મનોરંજન

આ 5 ટીવી અભિનેત્રીઓ વિચિત્ર ફેશન સેંસને લીધે થઇ ટ્રોલ, લોકોએ કહ્યું,”અશ્લીલ કપડાં શા માટે પહેરો છો”?

આ 5 ટીવી અભિનેત્રીઓની આવી ફેશનને જોઈને ચાહકો શોક થઇ ગયા, કહ્યું કે “અશ્લીલ કપડાં શા માટે પહેરો છો”?

ટીવી જગતની ઘણી અભિનેત્રીઓ પોતાના અભિનયના દમ પર બોલીવુડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે. તેઓ પોતાના અભિનયની સાથે સાથે પોતની ફેશન સ્ટાઇલને લીધે પણ ઓળખવામાં આવે છે.

પણ ઘણીવાર તેઓની આ જ ફેશન એટલી અશ્લીલ હોય છે કે લોકોને કઈ ખાસ પસંદ નથી આવતી અને ટ્રોલર્સનો સામનો કરવો પડે છે. આવો તો જાણીએ આવી અભિનેત્રીઓ વિશે જેમણે એવી ફેશન અપનાવી કે તે પોતાના પર જ ભારે પડી.

Image Source

1. નિયા શર્મા:
ટીવી જગતની જાણીતી અભિનેત્રી નિયા શર્મા એશિયાની સૌથી આકર્ષક અને હોટ અભિનેત્રીઓમાંની એક છે. નિયા શર્મા પોતાની ફેશન અને ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે. પાર્ટી કે ઇવેન્ટમાં પણ તેની ફેશન સ્ટાઇલ બધાથી અલગ હોય છે,

પણ ઘણીવાર તેની આ ફેશન એટલી અશ્લીલ હોય છે કે લોકો બોલ્યા વગર નથી રહેતા. નિયાએ એક ઇવેન્ટમાં સફેદ નેટ વાળો પારદર્શક ડ્રેસ પહેર્યો હતો જેના પર તે ટ્રોલ થઈ ગઈ હતી.

Image Source

2. રશ્મિ દેસાઈ:
ઉતરન સિરિયલની ફેમસ અભિનેત્રી રશ્મિ જો કે પોતાની ક્યુટનેસને લીધે વધારે ઓળખવામાં આવે છે. રશ્મિએ એક સમયે સફેદ ડ્રેસ પહેર્યો હતો જેમાં સાઈડ કટ હતું. લોકોને તેની આ સ્ટાઇલ પસંદ ન આવી અને કહી દીધુ કે,”ઉંમરનું તો ધ્યાન રાખવું હતું!”

Image Source

3. હીના ખાન:
યે રિશ્તા ક્યાં કહેલાતા હૈં થી ફેમસ થયેલી અભિનેત્રી હીના ખાન આજે બોલીવુડમાં પણ નામ બનાવી રહી છે, આ સિવાય તે વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે. જો કે હીના ખાનની ફેશન સ્ટાઇલ લોકોને ખુબ પસંદ આવે છે પણ તેનો આ ડ્રેસ લોકોને પસંદ ન આવ્યો અને મજાક બનાવવામાં આવ્યો. અમુકે આ ડ્રેસને ઝૂમર કહ્યું તો અમુકે ઝાડુ-પોતા લગાવવા માટેનો ડ્રેસ પણ કહ્યો હતો. જ્યારે એક યુઝરે તો કહી દીધું કે નીચે કઈ પહેર્યું જ નથી એવું જ દેખાડવું હતું તો આ ડ્રેસ શા માટે પહેર્યો?”

Image Source

4. મંદિરા બેદી:
મંદિરા બેદી ટીવી જગતની જાણીતી અભિનેત્રી રહી છે. મંદિરા ફેશનેબલ દેખાવાના ચક્કરમાં એવા એવા કપડા પહેરતી હોય છે કે લોકોના નિશાના પર આવી જ જાય છે. મંદિરાનો સાડી પહેરેલો આ અવતાર લોકોને કઈ ખાસ પસંદ આવ્યો ન હતો. એક યુઝરે તો કહી દીધું કે,”બિકી પહેરી છે કે લૂંગી!”

Image Source

5. કરિશ્મા તન્ના:
મૂળ ગુજરાતની જાણીતી ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના બોલીવુડમાં પણ અમુક ફિલ્મોમા કામ કરી ચુકી છે. કરિશ્મા પોતાની અવનવી તસ્વીરો પોતાના એકાઉન્ટ પર શેર કરતી હરે છે. એવામાં એકવાર કરિશ્માએ સામાન્ય કૈજ્યુઅલ લુકની તસ્વીર શેર કરી હતી જેમાં તે બેડરુમમાં બઠેલી હતી. પણ લોકોને આ તસ્વીર કઈ ખાસ પસંદ ન આવી અને અશ્લીલ જણાવી હતી. એક યુઝરે તો પૂછી લીધું કે,”બતાડવા શું માંગે છે?”