આ અભિનેત્રીને દેશી મર્દ ન ગમ્યો, જુઓ કોણ છે આ લકી મેન
બોલીવુડની ફિલ્મો અને ફિલ્મી સીતારાઓના અંગત જીવનની વાર્તાઓ પણ કોઈ ફિલ્મી સ્ટોરી કરતા કમ નથી હોતી, થોડા વર્ષો પહેલા આવેલી ફિલ્મ “દૃશ્યમ” દર્શકોને ખુબ જ પસંદ આવી હતી. આ ફિલ્મની અંદરના પાત્રો પણ દર્શકનો પસંદ આવ્યા હતા, જેમાં મુખ્ય અભિનેતા તરીકે તો ખ્યાતનામ અભિનેતા અજય દેવગન હતો પરંતુ આ ફિલ્મમાં તેની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે સાઉથની અભિનેત્રી શ્રેયા સરન હતી. શ્રેયાની કહાણી પણ જાણવા લાયક છે.
શ્રેયાનો જન્મ દેહરાદૂનમાં થયો હતો અને તેનું બાળપણ હરિદ્વારમાં વીત્યું. શ્રેયા બોલીવુડની ફિલ્મો “જિલા ગાજિયાબાદ, ગલી ગલી મે ચોર હે,એક : ધ પાવર ઓફ વન, મિશન ઈસ્તાનબુન અને આવારાપન”માં જોવા મળી છે. પરંતુ તેને સૌથી વધારે પ્રસિદ્ધિ અજય દેવગન સાથેની ફિલ્મ “દૃશ્યમ”થી મળી હતી.
શ્રેયા સરન બોલીવુડની સાથે સાથે ઘણી સાઉથની ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. તો શ્રેયાની લવ લાઈફ અને લગ્નની વાત પણ જાણવા જેવી છે.
શ્રેયાએ વર્ષ 2018માં એકદમ ગુપચુપ રીતે પોતાના વિદેશી બોયફ્રેન્ડ એન્ડ્રયુ કોસચિવ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.
શ્રેયા સરન અને એન્ડ્રયુ કોસવીચ સાથે એક ખાનગી સમારંભમાં સાત ફેરા લીધા હતા. એન્ડ્રયુ એક ટેનિસ ખેલાડી છે. તે બંનેએ 12 માર્ચ 2018ના રોજ લગ્ન કર્યા હતા. શ્રેયાના લગ્નમાં બૉલીવુડ તરફથી ફકત મનોજ બાજપાઈ અને શબાના આજ઼મી પહોંચ્યા હતા.
આ એક ખુબ જ અંગત કાર્યક્રમ હતો. જેમાં ફક્ત પરિવાર ના લોકો અને નજીકના લોકો જ જોડાયા હતા. સેલેબ્રીટી ગેસ્ટમાં ફક્ત મનોજ બાજપાઈ અને શબાના આઝમી જ હાજર હતા.
શ્રેયા ના લગ્નના બધા જ રિવાજો મુંબઈના લોખંડવાલા સ્થિત ઘરમાં થયા હતા. તેને પોતાના લગ્નના એક દિવસ પહેલા પ્રિવીડિંગ પાર્ટી સેલિબ્રેશન પણ રાખ્યું હતું જેમાં પણ નજીકના સંબધીઓ અને પરિવારજનો જ હાજર રહ્યા હતા.
ખાસ વાત તો એ છે કે શ્રેયા અને એન્ડ્રયુ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ આ બંને ક્યારેય કેમેરામાં કેદ નહોતા થઇ શક્યા. આ ઉપરાંત પણ બંનેએ ક્યારેય પોતાના અંગત જીવન વિશે સોશિયલ મીડિયામાં પણ કોઈ વાત શેર નથી કરી.
શ્રેયાનો પતિ એન્ડ્રયુ નેશનલ લેવલના ટેનિસ પ્લેયરની સાથે એક નામચીન બિઝનેસમેન પણ છે. મોસ્કોની અંદર તેની એક પોતાની રેસ્ટોરન્ટ ચેઇન પણ છે. જે ઘણી જ પ્રખ્યાત છે. જો કે બંનેના લગ્ન વિશે અફવા એવી પણ ઉડી હતી કે તેમના લગ્ન ઉદયપુરમાં થવાના છે પણ શ્રેયાએ તેને અફવા જણાવી હતી.