અભિનેત્રી શિવાંગી વર્મા અને અભિનેતા ગોવિંદ નામદેવ આગામી ફિલ્મ ‘ગૌરીશંકર ગોહરગંજ વાલે’માં જોવા મળશે. ત્યારે તેમણે પોતાની ફિલ્મનું પ્રમોશન કંઈક અલગ રીતે જ કર્યું છે. જેને જોઈ લોકો પણ ચોંકી ગયા છે. શિવાંગી વર્મા ખૂબ જ ફેમસ અભિનેત્રી છે. હાલમાં જ તેણે પોતાના કરતા 40 વર્ષ મોટા અભિનેતા ગોવિંદ નામદેવ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
વૃદ્ધ સાથે પ્રેમ
શિવાંગી વર્માએ 70 વર્ષીય અભિનેતા ગોવિંદ નામદેવને પ્રપોઝ કર્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો છે. પોતાનો પ્રેમ વ્યક્ત કરતા શિવાંગી વર્માએ લખ્યું કે “પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. કોઈ સીમા હોતી નથી.” આ પછી તેમના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. શિવાંગીની આ પોસ્ટ બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર તેની મજા લીધી. ગોવિંદ શિવાંગી કરતા 40 વર્ષ મોટો છે અને પરિણીત પણ છે.
સત્ય કંઈક અલગ જ છે
જો કે આ બાબતની સત્યતા કંઈક બીજી જ છે. આ સમગ્ર મામલાની વાત ખુદ ગોવિંદે જ જણાવી છે. તેણે સોશિયલ મીડિયા પર આ વિશે લખ્યું છે. ગોવિંદે પોતાની પોસ્ટમાં લખ્યું, “આ રિયલ લાઈફ લવ નથી, રીલ લાઈફ લવ છે સર. એક ફિલ્મ ‘ગૌરીશંકર ગોહરગંજ વાલે’ છે, આ તેની સ્ટોરી છે.
કોણ છે શિવાંગી?
તમને જણાવી દઈએ કે શિવાંગીનો જન્મ 24 ઓગસ્ટ 1993ના રોજ થયો હતો. તે એક ભારતીય અભિનેત્રી છે. તે ‘ઓપેરા’ સહિત અનેક જાહેરાતોમાં જોવા મળી છે. તેણે સોની પલના ટીવી શો ‘હમારી સિસ્ટર દીદી’માં મેહરની ભૂમિકા ભજવી છે. આ સિવાય તે ‘ટીવી, બીવી ઔર મેં’ માટે જાણીતી છે.