મનોરંજન

મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનારી આ અભિનેત્રીએ કામ ના મળવા ઉપર કર્યું બી ગ્રેડની ફિલ્મોમાં કામ. અનિલ કપૂર સાથે પણ કરી છે ફિલ્મ

19 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે, કરીયર ફ્લોપ રહી તો કર્યું અને અત્યારે આવી દેખાય છે

બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે આજે ક્યાં છે કોઈને પણ ખબર નથી, પરંતુ એક સમય હતો ત્યારે આ  અભિનેત્રીઓની બોલબાલા હતી. ફિલ્મી પડદા ઉપર તેમનો જાદુ ચલાવતી અને એ સમયના દિગ્ગજ અભિનેતાઓ સાથે પણ તેમને કામ કર્યું હતું, આવી જ એક 80 અને 90ના દાયકાની પ્રકાયત મોડેલ અને અભિનેત્રી છે સોનુ વાલિયા. જેને એક સમયે ફિલ્મોમાં કામ ના મળતા બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરવું પડ્યું હતું.

Image Source

પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને સોનુ વાલિયાએ મોડેલિંગમાં જવાનો નિર્ણય કર્યો, સુંદર દેખાતી સોનુ થોડા જ સમયમાં મોડેલિંગનું દુનિયામાં પણ મોટું નામ કમાઈ લીધું. ત્યારબાદ સોનુએ મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લીધો અને વર્ષ 1985માં તેને મિસ ઇન્ડિયાનો તાજ મેળવવામાં પણ સફળ રહી.

Image Source

મિસ ઇન્ડિયા બન્યા બાદ સોનુને બોલીવુડમાંથી પણ ઓફર મળવા લાગી. તેને વર્ષ 1988માં ફિલ્મ “કહું ભરી માંગ”માં કામ કર્યું આ ફિલ્મમાં અનુલ કપૂર સાથે રેખા પણ મુખ્ય ભૂમિકામાં હતી, સોનુએ આ ફિલ્મમાં સહાયક અભિનેત્રી તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેને બેસ્ટ સ્પોર્ટીંગ અભિનેત્રી તરીકેનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળ્યો.

Image Source

વર્ષ 1988માં અવાયેલી ફિલ્મ “આકર્ષણ”માં સોનુએ ખુબ જ બોલ્ડ સીન આપ્યા, એ સમયે ફિલ્મોમાં બોલ્ડ સીન આપવા ખુબ જ કઠિન હતું, એક ઝરણાં નીચે પ્રસારિત કરવામાં આવેલા ગીતના એક સીનની અંદર સોનુએ ધમાલ મચાવી દીધી. સોનુની મુખ્ય ફિલ્મોમાં દિલ આશના હે, ખેલ, સ્વર્ગ જૈસા ઘર, આરક્ષણ, અપના દેશ પરાયે લોગ, તુફાન અને તહેલકા જેવી ઘણી ફિલ્મોમાં તેને કામ કર્યું છે.

Image Source

સોનુને બોલીવુડની ફિલ્મોમાં જોઈએ એવી સફળતા ના મળી અને તેને કામ માલ;તું બંધ થઇ ગયું. મુખ્ય ફિલ્મોમાં કામ ના મળ્યા બાદ તેને બી ગ્રેડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તેને લગ્ન કરવાનો વિચાર કર્યો અને એનઆરઆઈ સૂર્ય પ્રકાશ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું, પરંતુ તેના પતિનું નિધન થઇ ગયું ત્યારબાદ સોનુએ બીજા લગ્ન પણ એનઆરઆઈ ફિલ્મ પ્રોડ્યુસર પ્રતાપ સીંગ સાથે કરી લીધા, તેને એક દીકરી પણ છે.