બોલિવૂડ દિગ્ગજ અભિનેત્રીનું થયું નિધન, કરોડો ફેન્સ રડી પડ્યા

વરિષ્ઠ બોલિવૂડ અભિનેત્રી શશિકલા ઓમ પ્રકાશ સાયગલનું 88 વર્ષની ઉંમરે મતલબ આજે બપોરે 12 વાગે મુંબઈના કોલાબામાં અવસાન થયું છે. મરાઠી ફેમિલીમાં જન્મેલા અભિનેત્રી શશિકલાએ નાની ઉંમરથી બોલિવૂડમાં કામ કરવાની શરૂઆત કરી હતી.

સ્ક્રિપ્ટ રાઈટર કિરણ કોટરિયાલે સો.મીડિયામાં શશિકલાને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શૅર કરી હતી. તેમનો જન્મ 4 ઓગસ્ટ, 1932માં મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતોઅને તેમના પિતા પૈસાદાર હતા. શશિકલાના પિતા સોલાપુરમાં કપડાંનો બિઝનેસ કરતાં હતાં.

આ અભિનેત્રીએ એક સમયે ઈન્ટરવ્યૂમાં જણાવેલું કે તેમના પિતાજી તમામ કમાણી નાના ભાઈને મોકલી દેતા હતા. તે લંડનમાં અભ્યાસ કરતો હતો. તેઓ છ ભાઈ-બહેન હતા. પિતાએ પરિવારને બદલે ભાઈની જરૂરિયાતને વધુ મહત્ત્વ આપ્યું હતું.

આ અભિનેત્રીએ ફક્ત 13 વર્ષની ઉંમરમાં એટલે કે 1945માં ફિલ્મ ‘ઝિન્નત’ મળી હતી. આ મુવી માટે તેમને 25 RS મળ્યા હતા. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.

અભિનેત્રીએ સાયગલના સંબંધી ઓમ પ્રકાશ સાયગલ જોડે મેરેજ કરેલા હતા અને લગ્ન પછી અભિનેત્રીએ બે દીકરીઓને જન્મ આપ્યો હતો. જોકે, થોડાં સમય બાદ શશિકલા તથા તેમના પતિ વચ્ચે ઝઘડા થવા લાગ્યાં હતાં. તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.

અભિનેત્રીને ચાઈલ્ડ હુડથી જ નાચવા-ગાવાનો ખૂબ શોખ હતો. તેમના પપ્પાનો ધંધો ઠપ્પ થઈ જતાં તે કામની શોધમાં મુંબઈ આવી ગઈ હતી. ત્યાં તેમની મુલાકાત નુરજહાં સાથે થઈ હતી. શશિકલાની પહેલી ફિલ્મ જિન્નત હતી. જેને નૂર જહાંના પિતા શૌકત રિઝવીએ બનાવી હતી. તેમણે તીન બત્તી ચાર રાસ્તા, હમજોલી, ચોરી ચોરી, નીલકમલ, સરગમ, અનુપમા ફિલ્મમાં પણ કામ કર્યુ હતું.

કેરિયરમાં મુવી સાથે સાથે અભિનેત્રીએ ટીવી સિરિયલમાં પણ કામ કર્યુ હતું. તે પ્રખ્યાત સિરિયલ સોન પરીમાં ફ્રૂટી દાદીના રોલમાં પણ નજરે પડ્યા હતાં. વર્ષ 2007માં તેમને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

YC