બ્રેકીંગ ન્યુઝ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રીનું મોત, આખી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ

41 વર્ષની ઉંમરે સાઉથની અભિનેત્રીએ દુનિયાને કહ્યુ અલવિદા, ફેન્સની આંખ માંથી દડદડ આંશુ વહી ગયા – જુઓ કઈ રીતે થયું નિધન

મનોરંજન જગતથી અવાર નવાર કોઇના કોઇ ખરાબ સમાચાર સામે આવતા રહે છે. એક બાદ એક સેલેબ્સની મોત લોકોને દહેલાવી રહી છે, ત્યાં હાલમાં વધુ એક ખબર સામે આવી છે મલયાલમ ઇન્ડસ્ટ્રીમાંથી. મશહૂર કોમેડિયન અને ટીવી હોસ્ટ સુબી સુરેશનું નિધન થઇ ગયુ છે, તેણે 41 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધુ.

સુબીના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે સુબી સુરેશ લીવર સંબંધિત બીમારીથી પીડિત હતી અને કોચ્ચિની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. જો કે, તે મોત સાથે જીંદગીની જંગ હારી ગઇ અને તેણે દુનિયાને અલવિદા કહા દીધુ. સુબિનું આજે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ બુધવારે નિધન થયુ. જણાવી દઇએ કે, સુબીએ તેના કરિયરની શરૂઆત ડાંસર તરીકે કરી હતી,

તે બાદ તેણે સ્ટેજ શોમાં કોમેડી કરવાની શરૂ કરી. સુબી સુરેશની Thaksara Lahala, ગૃહંથન અને ડ્રામા જેવી ફિલ્મોમાં ખૂબ સરાહના કરવામાં આવી. ફિલ્મો સિવાય તેણે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યુ અને ઘણા સોમાં તો તે હોસ્ટ તરીકે પણ નજર આવી.સુબી સુરેશ તેની ફિટનેસને લઇને પણ ઘણી સજાગ હતી અને તે સોશિયલ મીડિયા પર ઘણીવાર તેના વર્કઆઉટ વીડિયો પણ શેર કરતી હતી.

લોકડાઉન દરમિયાન સુબીના વર્કઆઉટ વીડિયોએ ઘણી ચર્ચાઓ મેળવી હતી. સુબી સુરેશ કોમેડી શો સિનેમાલાથી ઘરે ઘરે મશહૂર થઇ હતી. તે છેલ્લીવાર બાળકોના શો Kutty Pattalamમાં નજર આવી હતી. રીપોર્ટ્સ અનુસાર, સુબી સુરેશના પિતા એક દુકાન ચલાવે છે, ત્યાં માતા હાઉસવાઇફ છે. સુબીએ હજી સુધી લગ્ન નહોતા કર્યા પણ તે પર્સનલ લાઇફ વિશે કોઇ સાથે વાત કરતી નહોતી.

Shah Jina