જીવનશૈલી

રિયલ લાઈફમાં રીલ લાઇફથી ખુબ અલગ દેખાય છે ટીવીની ભાભીજી શુભાંગી, જુઓ સુંદર 10 તસ્વીરો

ટીવીનો પારિવારિક કૉમેડી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં અંગુરી ભાભીનો કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી શુભાંગી અત્રે આજે ફેમસ બની ગઈ છે. સીરિયલમાં શુભાંગી જે અંદાજમાં ડાઈલોગ બોલે છે તે દર્શકોને ખુબ પસંદ આવે છે. આ કિરદાર દ્વારા શુભાંગીની ફૈન ફોલોઇંગ પણ ખુબ વધી ગઈ છે.

Image Source

અંગુરી ભાભીના કિરદારમાં શુભાંગી સાડી પહેરીને એકદમ સંસ્કારી વહુ જેવી દેખાય છે પણ અસલ જીવનમાં તે એકદમ હોટ અને ગ્લેમરસ છે. આજે અમે તમને શુભાંગીની તસ્વીરો દેખાડીશું જેને જોઈને તમને પણ વિશ્વાસ નહિ આવે.

Image Source

શુભાંગી ઇન્સ્ટાગ્રામ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહી છે. શુભાંગીનું એકાઉન્ટ તેની ગ્લેમરસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

Image Source

શુભાંગી અત્રે ટીવીની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. ઇંદોરની રહેનારી શુભાંગીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જેમાં તે સૌથી પહેલા એક શેમ્પુની જાહેરાતમાં જોવા મળી હતી.

Image Source

શુભાંગીએ એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી’ દ્વારા ટીવી દુનિયામાં એન્ટ્રી લીધી હતી જેના પછી તે ‘કસ્તુરી’ સિરિયલમાં જોવા મળી હતી, જેમાં તે મુખ્ય રોલમાં હતી.

Image Source

આ સિવાય શુભાંગી કૉમેડી શો ‘ચીડિયાઘર’માં પણ જોવા મળી હતી પણ તેને ‘ભાભજી ઘર પર હૈ’ માટે વધારે પસંદ કરવામાં આવે છે.

Image Source

જણાવી દઈએ કે શુભાંગીના પહેલા બિગ બૉસ-11 ની વિજેતા શિલ્પા સિંદે અંગુરી ભાભીના કિરદારમાં જોવા મળતી હતી. પણ તેના શો થી બહાર ગયા પછી શુભાંગીએ તેની જગ્યા લઇ લીધી અને તેને દર્શકોએ અંગુરી ભાભીના સ્વરૂપે ખુબ પસંદ પણ કરી છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ