મનોરંજન

એક ફિલ્મમાં કેટલા રૂપિયા મળે છે આ 6 ફેમસ હિરોઇનોને? વાંચીને આંખો પહોળી થઇ જશે

ફિલ્મોની દુનિયા દરેકને ગમતી હોય છે. સૌનો કોઈ મનપસંદ કલાકાર હોય છે. પોતાના મનગમતા કલાકારની ફિલ્મો જોવી, તેમના જીવન વિશે જાણવું પણ દરેકને ગમતું હોય છે. ફિલ્મી દુનિયાના અભિનેતા અને અભિનેત્રીઓના વૈભવી જીવનથી આપણે સૌ પરિચિત છીએ જ.

Image Source

મોટી પાર્ટીના આયોજનો, લકઝરીયસ કાર, વૈભવી ઘર અને જીવન જરૂરિયાતની તમામ સુખ સુવિધાઓ ફિલ્મના કલાકારો પાસે હોય છે ત્યારે મનમાં પ્રશ્ન થાય કે આ કલાકાર એક ફિલ્મ પાછળ કેટલી ફી લેતા હશે? કરોડોની કમાણી કરતી ફિલ્મોમાં તેમનું બજેટ કેટલું હશે? જો કોઈ ફિલ્મમાં સફળ ના રહે તો પણ તેમને કમાણી થતી હશે?

Image Source

આ પ્રશ્નોને લઈને અમે તમને બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ એક ફિલ્મ માટે કેટલા રૂપિયા લે છે તે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

Image Source

1. આલિયા ભટ્ટ:
આલિયા ભટ્ટનું નામ પણ તેના કામથી ઓળખાય છે. આલિયા પોતાના મઝાકીયા અંદાઝના કારણે પણ ખુબ જ પ્રખ્યાત છે ત્યારે આલિયા એક ફિલ્મ માટે 7 થી 10 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે.

Image Source

2. પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડાનું નામ બોલીવુડમાં જ નહિ પરંતુ હોલીવુડમાં પણ વખણાય છે. પ્રિયંકાનો એક ફિલ્મનો ચાર્જ જોવા જઈએ તો થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ “ભારત” માટે પ્રિયંકાએ 14 કરોડની માંગણી કરી હતી પરંતુ ભારત ફિલ્મના મેકર્સ સાથે તેની ડીલ ફાઇનલ થઈ નહીં. તે 14 થી 18 કરોડ સુધી એક ફિલ્મ માટે ચાર્જ કરે છે. વર્ષ 2017દરમિયાન પ્રિયંકાએ 77 કરોડની કમાણી કરી હતી.

Image Source

3. કેટરીના કૈફ:
કેટરીના કૈફ પણ બોલીવુડની ખુબ જ લોકપ્રિય અભિનેત્રી છે. ઘણી ફિલ્મોમાં તેને પોતાના અભિનય અને સુંદરતા દ્વારા મોટું સ્થાન મેળવ્યું છે. કેટરીના એક ફિલ્મ માટે 11 કરોડ ચાર્જ કરે છે.

Image Source

4. કરીના કપૂર:
કરીના કપૂર ઘણા સમયથી બોલીવુડમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ બની છે. તેને પોતાની ફિલ્મ “વીરે દી વેડિંગ” માટે 10 કરોડ ચાર્જ લીધો હતો. પરંતુ તે એક સમયે એક ફિલ્મના 17-18 કરોડ સુધી પણ ચાર્જ કરતી હતી.

Image Source

5. દીપિકા પાદુકોણ:
2018ના ફોર્બ્સ મેગેઝીન પ્રમાણે દીપિકા સૌથી વધુ આવક મેળવનારી અભિનેત્રી છે. તેને પોતાની ફિલ્મ “પધ્માવત” માટે 13 કરોડ લીધા હતા. આ ફિલ્મમાં સફળ થયા બાદ તેને પોતાના ભાવમાં વધારો પણ કર્યો છે કારણ કે ફિલ્મ નિર્માતાઓ જાણે છે કે જે ફિલ્મમાં દીપિકા હશે તે ફિલ્મ સફળ જ બનવાની છે તેના લીધે દીપિકા હવે એક ફિલ્મ માટે 20 થી 24 કરોડ સુધી ચાર્જ લે છે.

Image Source

6. કંગના રનૌત:
બોલીવુડની ક્વિન કંગના જયલલિતાના બાયોપિક ઉપર બનવા જઈ રહેલી ફિલ્મ “થલાઈવી” માટે 24 કરોડ ચાર્જ લેવાની છે. જે હિન્દી અને તમિલ બંને ભાષા માટેનો છે. તે સિવાય બીજી ફિલ્મો માટે જોઈએ તો કંગના 10 થી 12 કરોડ સુધીનો ચાર્જ એક ફિલ્મ માટે લે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.