ચિત્રાએ કહ્યું હતું કે તે નહાવા જઇ રહી છે પરંતુ તે લાંબા સમય સુધી બહાર આવી ન હતી અને ન તો તેણે દરવાજો ખટખટાવતાં પ્રતિક્રિયા આપી હતી. આ પછી હેમંતે હોટલના સ્ટાફને આ વિશે જાણ કરી હતી અને જ્યારે ડુપ્લિકેટ ચાવીઓથી દરવાજો ખોલવામાં આવ્યો હતો, ત્યારે તેનો મૃતદેહ છત પરથી લટકતો મળી આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Chitra kamaraj (@chithuvj)

અભિનેત્રી ચિત્રાના મોત અંગે હજી સુધી તેના પરિવાર અથવા મિત્રોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. બીજી તરફ, અભિનેત્રીના ચાહકો માટે માનવું મુશ્કેલ છે કે તે હવે આ દુનિયામાં નથી. ચાહકો ટ્વીટ કરી રહ્યા છે કે તેમને ખાતરી નથી હોતી કે ચિત્રાએ આત્મહત્યા કરી છે અને હવે તે આ દુનિયામાં નથી.