યે રિશ્તા કયા કહેલાતા હૈ, સસુરાલ સિમર કા…ની દિગ્ગજ અભિનેત્રીએ કરી આત્મહત્યા, રીતસર રડી પડ્યા ફેન્સ

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રીએ વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબર એટલે કે આજે રવિવારે સવારે ઈન્દોર સ્થિત પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ફેમસ અભિનેત્રીએ મરતા પહેલાં સુસાઇડ નોટ પણ લખી છે.

વૈશાલીની ગયા વર્ષે જ સગાઈ થઈ હતી. જોકે, થોડાં મહિનામાં જ આ સગાઈ તૂટી ગઈ હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ અભિનેત્રીનો બર્થ 15 જુલાઈ, 1993ના એ થયો છે. તેના ફાધરનું નામ એચ બી ઠક્કર તથા માતાનું નામ અન્નુ ઠક્કર છે. ભાઈ નીરજ ઠક્કર છે. વૈશાલીએ 2015માં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. વૈશાલીએ ઈન્દોરમાં જ અભ્યાસ કર્યો હતો.

તેણે એજ્યુકેશન મલ્ટિમીડિયા રિસર્ચ સેન્ટરમાંથી ભણીને એન્કરિંગમાં નસીબ અજમાવ્યું હતું. ત્યારબાદ તે મુંબઈ આવી હતી. એમપીના ઈન્દોરમાં ટીવી હિરોઈને પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જે બાદ કેસ દાખલ કરી લેવાયો છે તથા પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રીએ આપઘાત કરવાની સાથે એક સુસાઇડ નોટ પણ છોડી છે જે પોલીસ દ્વારા જમા કરી લેવામાં આવી છે તથા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે વૈશાલીએ યહ રિશ્તા કયા કહેલાતા હૈ સિરિયલમાં રોલ નિભાવ્યો હતો જે બાદથી તે આખા દેશમાં ઘરે ઘરે ખૂબ જ ફેમસ થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આ ફેમસ અભિનેત્રીએ બિઝનેસમેન પરિવારમાંથી બિલોન્ગસ કરે છે અને કરિયરની શરૂઆત એક એન્કર તરીકે કરી હતી, જે બાદ સિરિયલમાં કામ શરૂ કર્યું અને સફળતા મળતી ગઈ. યે વાદા રહા, સસુરાલ સિમર કા,, યહ હૈ આશિકી, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક જેવી અનેક સિરિયલમાં પણ વૈશાલીએ કામ કર્યું હતું.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરની આત્મહત્યાથી સૌ કોઇ આઘાતમાં છે. આટલી ખૂબસુરત, યંગ અને ટેલેન્ટેડ અભિનેત્રીના અચાનક આવી રીતે જવાને કારણે તેના ચાહકોને ઝાટકો લાગ્યો છે. વૈશાલીએ તેના ઇન્દોરના ઘરે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. પોલિસને વૈશાલીની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. આત્મહત્યાના એક દિવસ પહેલા વૈશાલી નોર્મલ હતી અને તે જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાની હતી.

એક્ટર વિકાસ સેઠી અને તેની પત્ની જાહ્નવી રાહા વૈશાલીની ઘણી નજીક હતા. તેમણે વૈશાલી સાથે આત્મહત્યાના એક દિવસ પહેલા ફોન પર વાત કરી હતી. વૈશાલીએ પ્લાન કર્યુ હતુ કે તે લગ્નની ખરીદી માટે મુંબઇ જશે. અભિનેત્રી ડિસેમ્બરમાં કેલિફોર્નિયા બેસ્ડ સોફ્ટવેર એન્જીનિયર સાથે લગ્ન કરવાની હતી. વૈશાલીની મોત પર જાહ્નવીએ કહ્યુ કે,

તેણે એક દિવસ પહેલા ફાઇનાન્સિયલ હેલ્પ માટે વૈશાલીને ફોન કર્યો હતો. તેણે મને કહ્યુ હતુુ કે દિવાળી બાદ લગ્નની ખરીદી માટે તે મુંબઇ આવશે. વૈશાલીએ મિતેશ વિશે મને પાંચ મહિના પહેલા જ જણાવ્યુ હતુ. તે બાદ તેના સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. એ ઘણો સ્વીટ લાગ્યો. ત્યાં વિકાસે વૈશાલી વિશે વાત કરતા કહ્યુ કે,

વૈશાલી ડિસેમ્બરમાં લગ્ન કરવાની હતી. બંનેની ફેમિલી લગ્નની તારીખ ફાઇનલ કરવાના હતી. જ્યારે શુક્રવારે વાત કરી તો તેણે કહ્યુ કે, બધુ સરસ ચાલી રહ્યુ છે. તે અમારી સાથે શોપિંગ અને પાર્ટી કરશે, એવામાં વૈશાલીની આત્મહત્યાની ખબરે હલાવીને રાખી દીધા. વિકાસે આગળ કહ્યુ કે, પહેલા મેં આ ખબરને જૂઠી ગણી અને વિશ્વાસ ના કર્યો, મેં જાહ્નવીને કહ્યુ કે,

વૈશાલીને ફોન કરે, પણ કોઇએ ફોન ન ઉપાડ્યો. અમે તેના પિતાને ફોન કર્યો ત્યારે તેમનાથી આ વિશે ખબર પડી. વૈશાલીની મોતની ખબરથી અમે તૂટી ગયા. વૈશાલી ઠક્કરે અનેક સિરિયલોમાં કામ કર્યા બાદ બિગ બોસમાં ભાગ લીધો હતો. બિગ બોસમાં ભાગ લીધા બાદ વૈશાલી ઠક્કર જયપુર ગઈ હતી. જયપુરથી આવ્યા બાદ વૈશાલી છેલ્લા એક વર્ષથી તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈબાગ કોલોનીમાં રહેતી હતી.

વૈશાલી ટીવીની ટોચની અભિનેત્રીઓમાંની એક હતી. તેણે યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સસુરાલ સિમર કામાં પણ જોવા મળી હતી. આ સિવાય વૈશાલીએ સુપર સિસ્ટર, મનમોહિની સીઝન 2 સહિતના ઘણા શોમાં શાનદાર કામ કર્યું હતું.

YC