ખબર મનોરંજન

રાનુ મંડલ ઉપરાંત આ 3 અભિનેત્રીને પણ ખરાબ મેકઅપને કારણે થઇ ચુકી છે ટ્રોલ

બોલીવુડની આ 3 દિગ્ગજ અભિનેત્રીઓને મેકઅપને કારણે લોકોની ગંદી ગંદી સાંભળવી પડી

એક તરફ ચાહકો બોલિવૂડની અભિનેત્રીઓને ખૂબ પ્રેમ આપે છે, તો બીજી તરફ, ઘણી વખત આ અભિનેતા અને અભિનેત્રી પણ ટ્રોલરના નિશાના પર આવી જાય છે, તો ક્યારેક તેના કપડાથી અથવા તો ક્યારેક તેના મેકઅપ સાથે, થોડો સમયરાનુ મંડલ પોતાના મેકઅપને લઈને ટ્રોલ્સના નિશાના પર આવી હતી. એવું નથી કે ફક્ત રાનુ મંડલ પણ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ પણ તેમના મેકઅપની કારણે ટ્રોલ થઈ ચુકી છે, આજે અમે તમને આવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ખરાબ મેકઅપ માટે ટ્રોલ કરવામાં આવી હતી, ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

રાનુ મંડલ:

Image source

સોશિયલ મીડિયા પર રાનુ મંડલની તસ્વીરો વાયરલ થયા બાદ યુઝર્સે તેમની મજાક ઉડાવવાનું શરૂ કર્યું હતું. મિમસ પણ બનવા માંડ્યા હતા. આ તસ્વીરોમાં મેકઅપને કારણે રાનુ મંડલનો ચહેરો થોડો વિચિત્ર લાગ્યો હતો. આ જ મેકઅપમાં, રાનુએ કાનપુરમાં એક ઇવેન્ટમાં રેમ્પ વોક પણ કર્યો હતો. રાનુને મેકઅપની ઉપર ટ્રોલ કરવામાં આવી હતી.

ઐશ્વર્યા રાય:

Image source

બચ્ચન પરિવારની પુત્રવધૂ અને બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશાં તેના સુંદર લુકને કારણે ચર્ચામાં રહે છે. લોકોને તેની સ્ટાઇલ ખૂબ ગમે છે. એશ્વર્યા ઘણી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂકી છે. જ્યાં દર વખતે તે તેના લૂક્સને લઈને ચર્ચામાં રહે છે, ત્યારે અનેકવાર તેના લૂકને લઈને ટ્રોલ પણ થઈ છે. 2016માં ઐશ્વર્યા ડ્રેસ સાથે જાંબલી લિપસ્ટિક કરી હતી. આ લિપસ્ટિકને કારણે તે ટ્રોલ થઈ હતી.

પ્રિયંકા ચોપડા:

Image source

મિત્રો તેમને યાદ હશે કે થોડા સમય પહેલા મીટ ગાલાનો કાર્યક્રમ હતો, અને પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનાસ સાથે આવી હતી, પરંતુ આ પછી તેનીને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી, તેનું કારણ પ્રિયંકાનો મેકઅપ હતો અને તેનો ડ્રેસ ખૂબ જ પારદર્શી હતો અને તેમને મેકએપ જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પ્રિયંકા ચોપરાના આ લુકની વિદેશમાં ખૂબ પ્રશંસા થઈ હતી પરંતુ તે ભારતમાં ભારે ટ્રોલ થઈ હતી.

ન્યાસા દેવગણ:

Image source

ગત વર્ષે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચને તેમના ઘરે દિવાળી પાર્ટી રાખી હતી. જેમાં અજય દેવગણનો આખો પરિવાર પણ આ પાર્ટીમાં જોડાયો હતો. આ ખાસ પ્રસંગે, કાજોલની પુત્રી ન્યાસાએ પીચ કલરનો લહેંગા અને ગોલ્ડ એમ્બ્રોઇડરીડ બ્લાઉઝ પહેર્યું હતું. ન્યાસાના ફેન્સને આ દેખાવ પસંદ ન હતો અને તેને તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.